Gujarat Weather Live: આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા, રાજ્યના અન્ય ભાગમાં કેવો રહેશે માહોલ આજનું હવામાન

આજે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવો વરસાદ થઇ શકે છે. ખાસ કરીને અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદની શક્યતા છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Mon, 19 Oct 2026 06:00 AM (IST)Updated: Mon, 19 Oct 2026 06:00 AM (IST)
gujarat-weather-forecast-live-updates-19-october-2026-rain-likely-in-saurashtra-and-south-gujarat-today

Gujarat Weather Forecast Live Updates (19 October 2026) | આજનું હવામાન તાપમાન: રાજ્યના કેટલાક ભાગોમાં ગરમી અને બફારો તો કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ અને હળવા વરસાદી ઝાપટાંનો માહોલ જોવા મળી રહ્યો છે. અરબ સાગરમાં સક્રિય થયેલું લો-પ્રેશર આજે વધુ મજબૂત થવાની પ્રબળ શક્યતા છે. જેની અસર રાજ્યના હવામાનમાં જોવા મળી શકે છે. આજે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવો વરસાદ થઇ શકે છે. ખાસ કરીને અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદની શક્યતા છે.

આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા

હવામાન વિભાગ અનુસાર, આજે અમરેલી, ભાવનગર, વલસાડ અને નવસારીમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. આજે રાજ્યમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ફેરફાર થવાની શક્યતા નથી અને આગામી સાત દિવસ રાજ્યના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર જોવા નહીં મળે. ગત 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા સ્થળોએ વરસાદ નોંધાયો હતો, જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છમાં હવામાન સૂકું રહ્યું હતું. કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા વધુ રહ્યું હતું. તેમજ લઘુત્તમ તાપમાનમાં પણ સામાન્ય કરતા વધારો જોવા મળ્યો હતો.

અરબી સમુદ્રમાં સર્જાયેલું લો-પ્રેશર 24 કલાકમાં મજબૂત થઇ શકે

અરબી સમુદ્રમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે 18 ઓક્ટોબરે દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં નવું લો-પ્રેશર બની ગયું છે, જે આગામી 24 કલાકમાં વધુ સક્રિય થઈ શકે છે. બીજી તરફ, લક્ષદ્વીપના ઉત્તર ભાગોમાં સક્રિય જૂની સિસ્ટમ હવે ધીમે-ધીમે નબળી પડી ગઈ છે. આ હવામાની ફેરફારોને કારણે દક્ષિણ અરબી સમુદ્ર, લક્ષદ્વીપ, માલદીવ અને કોમોરિન આસપાસના વિસ્તારોમાં વાદળોની ઘેરાબંધી અને પવનોની ભારે હલચલ જોવા મળી રહી છે.

રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારોમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. તેમજ ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે હિમાચલ પ્રદેશ અને પંજાબની આસપાસ સમુદ્ર સપાટીથી 3.1 કિમીની ઊંચાઈ પર સાયક્લોનિક સર્ક્યુલેશન છવાયેલું છે. આ સિસ્ટમ અંતર્ગત મધ્ય ટ્રોપોસ્ફિયરમાં 5.8 કિમીની ઊંચાઈએ 70°E રેખાંશ અને 28°N અક્ષાંશની ઉત્તરે ટ્રફ લાઈન પણ સક્રિય છે. આ સ્થિતિ વચ્ચે વિસ્તારમાં નીચલા સ્તરે ઉત્તરથી ઉત્તર-પૂર્વીય દિશાના પવનો સતત ફૂંકાઈ રહ્યા છે.

39.9 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર

રાજ્યમાં ગઇકાલે 18 ઓક્ટોબર 2026ના રોજ નોંધાયેલા મહત્તમ તાપમાનની વાત કરીએ તો 39.9 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું હતું. ત્યારબાદ નલિયામાં 39.8 ડિગ્રી, કંડલા પોર્ટમાં 39, વલ્લભ વિદ્યાનગરમાં 38.8, સુરેન્દ્રનગરમાં 38.8, અમરેલીમાં 38.7, ડીસામાં 38.6, કેશોદમાં 38.5, સુરતમાં 37.7, પોરબંદરમાં 37.5, અમદાવાદમાં 37.4, વડોદરામાં 37.4, ભાવનગરમાં 37.2, મહુવામાં 36.2, ગાંધીનગરમાં 35.5, વેરાવળમાં 34.8, દ્વારકામાં 34.4 અને ઓખામાં 32.5 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

રાત્રે પણ પારો ઉંચો રહ્યો

ગઇકાલે 18 ઓક્ટોબરના રોજ નોંધાયેલા લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો અમરેલીમાં 23 ડિગ્રી, ડીસામાં 23, ગાંધીનગરમાં 23.4, નલિયામાં 23.7, મહુવામાં 23.7, વડોદરામાં 24.4, ભુજમાં 24.6, કેશોદમાં 24.7, રાજકોટમાં 25.3, પોરબંદરમાં 25.3, વલ્લભ વિદ્યાનગરમાં 25.4, ભાવનગરમાં 25.4, કંડલા પોર્ટમાં 25.5, અમદાવાદમાં 25.8, સુરતમાં 25.9, દ્વારકામાં 26, ઓખામાં 26.2, વેરાવળમાં 26.6, સુરેન્દ્રનગરમાં 27 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

Ahmedabad Weather: અમદાવાદમાં આજે કેવું રહેશે હવામાન

અમદાવાદના આજના હવામાનની વાત કરીએ તો આજે અમદાવાદમાં આંશિક રીતે વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સુધી રહી શકે છે.

Rajkot Weather: રાજકોટમાં આજે કેવું રહેશે હવામાન

રાજકોટના આજના હવામાનની વાત કરીએ તો આજે રાજકોટમાં આંશિક રીતે આકાશમાં વાદળો છવાયેલા રહી શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુતત્મ તાપમાન 26 ડિગ્રી સુધી રહી શકે છે.

Surat Weather: સુરતમાં આજે કેવું રહેશે હવામાન

સુરતના આજના હવામાનની વાત કરીએ તો આજે સુરતમાં આકાશમાં વાદળો છવાયેલા રહી શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સુધી રહી શકે છે.

Vadodara Weather: વડોદરામાં આજે કેવું રહેશે હવામાન

વડોદરાના આજના હવામાનની વાત કરીએ તો આજે વડોદરામાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જયારે લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સુધી રહી શકે છે.