Gujarat Weather Forecast Live Updates (01 October 2026) | આજનું હવામાન વરસાદ: આગામી બેથી ત્રણ દિવસમાં ગુજરાતમાંથી સંપૂર્ણપણે ચોમાસું વિદાય લે તેવા સંજોગો છે. હાલ ચોમાસાની વિદાય રેખા ડિસા અને નલિયામાંથી પસાર થઇ રહી છે. આજે રાજ્યના કેટલાક ભાગોમાં હળવો વરસાદ થવાની શક્યતા છે. જોકે મહત્તમ તાપમાનમાં વધારાની શક્યતાને પગલે દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થઇ શકે છે. જ્યારે લઘુત્તમ તાપમાન ઘટી શકે છે, જેના પગલે રાત્રે અને વહેલી સવારે હળવી ઠંડી અનુભવાશે.
2 થી 3 દિવસમાં ગુજરાતમાંથી ચોમાસું વિદાય લઇ શકે
નૈઋત્યના ચોમાસાની વિદાય રેખા ગુરદાસપુર, ચંદીગઢ, મુઝફ્ફરનગર, અલીગઢ, ધોલપુર, ઉદયપુર, ડીસા, નલિયા પરથી પસાર થઈ રહી છે. આગામી 2 થી 3 દિવસમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારો, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ તેમજ જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને બિહાર, ઝારખંડ, છત્તીસગઢ અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાંથી ચોમાસું સંપૂર્ણપણે વિદાય લે તેવી સાનુકૂળ સ્થિતિ સર્જાઈ રહી છે. ગઈકાલનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે ઉત્તર હરિયાણા અને તેની આસપાસના વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન તરીકે સક્રિય હતું, તે હાલમાં સમુદ્રની સપાટીથી 1.5 થી 5.8 કિમીની ઊંચાઈએ સ્થિત છે. પશ્ચિમી પવનોમાં રહેલી ટ્રફ રેખા સમુદ્રની સપાટીથી 7.6 કિમીની ઊંચાઈએ સક્રિય છે. હાલ આ રાજ્યમાં નીચલા સ્તરે દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે.
આજે 1 ઓક્ટબરે પવન સાથે વરસાદની શક્યતા
હવામાન વિભાગ અનુસાર, આજે 1 ઓક્ટોબર 2026ના રોજ બનાસકાંઠા, પાટણ, વાવ-થરાદ; દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ કે ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. જ્યારે 2થી 7 ઓક્ટોબર 2026 સુધી રાજ્યમાં હવામાન સંપૂર્ણપણે સૂકું રહી શકે છે.
રાજ્યમાં રાત્રીના સમયે ઠંડક અનુભવાશે
નેશનલ સેન્ટર ફોર મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટિંગના વિવિધ મોડલ્સ અનુસાર, 1થી 10 ઓક્ટોબર દરમિયાન મહત્તમ તાપમાન ઉંચું રહેવાની શક્યતા છે. જેના પગલે રાજ્યમાં દિવસ દરમિયાન ગરમી અને ઉકળાટમાં વધારો થઇ શકે છે. રાજ્યમાં મહત્તમ તાપમાન 30થી 35 ડિગ્રી કે તેથી વધુ રહી શકે છે. જોકે લઘુત્તમ પારો ગગડી શકે છે. જેના કારણે રાત્રીના સમયે અને વહેલી સવારે ઠંડકનો અનુભવ થવાની શક્યતા છે. લઘુત્તમ તાપમાન 18થી 24 ડિગ્રી સુધી રહી શકે છે.
Ahmedabad Weather: અમદાવાદમાં આજે કેવું રહેશે હવામાન
અમદાવાદના આજના હવામાનની વાત કરીએ તો આજે અમદાવાદમાં આંશિક રીતે વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સુધી રહી શકે છે.
Rajkot Weather: રાજકોટમાં આજે કેવું રહેશે હવામાન
રાજકોટના આજના હવામાનની વાત કરીએ તો આજે રાજકોટમાં આંશિક રીતે આકાશમાં વાદળો છવાયેલા રહી શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સુધી રહી શકે છે.
Surat Weather: સુરતમાં આજે કેવું રહેશે હવામાન
સુરતના આજના હવામાનની વાત કરીએ તો આજે સુરતમાં મુખ્યત્વે વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. હળવો વરસાદની શક્યતા છે. શહેરમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સુધી રહી શકે છે.
Vadodara Weather: વડોદરામાં આજે કેવું રહેશે હવામાન
વડોદરાના આજના હવામાનની વાત કરીએ તો આજે વડોદરામાં મુખ્યત્વે આકાશ ચોખ્ખું રહેશે. શહેરમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સુધી રહી શકે છે.
