Gujarat Weather Forecast Live Updates (14 September 2026) | આજનું હવામાન વરસાદ: ગુજરાતમાં બે દિવસથી હળવોથી ભારે વરસાદ થઇ રહ્યો છે. હજી બે દિવસ રાજ્યમાં આ જ પ્રકારનું વાતાવરણ જોવા મળી શકે છે. હવામાન વિભાગ અનુસાર, આજે 14 સપ્ટેમ્બર 2026ના રોજ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ જ્યારે રાજકોટ, અમદાવાદ, ભાવનગર સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. 15 સપ્ટેમ્બરના રોજ પણ ભારે વરસાદની આગાહી છે. જોકે 16 સપ્ટેમ્બરથી રાજ્યમાં વરસાદનું જોર ઘટી શકે છે.
આજે આ જિલ્લાઓમાં અતિભારે વરસાદનું એલર્ટ
હવામાન વિભાગ અનુસાર, આજે 14 સપ્ટેમ્બર 2026ના રોજ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, નવસારી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. જ્યારે રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ, અમદાવાદ, આણંદ, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત પાટણ, વાવ-થરાદ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, વડોદરા, દાહોદ, છોટા ઉદેપુર જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદની શક્યતા છે.
15થી 19 સપ્ટેમ્બર રાજ્યમાં કેવો વરસાદ પડશે?
15 સપ્ટેમ્બરના રોજ જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ જિલ્લામાં ભારે વરસાદ થઇ શકે છે. 16થી 19 સપ્ટેમ્બર 2026 દરમિયાન રાજ્યમાં કચ્છ, મોરબી સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, મહીસાગર, અરવલ્લી, મહેસાણા, પાટણ, વાવ-થરાદ, બનાસકાંઠા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.
20થી 23 સપ્ટેમ્બર હળવા વરસાદની શક્યતા
નેશનલ સેન્ટર ફોર મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટિંગના વિવિધ મોડલ્સ અનુસાર, આગામી 20થી 23 સપ્ટેમ્બર 2026 દરમિયાન વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, આણંદ, ખેડા, અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી, કચ્છ, સુરેન્દ્રનગર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
ગુજરાતના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાઇ શકે
જખૌ, માંડવી (કચ્છ), મુંદ્રા, ન્યૂ કંડલા, નવલખી, સલાયા, ઓખા, બેડી, સિક્કા (જામનગર), પોરબંદર, મૂળદ્વારકા, વેરાવળ, દીવ, જાફરાબાદ, પીપાવાવ, પોર્ટ વિક્ટર, ભાવનગર, અલંગ, ભરૂચ, દહેજ, મગદલ્લાના દરિયાકાંઠામાં બે દિવસ સુધી હવામાન અત્યંત તોફાની રહેશે. ભારે પવન ફૂંકાઇ શકે છે અને ઊંચા મોજાં ઉછળી શકે છે. 35 થી 45 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જેની મહત્તમ ગતિ 55 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા છે. મહારાષ્ટ્રના ઉત્તર દરિયાકાંઠે પ્રથમ દિવસે 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, જે વધીને 60 કિમી પ્રતિ કલાક સુધી જઈ શકે છે.
ગુજરાતના દરિયાકાંઠે ઉંચા મોજા ઉછળવાની શક્યતા
વલસાડ, સુરત, પોરબંદર, નવસારી, કચ્છ, જૂનાગઢ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, ભાવનગર, ભરૂચ અને અમરેલી જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં 15 સપ્ટેમ્બર સુધી ઊંચા મોજા ઉછળવાની તેમજ દરિયાઈ કરંટ વધવાની ચેતવણી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગના પૂર્વાનુમાન અનુસાર, આ સમયગાળા દરમિયાન વિવિધ દરિયાઈ વિસ્તારોમાં 1.0 થી 2.8 મીટરની ઊંચાઈ ધરાવતા શક્તિશાળી મોજા કિનારા પર આવી શકે છે. જેના પગલે સાચવેત રહેવા જણાવવામાં આવ્યું છે.
અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન યથાવત
દક્ષિણ કોંકણ અને તેને અડીને આવેલા પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર પર સમુદ્રની સપાટીથી 3.1 કિલોમીટરથી 7.6 કિલોમીટરની ઊંચાઈ વચ્ચે સક્રિય બનેલું સાયક્લોનિક સર્ક્યુલેશન આજે 14 સપ્ટેમ્બરના રોજ પણ તે જ વિસ્તારમાં સ્થિર રહ્યું છે. આ સિસ્ટમના કારણે ગુજરાતથી ઉત્તર મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો, ખંભાતનો અખાત, દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર, માલદીવ અને કોમોરિન વિસ્તારમાં સક્રિયતા વધી છે. આ ભાગોમાં તીવ્રથી અતિ તીવ્ર વરસાદી વાદળો છવાયેલા છે. જ્યારે કચ્છના અખાત અને લક્ષદ્વીપ ટાપુઓ સહિત અરબી સમુદ્રના બાકીના ભાગોમાં છૂટાછવાયા નબળાથી મધ્યમ વાદળો જોવા મળ્યા છે.
