Gujarat Weather Forecast: આજે સુરત સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા, જાણો 28 સપ્ટેમ્બર સુધી કેવો રહેશે વરસાદી માહોલ

હવામાન વિભાગ અનુસાર, આજે 22 સપ્ટેમ્બર 2026ના રોજ સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 22 Sep 2026 03:46 PM (IST)Updated: Tue, 22 Sep 2026 03:46 PM (IST)
gujarat-weather-forecast-heavy-rain-likely-in-surat-these-districts-weather-till-september-28

Gujarat Weather Forecast Today and Tomorrow | આજનું અને આવતીકાલનું હવામાન: રાજયમાં ફરી વરસાદનું જોર ઘટ્યું છે. કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ ઝાપટાં વરસી રહ્યાં છે. ત્યારે હવામાન વિભાગે આગામી બેથી ત્રણ દિવસમાં ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી ચોમાસું વિધિવત વિદાય લેવાની શરૂઆત કરી શકે છે તેવી શક્યતા વ્યક્ત કરી છે. આ સાથે જ આજે સુરત સહિતના દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં હળવો વરસાદની શક્યતા છે. 24થી 28 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની શક્યતા નહીંવત જોવા મળી રહી છે.

અરબી સમુદ્ર પરનું સાયક્લોનિક સર્ક્યુલેશન નબળું પડ્યું

હવામાન ખાતાની સત્તાવાર માહિતી અનુસાર, દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની વાપસીની રેખા જેસલમેર, નાગૌર, સીકર, રોહતક, પટિયાલા, ગુરદાસપુર પરથી પસાર થઈ રહી છે. આગામી 2થી 3 દિવસ દરમિયાન પંજાબ, હરિયાણા-ચંદીગઢ-દિલ્હીના બાકીના ભાગો, રાજસ્થાનના વધુ કેટલાક વિસ્તારો તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાંથી ચોમાસું વિદાય લેવા માટે સંજોગો અનુકૂળ બન્યા છે.

બીજી તરફ, પશ્ચિમ-મધ્ય અને નજીકના ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી પર ગઈકાલે સર્જાયેલું ડિપ્રેશન વધુ પશ્ચિમ તરફ ખસ્યું છે. આ સિસ્ટમ આગામી 12 કલાકમાં વધુ મજબૂત બની 'ડીપ ડિપ્રેશન'માં પરિવર્તિત થશે અને પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધીને 23 સપ્ટેમ્બરની રાત્રિથી 24 સપ્ટેમ્બરની વહેલી સવાર દરમિયાન વિશાખાપટ્ટનમ અને ગોપાલપુર વચ્ચે ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠાને ઓળંગશે. આ સાથે મધ્ય ટ્રોપોસ્ફિયરિક પશ્ચિમી પવનોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે, જ્યારે અરબી સમુદ્ર પરનું અગાઉનું સાયક્લોનિક સર્ક્યુલેશન હવે નબળું પડ્યું છે.

આજે આ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા

હવામાન વિભાગ અનુસાર, આજે 22 સપ્ટેમ્બર 2026ના રોજ સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. પંચમહાલ, દાહોદ, ભરૂચ, નર્મદા, વડોદરા, છોટા ઉદેપુર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ કેટલાક સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. જ્યારે બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, મહીસાગર, સુરેન્દ્રનગર, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા અને કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ અને ગાજવીજની શક્યતા છે. રાજ્યના કેટલાક ભાગોમાં 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.

23 સપ્ટેમ્બરે હળવો વરસાદ થવાની શક્યતા

23 સપ્ટેમ્બર 2026ના રોજ તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં કેટલાક સ્થળોએ જ્યારે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

24 સપ્ટેમ્બરે કયા જિલ્લાઓમાં વરસાદની શક્યતા નહીં

24 સપ્ટેમ્બર 2026ના રોજ મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ થઇ શકે છે. જ્યારે કચ્છ, વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર જિલ્લામાં વરસાદની શક્યતા નથી.

25 અને 26 સપ્ટેમ્બર ક્યાં વરસાદ નહીં થાય

25 અને 26 સપ્ટેમ્બર 2026 દરમિયાન ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ થઇ શકે છે. જ્યારે મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ કચ્છ, વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર જિલ્લામાં વરસાદની શક્યતા નથી.

27 અને 28 સપ્ટેમ્બર આ જિલ્લાઓમાં વરસાદની પડે

27 અને 28 સપ્ટેમ્બર દરમિયાન વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ થઇ શકે છે. જ્યારે ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ કચ્છ, વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર જિલ્લામાં વરસાદની શક્યતા નથી.