Gujarat Weather Forecast Live Updates (02 October 2026) | આજનું હવામાન વરસાદ: આગામી 48 કલાકમાં ગુજરાતમાંથી ચોમાસું વિદાય લે તેવા સાનૂકુળ સંજોગો સર્જાયા છે. હવામાન વિભાગ અનુસાર, આજે રાજ્યમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર જોવા નહીં મળે. જેના પગલે રાત્રીના સમયે અને વહેલી સવારે આંશિક રીતે ઠંડીનો અનુભવ થઇ શકે છે. જ્યારે બપોર દરમિયાન ગરમીનું જોર રહી શકે છે. અમદાવાદ સહિતના શહેરોમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી સુધી રહી શકે છે.
આજે કેવું રહેશે ગુજરાતનું હવામાન?
હવામાન વિભાગ અનુસાર,આજે 2 ઓક્ટોબર 2026ના રોજ તાપી, ડાંગ, નવસારી, વલસાડ, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે ઝાપટાં પડી શકે છે. તાપમાનની વાત કરીએ તો આજે રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર જોવા મળશે નહીં. એટલે કે દિવસ દરમિયાન 31થી 36 ડિગ્રીની આસપાસ જ્યારે લઘુત્તમ તાપમાન 22થી 25 ડિગ્રી સુધી નોંધાઇ શકે છે. આગામી સાત દિવસ દરમિયાન પણ રાજ્યમાં આજ પ્રકારનું હવામાન રહી શકે છે. જેના પગલે દિવસ દરમિયાન ગરમી અને રાત્રે તથા વહેલી સવારે આંશિક ઠંડીનો અનુભવ થઇ શકે છે.
48 કલાકમાં ગુજરાતમાંથી વિદાય લેશે ચોમાસું
હવામાન વિભાગ અનુસાર, ચોમાસાની વિદાય રેખા હાલ ગુરદાસપુર, ચંદીગઢ, મુઝફ્ફરનગર, અલીગઢ, ધોલપુર, ઉદયપુર, ડીસા, નલિયા પરથી પસાર થઈ રહી છે. આગામી 48 કલાકમાં પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના બાકીના ભાગો તેમજ ગુજરાતના મોટાભાગના વિસ્તારો, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાંથી ચોમાસું વિદાય લેવા માટે સ્થિતિ સાનુકૂળ બનશે. આ સિવાય જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ અને છત્તીસગઢમાંથી પણ ચોમાસું આગળ વધશે. હાલમાં નીચલા સ્તરે ઉત્તર-પશ્ચિમથી ઉત્તર દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે. આ સાથે જ ઉત્તર હરિયાણા અને તેની આસપાસના વિસ્તારોમાં સમુદ્રની સપાટીથી 3.1 થી 4.5 કિમીની ઊંચાઈએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક સાયક્લોનિક સર્ક્યુલેશન તરીકે સક્રિય છે.
Ahmedabad Weather: અમદાવાદમાં આજે કેવું રહેશે હવામાન
અમદાવાદના આજના હવામાનની વાત કરીએ તો આજે અમદાવાદમાં આંશિક રીતે વાદળછાયુ વાતાવરણ જોવા મળી શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી સુધી રહી શકે છે.
Rajkot Weather: રાજકોટમાં આજે કેવું રહેશે હવામાન
રાજકોટના આજના હવામાનની વાત કરીએ તો આજે રાજકોટમાં આંશિક રીતે વાદળછાયુ વાતાવરણ રહી શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સુધી રહી શકે છે.
Surat Weather: સુરતમાં આજે કેવું રહેશે હવામાન
સુરતના આજના હવામાનની વાત કરીએ તો આજે સુરતમાં આંશિક રીતે વાદળછાયું વાતાવરણ રહી શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સુધી રહી શકે છે.
Vadodara Weather: વડોદરામાં આજે કેવું રહેશે હવામાન
વડોદરાના આજના હવામાનની વાત કરીએ તો આજે વડોદરામાં આંશિક રીતે વાદળછાયું વાતાવરણ રહેશે. શહેરમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સુધી રહી શકે છે.
