Gujarat Weather Live: આજે ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા, 23 સપ્ટેમ્બરથી સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના નહીં

23થી 26 નવેમ્બર દરમિયાન કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, વાવ-થરાદ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર જિલ્લામાં વરસાદની શક્યતા નથી.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Mon, 21 Sep 2026 06:00 AM (IST)Updated: Mon, 21 Sep 2026 06:00 AM (IST)
gujarat-weather-forecast-live-updates-21-september-2026-imd-alert-light-rain-likely-today-no-rain-expected-in-saurashtra-from-sept-23

Gujarat Weather Forecast Live Updates (21 September 2026) | આજનું હવામાન વરસાદ: ગઇકાલે અમદાવાદ સહિત રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો હતો. કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદી ઝાપટાં પણ વરસ્યા હતા. ત્યારે હવામાન વિભાગે આગામી બેથી ત્રણ દિવસમાં રાજ્યમાંથી વિધિવત રીતે તબક્કાવાર ચોમાસું વિદાય લે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી ચોમાસાના વિદાયની શરૂઆત થશે. આજે રાજ્યમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

આજે 21 સપ્ટેમ્બરે હળવો વરસાદ થઇ શકે

હવામાન વિભાગ અનુસાર, 21 સપ્ટેમ્બર 2026ના રોજ કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, પાટણ, વાવ-થરાદ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

આ જિલ્લાઓમાં વરસાદની શક્યતા નહીં

22 સપ્ટેમ્બર 2026ના રોજ રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. જ્યારે 23થી 26 નવેમ્બર દરમિયાન અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પચંમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, વાવ-થરાદ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર જિલ્લામાં વરસાદની શક્યતા નથી.

3 દિવસમાં સૌરાષ્ટ્ર-કચ્છમાંથી ચોમાસું વિદાય લેશે

રાજસ્થાનના કેટલાક ભાગો અને પંજાબની સાથે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાંથી પણ આગામી 2 થી 3 દિવસમાં ચોમાસું વિદાય લેવા માટેની અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ છે. હાલમાં ચોમાસાની વિદાય રેખા રામગઢ, મોહનગઢ, ફલોદી, ખાજુવાલા પરથી પસાર થઈ રહી છે. બંગાળની ખાડીમાં લો-પ્રેશરનું નિર્માણ હવામાન કેન્દ્ર, અમદાવાદના જણાવ્યા અનુસાર, પૂર્વ-મધ્ય બંગાળની ખાડી અને તેની આસપાસના ઉત્તર આંદામાન સમુદ્રમાં લો-પ્રેશર વિસ્તાર સક્રિય છે. આ સિસ્ટમ પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધીને ૨૧ સપ્ટેમ્બરે ડિપ્રેશનમાં અને ૨૨ સપ્ટેમ્બરે વેસ્ટ-સેન્ટ્રલ બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. ૨૩ સપ્ટેમ્બરની સવાર સુધીમાં આ સિસ્ટમ ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠા સુધી પહોંચવાની સંભાવના છે. આ ઉપરાંત, અરબી સમુદ્ર અને દક્ષિણ-પશ્ચિમ મધ્યપ્રદેશ પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી રાજ્યમાં હજુ પણ વરસાદી માહોલ યથાવત છે.

Ahmedabad Weather: અમદાવાદમાં આજે કેવું રહેશે હવામાન

અમદાવાદના આજના હવામાનની વાત કરીએ તો આજે અમદાવાદમાં પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સુધી રહી શકે છે.

Rajkot Weather: રાજકોટમાં આજે કેવું રહેશે હવામાન

રાજકોટના આજના હવામાનની વાત કરીએ તો આજે રાજકોટમાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહી શકે છે. છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદની સંભાવના છે. શહેરમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સુધી રહી શકે છે.

Surat Weather: સુરતમાં આજે કેવું રહેશે હવામાન

સુરતના આજના હવામાનની વાત કરીએ તો આજે સુરતમાં પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સુધી રહી શકે છે.

Vadodara Weather: વડોદરામાં આજે કેવું રહેશે હવામાન

વડોદરાના આજના હવામાનની વાત કરીએ તો આજે વડોદરામાં પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સુધી રહી શકે છે.