ગુજરાત યુનિ.ના પૂર્વ VC નીરજા ગુપ્તા વિવાદમાં ફસાયા, સ્વખર્ચમાં સરકારી રૂપિયા વાપરવા અને કરોડોની ગેરરીતિના ગંભીર આરોપ

આ મામલે ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ દીપક વ્યાસ તપાસ કરી રહ્યા છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 19 Sep 2026 04:02 PM (IST)Updated: Sat, 19 Sep 2026 04:02 PM (IST)
gujarat-university-ex-vc-neerja-gupta-corruption-alligation-investigation-ahmedabad
gujarat university ex vc neerja gupta

Neerja Gupta Corruption Case: ગુજરાત યુનિવર્સિટીના નિવૃત્ત પૂર્વ વાઈસ ચાન્સેલર (VC) નીરજા ગુપ્તા સામે સરકારી રૂપિયા પોતાની માટે વાપરવા અને કરોડો રૂપિયાની આર્થિક ગેરરીતિ કર્યાનો ગંભીર આરોપ છે. વિદેશ પ્રવાસ દરમિયાન સરકારી ખર્ચે બ્યુટી પ્રોડક્ટ્સ ખરીદવા સહિતના વિવિધ આરોપ અંગે તપાસ તેજ કરવામાં આવી છે. કાર્યવાહક કુલપતિ જગદીશ જોશીએ જણાવ્યું કે, ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ દીપક વ્યાસ આર્થિક અનિયમિતતા અને ગેરરીતિની વિસ્તૃત તપાસ કરી રહ્યા છે.

સરકારી ખર્ચે બ્યુટી પ્રોડક્ટ્સની ખરીદી કરી

આરોપ અનુસાર, પોતાની અમેરિકા અને દુબઈ યાત્રા દરમિયાન નીરજા ગુપ્તાએ લાખો રૂપિયાના બ્યુટી પ્રોડક્ટ્સ ખરીદ્યા હતા, અને તેના બિલ ગુજરાત યુનિવર્સિટીના માથે મંજૂર કરાવી દીધા હતા. આ ખરીદીમાં આઈ લાઈનર, બ્રશ અને લિપસ્ટિક જેવી સામગ્રીઓનો સમાવેશ થાય છે.

40 કરોડ રૂપિયાની ગ્રાન્ટમાં કથિત ગેરરીતિ

નીરજા ગુપ્તા પર સરકાર તરફથી મળતી રૂપિયા 40 કરોડની ગ્રાન્ટમાં પણ ભારે ગેરરીતિ થઈ હોવાના આરોપ લાગી રહ્યા છે. આ ઉપરાંત, ગુજરાત યુનિવર્સિટીના ભંડોળમાંથી લાખો રૂપિયા તેમના પુત્રના ખાતામાં જમા કરાવવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી છે, જે અંગે ગુજરાત યુનિવર્સિટી વહીવટી તંત્ર દ્વારા ઝીણવટભરી તપાસ ચલાવવામાં આવી રહી છે.

વધારાના પદ માટે મહિને 4.25 લાખનો પગાર

નીરજા ગુપ્તા પર અગાઉ પોતાની મરજી મુજબ પ્રાધ્યાપકોને લાખો રૂપિયાનો પગાર વહેંચવાનો પણ આરોપ છે. આ સિવાય, વાઈસ ચાન્સલરના પદ પર હોવા છતાં તેમણે યુનિવર્સિટીમાં પોતાના માટે એક અતિરિક્ત પદ ઊભું કર્યું અને યુનિવર્સિટીના ફંડમાંથી પ્રતિમાસ રૂપિયા 4.25 લાખનો વધારાનો પગાર મેળવ્યો હોવાનો પણ ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે.