Gujarat Weather Forecast Live Updates (15 October 2026) | આજનું હવામાન તાપમાન: ગુજરાતમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છમાં આભમાંથી જાણે કે આગ વરસી હોય તેવી ગરમીનો અનુભવ થયો છે. ગઇકાલે 40.2 ડિગ્રી સાથે ડીસા સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે સૌથી ઓછું લઘુત્તમ તાપમાન કેશોદમાં 21.9 ડિગ્રી રહ્યું હતું. હવામાન વિભાગ અનુસાર આજે પણ રાજ્યમાં અકળાવી દે તેવી ગરમી બપોરે પડી શકે છે. રાત્રે પણ લઘુત્તમ તાપમાન કેટલાક ભાગોમાં સામાન્ય કે તેથી નીચે રહેવાથી ઠંડક રહી શકે છે.
આજે રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે
હવામાન વિભાગ અનુસાર, આજે રાજ્યના તાપમાનમાં કોઇ મોટો ફેરફાર નહીં થાય. આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં લઘુતમ કે મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી. છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહ્યું છે.
19 ઓક્ટોબરે હળવાથી મધ્યમ વરસાદની આગાહી
19 ઓક્ટોબરના રોજ નવસારી, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે ઝાપટાં પડવાની શક્યતા છે. અમરેલી અને ભાવનગર જિલ્લામાં પણ અમુક જગ્યાએ હળવો વરસાદ થઈ શકે છે. જોકે, આ સિવાયના બાકીના તમામ જિલ્લાઓમાં હવામાન સૂકું જ રહેશે. ઉત્તર પાકિસ્તાન અને તેની સાથે જોડાયેલા જમ્મુ અને કાશ્મીર પર દરિયાઈ સપાટીથી 3.1 થી 4.5 કિમીની ઊંચાઈ વચ્ચે સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયેલું છે. આ ઉપરાંત દક્ષિણ રાજસ્થાનના મધ્ય ભાગો પર પણ દરિયાઈ સપાટીથી 0.9 કિમીની ઊંચાઈએ અપર એર સાયક્લોનિક સરક્યુલેશન યથાવત્ છે. હાલ રાજ્ય પર નીચલા સ્તરે ઉત્તરથી ઉત્તર-પૂર્વીય દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે.
40 ડિગ્રી સાથે ડીસા સૌથી ગરમ શહેર
ગઇકાલે 14 ઓક્ટોબર 2026ના રોજ રાજ્યમાં નોંધાયેલા મહત્તમ તાપમાની વાત કરીએ તો રાજ્યમાં સૌથી વધુ ગરમી ડીસામાં અનુભવાઇ હતી. ડીસામાં સૌથી વધુ 40.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ત્યારબાદ ભુજમાં 40.0 ડિગ્રી, રાજકોટમાં 39.5 , સુરેન્દ્રનગરમાં 39.3 , કેશોદ અને નલિયામાં 38.6 , અમદાવાદમાં 38.2 , કંડલા પોર્ટ અને અમરેલીમાં 37.7 , વડોદરા અને પોરબંદરમાં 37.6 , સુરતમાં 37.5 , વલ્લભ વિદ્યાનગરમાં 37.1 , ભાવનગરમાં 37.0 , મહુવામાં 36.6 , ગાંધીનગરમાં 36.2 , વેરાવળમાં 34.6 , ઓખામાં 33.1 અને દ્વારકામાં 32.6 તાપમાન નોંધાયું હતું.
21.9 ડિગ્રી સાથે કેશોદમાં રાત્રે ઠંડી વર્તાઇ
રાજ્યના લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો કેશોદમાં સૌથી ઓછું 21.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ત્યારબાદ અમરેલીમાં 22.2 ડિગ્રી, મહુવામાં 22.9 , ગાંધીનગરમાં 23.0 , પોરબંદરમાં 23.5 , રાજકોટમાં 24.2 , નલિયામાં 24.5 , વડોદરામાં 24.6 , અમદાવાદમાં 24.7 , ડીસા, વલ્લભ વિદ્યાનગર, ભાવનગર અને વેરાવળમાં 24.8 , સુરતમાં 25.1 , કંડલા એરપોર્ટમાં 25.4 , ભુજ અને સુરેન્દ્રનગરમાં 26.0 , દ્વારકામાં 26.1 , ઓખામાં 26.2 અને કંડલા પોર્ટમાં સૌથી વધુ 27.0 લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
Ahmedabad Weather: અમદાવાદમાં આજે કેવું રહેશે હવામાન
અમદાવાદના આજના હવામાનની વાત કરીએ તો આજે અમદાવાદમાં મુખ્યત્વે આકાશ સ્વચ્છ રહેશે. શહેરમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી અને લઘુતમ તાપમાન 25 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે.
Rajkot Weather: રાજકોટમાં આજે કેવું રહેશે હવામાન
રાજકોટના આજના હવામાનની વાત કરીએ તો આજે રાજકોટમાં મુખ્યત્વે સ્વચ્છ આકાશ વચ્ચે મહત્તમ તાપમાન 39 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી રહી શકે છે.
Surat Weather: સુરતમાં આજે કેવું રહેશે હવામાન
સુરતના આજના હવામાનની વાત કરીએ તો આજે સુરતમાં સામાન્ય રીતે આકાશ ચોખ્ખું રહેશે. મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે.
Vadodara Weather: વડોદરામાં આજે કેવું રહેશે હવામાન
વડોદરાના આજના હવામાનની વાત કરીએ તો આજે વડોદરામાં મુખ્યત્વે સ્વચ્છ આકાશ રહી શકે છે. મહત્તમ તાપમાન 37 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી રહેવાની શક્યતા છે.
