Gujarat Weather Live: આજે કટેલું રહેશે મહત્તમ અને લઘુત્તમ તાપમાન, જાણો આજનું હવામાન

હવામાન વિભાગ અનુસાર, આજે રાજ્યના મહત્તમ તાપમાન અને લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર જોવા નહીં મળે. એટલે કે બપોરે રાજ્યમાં ગરમીનો અનુભવ થઇ શકે છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Mon, 05 Oct 2026 06:00 AM (IST)Updated: Mon, 05 Oct 2026 06:00 AM (IST)
gujarat-weather-forecast-live-updates-05-october-2026-imd-alert-maximum-36-c-and-minimum-25-c-expected-today

Gujarat Weather Forecast Live Updates (05 October 2026) | આજનું હવામાન વરસાદ: ગુજરાતમાં આગામી દિવસોમાં ગરમીથી રાહત મળવાના કોઇ સકેંત દેખાતા નથી. આગામી 7 દિવસ સુધી સમગ્ર રાજ્યમાં વાતાવરણ સંપૂર્ણપણે સૂકું રહેશે. હવામાન વિભાગ અનુસાર, રાજ્યમાં આજે મહત્તમ તાપમાન 30થી 36 ડિગ્રીની આસપાસ જ્યારે લઘુત્તમ તાપમાન 22થી 25 ડિગ્રીની આસપાસ નોંધાઇ શકે છે. ગઇકાલે અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન 37.8 ડિગ્રી જ્યારે લઘુત્ત તાપમાન 23.8 ડિગ્રી નોંધાયું હતું. છેલ્લા 24 કલાકમાં પણ રાજ્યના તમામ વિસ્તારોમાં હવામાન કોરું રહ્યું હતું. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ નોંધાયું હતું, જ્યારે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં રાત્રિના સમયે સામાન્ય ઠંડકનો અનુભવ થયો હતો.

આજે કેટલું રહેશે મહત્તમ તાપમાન

હવામાન વિભાગ અનુસાર, આજે રાજ્યના મહત્તમ તાપમાન અને લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર જોવા નહીં મળે. એટલે કે બપોરે રાજ્યમાં ગરમીનો અનુભવ થઇ શકે છે. જ્યારે રાત્રે અને વહેલી સવારે આંશિક રીતે ઠંડી વર્તાશે. આ ઉપરાંત આગામી સાત દિવસ દરમિયાન પણ રાજ્યમાં આ જ પ્રકારનું હવામાન રાત્રે, સવારે અને બપોરે રહી શકે છે.

5થી 14 ઓક્ટોબર ગરમી અને ઠંડી કેવી રહેશે

નેશનલ સેન્ટર ફોર મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટિંગના વિવિધ મોડલ્સ અનુસાર, 5થી 14 ઓક્ટોબર દરમિયાન રાજ્યમાં બપોરે ગરમી યથાવત રહી શકે છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિતના શહેરોમાં મહત્તમ તાપમાન 30થી 36 ડિગ્રી કે તેથી વધુ નોંધાઇ શકે છે. જોકે રાત્રીના સમયે આંશિક રીતે ઠંડીનો અનુભવ થઇ શકે છે. મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન 22થી 26 ડિગ્રીની વચ્ચે રહી શકે છે.

Ahmedabad Weather: અમદાવાદમાં આજે કેવું રહેશે હવામાન

અમદાવાદના આજના હવામાનની વાત કરીએ તો આજે અમદાવાદમાં મુખ્યત્વે આકાશ ચોખ્ખું રહેશે. શહેરમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી સુધી રહી શકે છે.

Rajkot Weather: રાજકોટમાં આજે કેવું રહેશે હવામાન

રાજકોટના આજના હવામાનની વાત કરીએ તો આજે રાજકોટમાં સામાન્ય રીતે આકાશ સ્વચ્છ રહેશે. શહેરમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી સુધી રહી શકે છે.

Surat Weather: સુરતમાં આજે કેવું રહેશે હવામાન

સુરતના આજના હવામાનની વાત કરીએ તો આજે સુરતમાં મુખ્યત્વે આકાશ ચોખ્ખું રહી શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સુધી રહી શકે છે.

Vadodara Weather: વડોદરામાં આજે કેવું રહેશે હવામાન

વડોદરાના આજના હવામાનની વાત કરીએ તો આજે વડોદરામાં સામાન્ય રીતે આકાશ સ્વચ્છ રહેશે. શહેરમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સુધી રહી શકે છે.

ગઇકાલે કયા શહેરમાં કેટલું નોંધાયું મહત્તમ તાપમાન

શહેર મહત્તમ તાપમાન (°C)
લઘુત્તમ તાપમાન (°C)
અમદાવાદ 37.4 23.8
ડીસા 37 23.4
ગાંધીનગર 36 22
વી.વી. નગર 35.3 24
વડોદરા 37.2 23.8
સુરત 36.4 23.1
ભુજ 35.4 24.2
નલિયા 33.3 24
કંડલા પોર્ટ 35.1 24.2
અમરેલી 36.9 22.2
ભાવનગર 36.2 25
દ્વારકા 31.8 25.6
ઓખા 32.2 25.4
પોરબંદર 35 24
રાજકોટ 38.1 23.2
વેરાવળ 33.8 25.4
સુરેન્દ્રનગર 36.8 25.5
કેશોદ 35.9 22.8