Gujarat Weather Forecast Live Updates (14 October 2026) | આજનું હવામાન તાપમાન: ગઇકાલે રાજ્યમાં ગરમીનો પ્રકોપ જોવા મળ્યો હતો અને આજે પણ રાજ્યના મોટાભાગના શહેરોમાં ઉનાળામાં અનુભવાતી આકરી ગરમીનો અનુભવ થઇ શકે છે. અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 39 ડિગ્રીની આસપાસ રહી શકે છે. કેટલાક શહેરોમાં મહત્તમ પારો 36થી 38 ડિગ્રી સુધી રહી શકે છે. હવામાન વિભાગ અનુસાર, આજે રાજ્યમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન ગઇકાલ જેટલું જ રહી શકે છે.
આજે ગરમી વધશે કે ઠંડીનો ચમકારો રહેશે
આ પણ વાંચો
હવામાન વિભાગ અનુસાર, આજે રાજ્યમાં મહત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર જોવા નહીં મળે, તેમજ લઘુત્તમ તાપમાનમાં પણ ફેરફારની શક્યતા નથી. આગામી સાત દિવસ પણ રાજ્યમાં આજ પ્રકારનું હવામાન રહી શકે છે. એટલે કે 19 ઓક્ટબર સુધી રાજ્યમાં મહત્તમ તાપમાન 36થી 39 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 19થી 24 ડિગ્રીની વચ્ચે રહી શકે છે. નેશનલ સેન્ટર ફોર મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટિંગ અનુસાર, 20થી 23 ઓક્ટોબર દરમિયાન મહત્તમ તાપમાન 36થી 38 ડિગ્રી સુધી રહી શકે છે. જ્યારે લઘુત્તમ તાપમાન 20થી 25 ડિગ્રીની આસપાસ રહી શકે છે.
રાજ્યનું કયું શહેર રહ્યું સૌથી ગરમ
ગઇકાલે 13 ઓક્ટોબર 2026ના રોજ આકરી ગરમી રહી હતી. રાજ્યમાં 39.8 ડિગ્રી સાથે ડીસા સૌથી ગરમ શહેર રહ્યું હતું. આ ઉપરાંત ભુજમાં 39.3, રાજકોટમાં 39, સુરેન્દ્રનગરમાં 39 ડિગ્રી સાથે ગરમ શહેર રહ્યાં હતા. તેમજ અમદાવાદમાં 38.5, સુરતમાં 38.1, કેશોદમાં 38, અમરેલીમાં 37.7, વડોદરામાં 37.6, કંડલા પોર્ટમાં 37, મહુવામાં 37, વલ્લભ વિદ્યાનગરમાં 36.9, ભાવનગરમાં 36.7, ગાંધીનગરમાં 36, નલિયામાં 36, પોરબંદરમાં 35, વેરાવળમાં 33.8, ઓખામાં 32.1 અને દ્વારકામાં 31.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
અમરેલીમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો
લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો રાજ્યના કેટલાક શહેરોમાં રાત્રીના સમયે અને વહેલી સવારે ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. ગઇકાલે અમરેલીમાં રાત્રે અને વહેલી સવારે રાજ્યમાં અન્ય શહેરો કરતા વધુ ઠંડી અનુભવાઇ હતી. આ ઉપરાંત કેશોદમાં 21.2, ગાંધીનગરમાં 21.5, મહુવામાં 21.9, વડોદરામાં 22.6, નલિયામાં 23, અમદાવાદમાં 23.1, ભાવનગરમાં 23.2, પોરબંદરમાં 23.2, ડીસામાં 23.3, વલ્લભ વિદ્યાનગરમાં 23.6, સુરતમાં 23.8, વેરાવળમાં 24.1, રાજકોટમાં 24.2, ભુજમાં 24.6, સુરેન્દ્રનગરમાં 25.3, ઓખામાં 25.6, દ્વારકામાં 25.6 અને કંડલા પોર્ટમાં 26.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
Ahmedabad Weather: અમદાવાદમાં આજે કેવું રહેશે હવામાન
અમદાવાદના આજના હવામાનની વાત કરીએ તો આજે અમદાવાદમાં મુખ્યત્વે સ્વચ્છ આકાશ રહેવાની સંભાવના છે. શહેરમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે.
Rajkot Weather: રાજકોટમાં આજે કેવું રહેશે હવામાન
રાજકોટના આજના હવામાનની વાત કરીએ તો આજે રાજકોટમાં આકરી ગરમી પડી શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સુધી રહી શકે છે. મુખ્યત્વે આકાશ સ્વચ્છ રહેશે.
Surat Weather: સુરતમાં આજે કેવું રહેશે હવામાન
સુરતના આજના હવામાનની વાત કરીએ તો આજે સુરતમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રીની આસપાસ રહી શકે છે. જ્યારે લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે. આકાશ સામાન્ય રીતે ચોખ્ખું રહેશે.
Vadodara Weather: વડોદરામાં આજે કેવું રહેશે હવામાન
વડોદરાના આજના હવામાનની વાત કરીએ તો આજે વડોદરામાં આકાશ સામાન્ય રીતે ચોખ્ખું રહેશે. શહેરમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રીની આસપાસ જ્યારે લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે.
