Gujarat Weather Live: રાજકોટમાં આજે પણ કાળઝાળ ગરમી અનુભવાશે, જાણો ગુજરાતનું આજનું હવામાન

હવામાન વિભાગ અનુસાર, આજે રાજ્યમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફારની શક્યતા નથી એટલે કે મહત્તમ તાપમાન 35થી 40 ડિગ્રીની આસપાસ અને લઘુત્તમ તાપમાન 20થી 26 ડિગ્રીની વચ્ચે રહી શકે છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 20 Oct 2026 06:00 AM (IST)Updated: Tue, 20 Oct 2026 06:00 AM (IST)
gujarat-weather-forecast-live-updates-20-october-2026-rajkot-temperature-may-reach-40c-today

Gujarat Weather Forecast Live Updates (20 October 2026) | આજનું હવામાન તાપમાન: ગુજરાતમાં આજે આકરી ગરમીની સાથે રાત્રીના સમયે ઠંડીનો અનુભવ થઇ શકે છે. હવામાન વિભાગ અનુસાર આજે મહત્તમ તાપમાન અમદાવાદ સહિતના શહેરોમાં 35થી 38 સુધી જ્યારે રાજકોટમાં 40 ડિગ્રીએ પહોંચી શકે છે. જ્યારે લઘુત્તમ તાપમાન કેટલાક ભાગોમાં 20થી 21 ડિગ્રી સુધી નોંધાઇ શકે છે. ગઇકાલે રાજકોટમાં આકરી ગરમી પડી હતી અને આજે પણ એવોજ અહેસાસ થઇ શકે છે.

આજે કેટલું રહેશે તાપમાન

હવામાન વિભાગ અનુસાર, આજે રાજ્યમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફારની શક્યતા નથી એટલે કે મહત્તમ તાપમાન 35થી 40 ડિગ્રીની આસપાસ અને લઘુત્તમ તાપમાન 20થી 26 ડિગ્રીની વચ્ચે રહી શકે છે. તેમજ આગામી સાત દિવસ દરમિયાન પણ રાજ્યમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર જોવા નહી મળે. એટલે કે દિવસ દરમિયાન આકરી ગરમી અને રાત્રી દરમિયાન કેટલાક ભાગોમાં ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે.

40.4 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર

ગુજરાતમાં ગઇકાલે 19 ઓક્ટોબર 2026ના રોજ નોંધાયેલા મહત્તમ તાપમાનની વાત કરીએ તો રાજકોટમાં 40.4 ડિગ્રી, કંડલા પોર્ટમાં 39.5, સુરેન્દ્રનગરમાં 39.3, ભુજમાં 39, ડીસામાં 38.8, નલિયામાં 38.5, પોરબંદરમાં 38.4, કેશોદમાં 38.4, વલ્લભ વિદ્યાનગરમાં 37.7, સુરતમાં 37.7, વડોદરામાં 37.6, અમરેલીમાં 37.6, અમદાવદમાં 37.1, ભાવનગરમાં 36.4, મહુવામાં 36.4, દ્વારકામાં 36.2, ગાંધીનગરમાં 36, વેરાવળમાં 34.3, ઓખામાં 33 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

20 ડિગ્રી સાથે નલિયામાં રાત્રે ઠંડી અનુભવાઈ

રાજ્યના લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો નલિયામાં 20.1 ડિગ્રી, ગાંધીનગરમાં 22, પોરબંદરમાં 22.3, અમરેલીમાં 22.6, રાજકોટમાં 23.2, ડીસામાં 23.2, વડોદરામાં 23.4, કેશોદમાં 23.5, મહુવામાં 23.5, ભાવનગરમાં 23.9, અમદાવાદમાં 24.2, કંડલા પોર્ટમાં 24.5, ભુજમાં 24.8, વલ્લભ વિદ્યાનગરમાં 25, સુરેન્દ્રનગરમાં 25.2, ઓખામાં 25.4, સુરતમાં 25.7, દ્વારકામાં 25.8, વેરાવળમાં 26.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

Ahmedabad Weather: અમદાવાદમાં આજે કેવું રહેશે હવામાન

અમદાવાદના આજના હવામાનની વાત કરીએ તો આજે અમદાવાદમાં સામાન્ય રીતે આકાશ સ્વચ્છ રહેશે. શહેરમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સુધી રહી શકે છે.

Rajkot Weather: રાજકોટમાં આજે કેવું રહેશે હવામાન

રાજકોટના આજના હવામાનની વાત કરીએ તો આજે રાજકોટમાં આંશિક રીતે વાદળછાયું આકાશ રહી શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સુધી રહી શકે છે.

Surat Weather: સુરતમાં આજે કેવું રહેશે હવામાન

સુરતના આજના હવામાનની વાત કરીએ તો આજે સુરતમાં મુખ્યત્વે વાદળછાયું વાતાવરણ રહી શકે છે. શહેરમાં મહત્તમ તાપના 36 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સુધી રહી શકે છે.

Vadodara Weather: વડોદરામાં આજે કેવું રહેશે હવામાન

વડોદરાના આજના હવામાનની વાત કરીએ તો આજે વડોદરામાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહી શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સુધી રહી શકે છે.