Gujarat News Today Live 30 September, 2026 : અમદાવાદમાં વકરી રહેલી ટ્રાફિકની સમસ્યાને ઉકેલવા મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે જાહેર રોડ પર શાકભાજી અને ફ્રૂટના વેચાણ પર પ્રતિબંધ ફરમાવીને કડક કાર્યવાહી હાથ ધરી છે. મંગળવારે એસ્ટેટ વિભાગની ટીમોએ જમાલપુર, કાલુપુર, નરોડા, ખોડિયારનગર, ચાણક્યપુરી અને રાણીપ સહિતના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડીને પ્રથમ દિવસે જ 37 જેટલી લારીઓ અને સામાન જપ્ત કર્યો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દરેક વોર્ડમાં 2 થી 3 શાકમાર્કેટ બનાવવાની યોજના હેઠળ કુલ 32 માર્કેટમાંથી હાલ 12 કાર્યરત છે, છતાં ફેરિયાઓ તેમાં બેસવાને બદલે રોડ પર જ વેપાર કરે છે. જોકે, સામે પક્ષે ફેરિયાઓએ આક્ષેપ કર્યો છે કે નવા માર્કેટમાં બધાને પૂરતી જગ્યા મળતી ન હોવાથી, પ્રથમ જગ્યા ફાળવ્યા બાદ જ લારીઓ હટાવવાની કાર્યવાહી થવી જોઈએ.

અમદાવાદમાં રોડ પર શાકભાજી-ફ્રૂટ વેચનારા પર AMC ની તવાઈ
અમદાવાદમાં વકરી રહેલી ટ્રાફિકની સમસ્યાને ઉકેલવા મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે જાહેર રોડ પર શાકભાજી અને ફ્રૂટના વેચાણ પર પ્રતિબંધ ફરમાવીને કડક કાર્યવાહી હાથ ધરી છે. મંગળવારે એસ્ટેટ વિભાગની ટીમોએ જમાલપુર, કાલુપુર, નરોડા, ખોડિયારનગર, ચાણક્યપુરી અને રાણીપ સહિતના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડીને પ્રથમ દિવસે જ 37 જેટલી લારીઓ અને સામાન જપ્ત કર્યો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દરેક વોર્ડમાં 2 થી 3 શાકમાર્કેટ બનાવવાની યોજના હેઠળ કુલ 32 માર્કેટમાંથી હાલ 12 કાર્યરત છે, છતાં ફેરિયાઓ તેમાં બેસવાને બદલે રોડ પર જ વેપાર કરે છે. જોકે, સામે પક્ષે ફેરિયાઓએ આક્ષેપ કર્યો છે કે નવા માર્કેટમાં બધાને પૂરતી જગ્યા મળતી ન હોવાથી, પ્રથમ જગ્યા ફાળવ્યા બાદ જ લારીઓ હટાવવાની કાર્યવાહી થવી જોઈએ.