Gujarat Weather Live: બપોરે આકરી ગરમી અને રાત્રે ઠંડીનો અનુભવ થશે, અમદાવાદ સહિતના શહેરોમાં પારો ઉંચો રહેશે

હવામાન વિભાગ અનુસાર આજે રાજ્યના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર નહીં થાય. તેમજ આગામી સાત દિવસ રાજ્યમાં મહત્તમ તાપમાન અને લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Wed, 21 Oct 2026 06:00 AM (IST)Updated: Wed, 21 Oct 2026 06:47 AM (IST)
gujarat-weather-forecast-live-updates-21-october-2026-high-temperatures-likely-in-ahmedabad-and-other-cities

Gujarat Weather Forecast Live Updates (21 October 2026) | આજનું હવામાન તાપમાન: ગુજરાતમાં કાળઝાળ ગરમીનો દોર યથાવત છે. જોકે રાત્રીના સમયે આંશિક ઠંડી અનુભવાઇ રહી છે. ગઇકાલે પણ રાજકોટમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર રહ્યો હતો અને આજે પણ 40 કે તેથી વધુ તાપમાન નોંધાય તેવી શક્યતા છે. હવામાન વિભાગ અનુસાર, રાજ્યમાં આજે મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર જોવા નહીં મળે એટલે કે ગઇકાલ જેવી જ ગરમી અને રાત્રે આંશિક ઠંડી વર્તાશે. અરબ સાગરમાં આકાર પામેલું વેલમાર્ક્ડ લો પ્રેશરની ગુજરાત પર સીધી અસર થવાની કોઇ શક્યતા હાલ નથી.

આજે રાજ્યનું હવામાન કેવું રહેશે

ગુજરાતના હવામાન અંગે જાણીએ તો રાજ્યના કેટલાક ભાગોમાં બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. દિવસે ભારે ગરમી તો રાત્રે આછી ઠંડી વર્તાઇ રહી છે. હવામાન વિભાગ અનુસાર આજે રાજ્યના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર નહીં થાય. તેમજ આગામી સાત દિવસ રાજ્યમાં મહત્તમ તાપમાન અને લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. એટલે કે રાજ્યમાં મહત્તમ તાપમાન 35થી 38 ડિગ્રી સુધી મોટાભાગમાં શહેરોમાં રહેશે, ક્યાંક 40 ડિગ્રી સુધી પણ જઇ શકે છે. લઘુત્તમ તાપમાન પણ 20થી 25 ડિગ્રીની રેન્જમાં રહી શકે છે.

અરબ સાગરની સિસ્ટમની ગુજરાતમાં અસર નહીં થાય

અરબ સાગરમાં ઉદ્ભવેલી સિસ્ટમ ગઇકાલે વેલમાર્ક્ડ લો પ્રેશરમાં ફેરવાઇ હતી અને માનવામાં આવતું હતું કે તે ડિપ્રેશનમાં પરિવર્તિત થઇને મજબૂત થઇ શકે છે. જોકે હાલની સ્થિતિએ આ સિસ્ટમ વેલમાર્ક્ડ લો પ્રેશરમાં જ યથાવત છે અને પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશા તરફ વધી છે. 21 ઓક્ટોબરે લો પ્રેશર એરિયામાં ફેરવાશે અને 22 ઓક્ટોબરે તે પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ દિશામાં સોમાલિયાના દરિયાકાંઠા તરફ આગળ વધશે.  આ સિસ્ટમની સીધી અસર ગુજરાત પણ થાય તેવી હાલ કોઇ શક્યતા નથી. જોકે રાજ્યના દરિયાકાંઠે હળવી હલચલ થઇ શકે છે.

ગુજરાતના દરિયાકાંઠે મોજા ઉછળી શકે

હ ગુજરાતના દરિયાકાંઠે કેવો રહેશે સમુદ્રનો મિજાજની તો અરબ સાગરમાં જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઇ છે તેનો આંશિક પ્રભાવ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળી શકે છે. અમરેલી, ભરૂચ, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ, કચ્છ, નવસારી, પોરબંદર, સુરત, વલસાડ જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઓછી ઉંચાઇવાળા મોજા ઉછળી શકે છે. જોકે તેની ઉંચાઇ 0.1થી 0.9 મીટરની હોઇ શકે છે. જેના પગલે આ વિસ્તારોમાં સાવચેતની ભાગરૂપે સ્વેલ સર્જની ચેતાવણી આપવામાં આવી છે અને આ વિસ્તારોમાં યલો એલર્ટ જારી કરાયું છે.

Ahmedabad Weather: અમદાવાદમાં આજે કેવું રહેશે હવામાન

અમદાવાદના આજના હવામાનની વાત કરીએ તો આજે અમદાવાદમાં મુખ્યત્વે આકાશ ચોખ્ખું રહેશે. શહેરમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સુધી રહી શકે છે.

Rajkot Weather: રાજકોટમાં આજે કેવું રહેશે હવામાન

રાજકોટના આજના હવામાનની વાત કરીએ તો આજે રાજકોટમાં આંશિક રીતે વાદળછાયું વાતાવરણ રહી શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સુધી રહી શકે છે.

Surat Weather: સુરતમાં આજે કેવું રહેશે હવામાન

સુરતના આજના હવામાનની વાત કરીએ તો આજે સુરતમાં મુખ્યત્વે આકાશમાં વાદળો છવાયેલા રહી શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સુધી રહી શકે છે.

Vadodara Weather: વડોદરામાં આજે કેવું રહેશે હવામાન

વડોદરાના આજના હવામાનની વાત કરીએ તો આજે વડોદરામાં સામાન્ય રીતે આકાશ વાદળછાયું રહી શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી સુધી રહી શકે છે.