SIR Form Status: BLO તમારું SIR ફોર્મ જમા કરવાનું ભૂલી ગયા હોય તો, ક્યાંય જવાની જરૂર નથી; આ રીતે ઘરે બેઠા બે મિનિટમાં ચેક કરો સ્ટેટસ

અનેક લોકોના મનમાં પ્રશ્નો થઈ રહ્યા છે કે, શું BLOએ તેમનું ફોર્મ યોગ્ય રીતે સબમિટ કર્યું હશે કે કેમ? જો BLO મારું ફોર્મ સબમિટ નહીં કરે, તો શું મારું નામ મતદારયાદીમાંથી નીકળી જશે?

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 05 Dec 2025 03:23 PM (IST)Updated: Fri, 05 Dec 2025 03:28 PM (IST)
gujarat-sir-form-status-online-easy-step-by-step-checking-guide
HIGHLIGHTS
  • ગુજરાતમાં SIRની કામગીરી અંતિમ તબક્કામાં

SIR Form Status Online: હાલ ગુજરાત સહિત દેશના 9 રાજ્યો અને 3 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ચાલી રહેલી SIRની પ્રક્રિયા દરમિયાન ઘણાં લોકોએ પોતાનું એન્યુમરેશન ફોર્મ ભરી દીધુ છે. જો ગુજરાતની વાત કરીએ તો, રાજ્યમાં મતદારયાદી સુધારણાની કામગીરી હવે અંતિમ તબક્કામાં છે. મોટાભાગના લોકોએ જેમ-તેમ કરીને પોતાના ફોર્મ BLOને પકડાવી દીધા છે.

એવામાં સ્વાભાવિક રીતે લોકોના મનમાં એક પ્રશ્ન અચૂક થાય કે, શું BLOએ તેમનું ફોર્મ યોગ્ય રીતે સબમિટ કર્યું હશે કે કેમ? જો BLO મારું ફોર્મ સબમિટ નહીં કરે, તો શું મારું નામ મતદારયાદીમાંથી નીકળી જશે? જો કે સારી વાત એ છે કે, તમે ખુદ આ જાણકારી ક્યાંય પણ ગયા વિના માત્ર તમારા મોબાઈલ મારફતે થોડીક મિનિટોમાં મેળવી શકો છો.

જો તમે તમારું સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવીઝન (SIR)નું ફોર્મ ભરી દીધું છે, તો ચૂંટણી પંચ દ્વારા જણાવવામાં આવેલી ઑનલાઈન પદ્ધતિ દ્વારા તમે સરળતાથી ચકાસી શકો છો કે, તમારું ફોર્મ સ્વીકારવામાં આવ્યું છે કે હજું પ્રોસેસમાં છે.

હકીકતમાં SIRની પ્રક્રિયામાં એક એન્મ્યૂરેશન ફોર્મ ભરવું પડે છે, જેનો હેતું ચૂંટણી પંચની મતદાર યાદીમાં તમામ લાયક નાગરિકોના નામ સામેલ થઈ જાય. આ માટે બૂથ લેવલ ઑફિસર (BLO) ડોર ટૂ ડૉર જઈને લોકોને આ ફોર્મ પુરા પાડે છે અને જરૂરી જાણકારી મેળવે છે.

naidunia_image

તમને જાણાવી દઈએ કે, ચૂંટણી પંચે તમે ફોર્મ આપી દીધા પછી તેનું સ્ટેટસ ચેક કરવાની પણ સુવિધા આપી છે. જે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં SIRની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યાંના મતદાતાઓ voters.eci.gov.in વેબસાઈટ પર જઈને પોતાના ફોર્મનું સ્ટેટસ ઑનલાઈન ચેક કરી શકે છે.

naidunia_image

જો તમે પણ ફોર્મ આપી દીધું છે અને હવે તેનું સ્ટેટસ ચેક કરવા માંગતા હોવ તો અહીં અમે આપને સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જણાવવા જઈ રહ્યા છે. SIR Form Status Online:

  • સૌ પ્રથમ વેબસાઈટ voters.eci.gov.in પર જાવ
  • જ્યાં Fill Enumeration Form પર ક્લિક કરો, જેથી ડાયરેક્ટ લોગ ઈન પેજ ઑપન થઈ જશે
  • હવે તમારો મોબાઈલ નંબર કે પછી ચૂંટણી કાર્ડ પર દર્શાવેલા EPICનો ઉપયોગ કરીને લોગ ઈન થાવ
  • જો તમે પહેલાથી એકાઉન્ટ બનાવ્યું હોય, તો તમારા મોબાઈલ નંબર\EPIC નંબર, કેપ્ચા અને OTPની મદદથી લૉગ ઈન કરી શકો છો
  • હવે જો તમે પહેલીવાર ઉપયોગ કરવા માંગતા હોવ, તો તમારે Sign Upનો ઑપ્શન સિલેક્ટ કરવો પડશે
  • આગળના સ્ટેપમાં તમારે તમારા રાજ્યનું નામ પસંદ કરવાની કૉલમ આપી હશે, જેમાં તમારું સ્ટેટ સિલેક્ટ કર્યા બાદ બીજા બૉક્સમાં તમારો EPIC નંબર ફિલ કરવો પડશે. જે બાદ તમારે સબમિટનું બટન ક્લિક કરવું પડશે.
  • જો તમારું SIR ફોર્મ તમારા BLOએ જમા કરાવી દીધુ હશે, તો તમને ડિસ્પ્લેમાં Your Form Has Already Been Submitted For More Details Contact Your BLO લખેલું જોવા મળશે.
  • જેનો અર્થ એ થયો કે, BLO દ્વારા તમારું ફોર્મ સબમિટ કરી દેવામાં આવ્યું છે. વધુ જાણકારી માટે તમે BLOનો સંપર્ક કરી શકો છો.