Gujarat Weather Live: અમદાવાદ, રાજકોટ સહિતના શહેરોમાં આકરી ગરમી અનુભવાશે, જાણો આજનું હવામાન

હવામાન વિભાગ અનુસાર, આજે મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર જોવા નહીં મળે. આગામી સાત દિવસ દરમિયાન મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Fri, 16 Oct 2026 06:00 AM (IST)Updated: Fri, 16 Oct 2026 06:00 AM (IST)
gujarat-weather-forecast-live-updates-16-october-2026-heat-to-continue-in-ahmedabad-rajkot-and-other-cities

Gujarat Weather Forecast Live Updates (16 October 2026) | આજનું હવામાન તાપમાન: ગુજરાતમાં ગઇકાલે કાળઝાળ ગરમી અનુભવાઈ હતી અને આજે પણ આકરી ગરમી પડી શકે છે. હવામાન વિભાગ અનુસાર, આજે મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. એટલે કે બપોર ગઇકાલ જેવીજ ગરમી પડી શકે છે. ગઇકાલે 40.6 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે 22 ડિગ્રી સાથે નલિયા ઠંડુ શહેર રહ્યું હતું.

આજે કેવું રહેશે હવામાન

હવામાન વિભાગ અનુસાર, આજે મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર જોવા નહીં મળે. આગામી સાત દિવસ દરમિયાન મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. 19 ઓક્ટોબરે નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. અમરેલી અને ભાવનગર જિલ્લામાં પણ અમુક જગ્યાએ સામાન્ય ઝાપટાં વરસી શકે છે. ઉત્તર પંજાબ અને તેની આસપાસના વિસ્તારોમાં સમુદ્ર સપાટીથી 3.1 થી 4.5 કિલોમીટરની ઊંચાઈએ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયેલું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સર્જાયેલી ટ્રફ લાઈન સમુદ્ર સપાટીથી 5.8 કિલોમીટરની ઊંચાઈ પર સ્થિર છે. હાલ ગુજરાતના નીચલા સ્તરે ઉત્તરથી ઉત્તર-પૂર્વીય દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે.

40 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર

હવામાન વિભાગ અનુસાર, ગઇકાલે 16 ઓક્ટોબર 2026ના રોજ રાજકોટમાં સૌથી વધુ 40.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ત્યારબાદ ડીસામાં 39.6 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 39.2, ભુજમાં 39, કેશોદમાં 39, અમરેલીમાં 38.5, પોરબંદરમાં 38.2, અમદાવાદમાં 38.1, વડોદરામાં 37.8, સુરતમાં 37.8, વલ્લભ વિદ્યાનગરમાં 37.5, વેરાવળમાં 37.1, ભાવનગરમાં 37, મહુવામાં 36.8, કંડલા પોર્ટ 36.6, ગાંધીનગરમાં 36.4, નલિયામાં 36.2, ઓખામાં 32.2 અને દ્વારકામાં 31.4 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

22 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠડું શહેર

રાજ્યમાં નોંધાયેલા લઘુત્તમ તાપમાન પર નજર કરીએ તો સૌથી ઓછું તાપમાન નલિયામાં 22 ડિગ્રી નોંધાયું હતું. મહુવામાં 23.7, અમરેલીમાં 24.2, કેશોદમાં 24.5, ગાંધીનગર અને પોરબંદરમાં 25, રાજકોટમાં 25.4, ભુજમાં 25.6, ભાવનગરમાં 25.8, વડોદરા અને કંડલા પોર્ટમાં 26, સુરતમાં 26.1, દ્વારકા અને ઓખામાં 26.2 ડિગ્રી તેમજ ડીસામાં 26.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદ, વલ્લભ વિદ્યાનગર અને વેરાવળમાં 26.6, સુરેન્દ્રનગરમાં 27 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

Ahmedabad Weather: અમદાવાદમાં આજે કેવું રહેશે હવામાન

અમદાવાદના આજના હવામાનની વાત કરીએ તો આજે અમદાવાદમાં સામાન્ય રીતે આકાશ ચોખ્ખું રહી શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સુધી રહી શકે છે.

Rajkot Weather: રાજકોટમાં આજે કેવું રહેશે હવામાન

રાજકોટના આજના હવામાનની વાત કરીએ તો આજે રાજકોટમાં આંશિક રીતે વાદળછાયું આકાશ રહી શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સુધી રહી શકે છે.

Surat Weather: સુરતમાં આજે કેવું રહેશે હવામાન

સુરતના આજના હવામાનની વાત કરીએ તો આજે સુરતમાં આંશિક રીતે આકાશમાં વાદળો છવાયેલા રહી શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી રહી શકે છે.

Vadodara Weather: વડોદરામાં આજે કેવું રહેશે હવામાન

વડોદરાના આજના હવામાનની વાત કરીએ તો આજે વડોદરામાં આજે આંશિક રીતે વાદળછાયું વાતાવરણ રહી શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સુધી રહી શકે છે.