GSRTC Extra Buses For Ambaji Bhadarvi Poonam Mela 2025: ગુજરાતના પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે ભાદરવી પૂનમનો મહામેળો યોજાય છે, જેમાં દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શનાર્થે ઉમટી પડે છે. ભાદરવી પૂનમના પવિત્ર મેળા દરમિયાન જગત જનની મા અંબાજીના દર્શનાર્થે આવતા લાખો ભક્તોની યાત્રા સરળ અને સુખદ બને તે સુનિશ્ચિત કરવા રાજ્ય સરકારે 5,500 વધારાની બસોનું સંચાલન શરૂ કર્યું છે. આ બસો 7 સપ્ટેમ્બર સુધી અંબાજી, ગબ્બર, દાંતા, પાલનપુર, મહેસાણા, અમદાવાદ, વડોદરા, સુરત સહિતના અનેક શહેરોને જોડશે.
રાજ્ય સરકારે 5,500 વધારાની બસોનું સંચાલન શરૂ કર્યું
ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી અને વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ દ્વારા માહિતી આપી છે કે અંબાજી ખાતે યોજાનાર પવિત્ર ભાદરવી પૂનમના મેળા દરમિયાન લાખો શ્રદ્ધાળુઓની સરળ અને આરામદાયક યાત્રા સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારે 5,500 વધારાની બસોનું સંચાલન શરૂ કર્યું છે.
To ensure a smooth and comfortable journey for lakhs of devotees visiting Maa Ambaji during the sacred Bhadarvi Poonam Mela, the state has started the operation of 5,500 additional buses.
— Harsh Sanghavi (@sanghaviharsh) September 2, 2025
✔️These buses will run till 7th September, connecting Ambaji, Gabbar, Danta, Palanpur,… pic.twitter.com/0nvV0CLI5B
7 સપ્ટેમ્બર સુધી આ બસ સેવા કાર્યરત રહેશે
GSRTCની આ વિશેષ બસ સેવા 7 સપ્ટેમ્બર સુધી કાર્યરત રહેશે. આ બસો અંબાજી, ગબ્બર, દાંતા, પાલનપુર, મહેસાણા, અમદાવાદ, વડોદરા, સુરત અને અન્ય ઘણા શહેરોને જોડશે. આ વ્યવસ્થા દ્વારા રાજ્યના ખૂણેખૂણેથી આવતા શ્રદ્ધાળુઓ જગત જનની મા અંબાજીના દિવ્ય દર્શન સરળતા અને ભક્તિભાવપૂર્વક કરી શકે તેવો હેતુ છે. આ વ્યાપક નેટવર્કથી દૂરદૂરથી આવતા યાત્રિકોને પણ પરિવહનની કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં.
દૂરદૂરથી આવતા યાત્રિકો માટે ફાયદારૂપ
ભાદરવી પૂનમનો મેળો એ ગુજરાતના સૌથી મોટા અને આસ્થાના પ્રતીક સમાન મેળાઓ પૈકીનો એક છે. આ મેળામાં ખાસ કરીને પગપાળા યાત્રિકોની સંખ્યા પણ મોટી હોય છે. રાજ્ય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવેલી આ વિશેષ પરિવહન સેવા લાખો ભક્તો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. તેનાથી યાત્રાનો થાક ઓછો થશે અને શ્રદ્ધાળુઓ વધુ ઉત્સાહ અને શાંતિપૂર્ણ રીતે પોતાના આરાધ્ય દેવીના દર્શન કરી શકશે. આ વધારાની બસ સેવા શરૂ થવાથી ખાસ કરીને દૂરના વિસ્તારોમાંથી આવતા અને જાહેર પરિવહન પર નિર્ભર રહેતા ભક્તોને ઘણી રાહત મળશે.