Gujarat Weather Forecast Today and Tomorrow | આજનું અને આવતીકાલનું હવામાન: ગુજરાતમાં આજે સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ અનુસાર આગામી ત્રણ દિવસ રાજ્યમાં આ જ પ્રકારનું વાતાવરણ રહી શકે છે. આજે અમદાવાદ, સુરત, વડોદરા સહિત રાજ્યના 12 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. જેના પગલે આ જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જ્યારે જૂનાગઢ, રાજકોટ અને ગાંધીનગર સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે. 14 અને 15 સપ્ટેમ્બરના રોજ પણ રાજ્યમાં ભારે વરસાદ થઇ શકે છે. 16 સપ્ટેમ્બરથી વરસાદનું જોર ઘટવાની શક્યતા છે.
આજે 13 સપ્ટેમ્બરે ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
આ પણ વાંચો
હવામાન વિભાગ અનુસાર, આજે 13 સપ્ટેમ્બર 2026ના રોજ સુરત, ભરૂચ, નવસારી, વલસાડ જિલ્લામાં અતિભારે જ્યારે અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, પાટણ, મહેસાણા, વાવ-થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
14 સપ્ટેમ્બરે આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી
14 સપ્ટેમ્બર 2026ના રોજ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, નવસારી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. જ્યારે રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ, અમદાવાદ, આણંદ, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત પાટણ, વાવ-થરાદ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, વડોદરા, દાહોદ, છોટા ઉદેપુર જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદની શક્યતા છે.
15 સપ્ટેમ્બરે રાજ્યમાં ભારે વરસાદની શક્યતા
15 સપ્ટેમ્બરના રોજ જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ જિલ્લામાં ભારે વરસાદ થઇ શકે છે. કચ્છ, મોરબી સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, મહીસાગર, અરવલ્લી, મહેસાણા, પાટણ, વાવ-થરાદ, બનાસકાંઠા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.
16થી 19 સપ્ટેમ્બર હળવો વરસાદ થઇ શકે
16થી 19 સપ્ટેમ્બર 2026 દરમિયાન રાજ્યમાં કચ્છ, મોરબી સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, મહીસાગર, અરવલ્લી, મહેસાણા, પાટણ, વાવ-થરાદ, બનાસકાંઠા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.
