LIVE BLOG

Gujarat News Today Live: પડતર માંગણીઓ મુદ્દે રેવન્યુ કર્મચારીઓની માસ સીએલ, રાજ્યમાં જનસેવા અને મહેસૂલી કામગીરી ખોરવાશે

ગુજરાતમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકાર દ્વારા લેવામાં આવતા મહત્વના નિર્ણયો અને મહત્વના સમાચારોથી અવગત રહેવા માટે રિફ્રેશ કરતા રહો...

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Mon, 05 Oct 2026 07:07 AM (IST)Updated: Mon 05 Oct 2026 07:35 AM (IST)
gujarat-latest-and-breaking-news-live-today-05-october-2026-weather-updates-top-headlines-and-taaja-samachar-in-gujarati-lb

Gujarat News Today Live 05 October, 2026 : પ્રમોશન, બદલી અને ફિક્સ પે સહિતની પડતર માંગણીઓ ન સંતોષાતા સોમવારે રાજ્યભરના 25 થી 30 હજાર જેટલા રેવન્યુ કર્મચારીઓ સામૂહિક રજા (માસ સીએલ) પર ઉતરી ગયા છે. આ હડતાળના પગલે અમદાવાદ કલેક્ટર કચેરી સહિત રાજ્યની વિવિધ કચેરીઓમાં જનસેવા કેન્દ્ર, જમીન રી-સરવે, 7-12 અને 8-અ ના ઉતારા, આવક અને જાતિના પ્રમાણપત્રો તેમજ દસ્તાવેજ નોંધણીની કામગીરી સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે, જેનાથી સરકારી કામ અર્થે આવતા રોજના હજારો અરજદારો મુશ્કેલીમાં મુકાયા છે. જો સરકાર દ્વારા આ મામલે તાત્કાલિક કોઈ નક્કર પગલાં લેવામાં નહીં આવે, તો કર્મચારી મહામંડળે આગામી 7મી ઓક્ટોબરથી અચોક્કસ મુદતની હડતાળ પર જવાની ચીમકી ઉચ્ચારી છે.  

05 Oct 2026, 07:35 AM

'ગુજરાત ભાડા વિધેયક 2026' ના વિરોધમાં વકીલોની અચોક્કસ મુદતની હડતાળ

રાજ્ય સરકાર દ્વારા પસાર કરાયેલા 'ગુજરાત ભાડા વિધેયક 2026' માં ભાડાના વિવાદો ઉકેલવાની સત્તા ન્યાયિક ઓથોરિટી પાસેથી લઈને વહીવટી અધિકારીઓને સોંપવાની જોગવાઈના વિરોધમાં ગુજરાતના વકીલોએ આજથી અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરી છે. આ વિરોધ પ્રદર્શનમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની સાથે હવે ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિયેશન પણ જોડાયું છે. આ હડતાળના કારણે એકલી મેટ્રો કોર્ટમાં જ અંદાજે 30 હજારથી વધુ કેસો અટવાઈ પડ્યા છે અને આગામી સમયમાં ટ્રીબ્યુનલ તેમજ રેવન્યુ કોર્ટની કામગીરીને પણ માઠી અસર પહોંચશે. ૫ ઓક્ટોબરથી રાજ્યભરના વકીલો સ્વૈચ્છિક રીતે કોર્ટની કાર્યવાહીથી અળગા રહેવાના હોવાથી નવા અને જૂના કેસોની સુનાવણી પર તેમજ જામીન અરજીઓ પર ગંભીર અસર પડશે.

05 Oct 2026, 07:12 AM

પડતર માંગણીઓ મુદ્દે રેવન્યુ કર્મચારીઓની માસ સીએલ

પ્રમોશન, બદલી અને ફિક્સ પે સહિતની પડતર માંગણીઓ ન સંતોષાતા સોમવારે રાજ્યભરના 25 થી 30 હજાર જેટલા રેવન્યુ કર્મચારીઓ સામૂહિક રજા (માસ સીએલ) પર ઉતરી ગયા છે. આ હડતાળના પગલે અમદાવાદ કલેક્ટર કચેરી સહિત રાજ્યની વિવિધ કચેરીઓમાં જનસેવા કેન્દ્ર, જમીન રી-સરવે, 7-12 અને 8-અ ના ઉતારા, આવક અને જાતિના પ્રમાણપત્રો તેમજ દસ્તાવેજ નોંધણીની કામગીરી સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે, જેનાથી સરકારી કામ અર્થે આવતા રોજના હજારો અરજદારો મુશ્કેલીમાં મુકાયા છે. જો સરકાર દ્વારા આ મામલે તાત્કાલિક કોઈ નક્કર પગલાં લેવામાં નહીં આવે, તો કર્મચારી મહામંડળે આગામી 7મી ઓક્ટોબરથી અચોક્કસ મુદતની હડતાળ પર જવાની ચીમકી ઉચ્ચારી છે.