LIVE BLOG

Gujarat News Today Live: નવા MDR ચાર્જના વિરોધમાં ગુજરાતમાં આજે 'નો UPI ડે': વેપારીઓ માત્ર રોકડ જ સ્વીકારશે

ગુજરાતમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકાર દ્વારા લેવામાં આવતા મહત્વના નિર્ણયો અને મહત્વના સમાચારોથી અવગત રહેવા માટે રિફ્રેશ કરતા રહો...

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Fri, 02 Oct 2026 06:59 AM (IST)Updated: Fri, 02 Oct 2026 07:04 AM (IST)
gujarat-latest-and-breaking-news-live-today-02-october-2026-weather-updates-top-headlines-and-taaja-samachar-in-gujarati-lb

Gujarat News Today Live 02 October, 2026 : આગામી 15 ઓક્ટોબરથી UPI પેમેન્ટ પર લાગુ થનારા નવા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR)ના વિરોધમાં ગુજરાતના આશરે 600 જેટલા વેપારી સંગઠનોએ આજે ૨ ઓક્ટોબરના રોજ 'નો UPI ડે' મનાવવાની જાહેરાત કરી છે. નવા નિયમ મુજબ રૂ. 2000થી વધુના મર્ચન્ટ પેમેન્ટ પર 0.4 ટકાનો ચાર્જ વસૂલવામાં આવશે, જેનો સખત વિરોધ કરી વેપારીઓ આ ચાર્જમાંથી મુક્તિની માંગ કરી રહ્યા છે. આ વિરોધના ભાગરૂપે આજે ગાંધી જયંતીના દિવસે કાપડ, મોબાઈલ, ઓટોમોબાઈલ, ઇલેક્ટ્રોનિક્સ અને જ્વેલરી સહિતના તમામ બજારોમાં દુકાનદારો પોતાના QR કોડ પર કાળું કપડું ઢાંકી દેશે અને ગ્રાહકો પાસેથી માત્ર રોકડમાં જ વ્યવહાર કરશે. ડિજિટલ પેમેન્ટના આ વ્યાપક બહિષ્કારને પગલે રાજ્યમાં અંદાજે 50 કરોડ રૂપિયાના ઓનલાઈન ટ્રાન્ઝેક્શનને સીધી અસર પહોંચવાની શક્યતા છે.

02 Oct 2026, 07:04 AM

ગુજરાતમાં આજે 'નો UPI ડે': વેપારીઓ માત્ર રોકડ જ સ્વીકારશે

આગામી 15 ઓક્ટોબરથી UPI પેમેન્ટ પર લાગુ થનારા નવા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR)ના વિરોધમાં ગુજરાતના આશરે 600 જેટલા વેપારી સંગઠનોએ આજે ૨ ઓક્ટોબરના રોજ 'નો UPI ડે' મનાવવાની જાહેરાત કરી છે. નવા નિયમ મુજબ રૂ. 2000થી વધુના મર્ચન્ટ પેમેન્ટ પર 0.4 ટકાનો ચાર્જ વસૂલવામાં આવશે, જેનો સખત વિરોધ કરી વેપારીઓ આ ચાર્જમાંથી મુક્તિની માંગ કરી રહ્યા છે. આ વિરોધના ભાગરૂપે આજે ગાંધી જયંતીના દિવસે કાપડ, મોબાઈલ, ઓટોમોબાઈલ, ઇલેક્ટ્રોનિક્સ અને જ્વેલરી સહિતના તમામ બજારોમાં દુકાનદારો પોતાના QR કોડ પર કાળું કપડું ઢાંકી દેશે અને ગ્રાહકો પાસેથી માત્ર રોકડમાં જ વ્યવહાર કરશે. ડિજિટલ પેમેન્ટના આ વ્યાપક બહિષ્કારને પગલે રાજ્યમાં અંદાજે 50 કરોડ રૂપિયાના ઓનલાઈન ટ્રાન્ઝેક્શનને સીધી અસર પહોંચવાની શક્યતા છે.