SIR Form Status Gujarat: તમારું SIR ફોર્મ જમા થઈ ગયું કે નહીં આ રીતે ઓનલાઈન તપાસો

SIR એટલે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન – મતદારયાદીને સંપૂર્ણ અપડેટ કરવાની પ્રક્રિયા છે. આમાં જૂની ભૂલો દૂર થાય છે, ખોટી કે ડુપ્લિકેટ એન્ટ્રીઓ કાઢી નાખવામાં આવે છે.

By: Hariom SharmaEdited By:Hariom SharmaPublish Date: Tue, 02 Dec 2025 02:40 PM (IST)Updated: Tue, 02 Dec 2025 02:40 PM (IST)
how-to-check-your-sir-form-status-in-gujarat-at-home-quickly

SIR Form Status Gujarat: ગુજરાતમાં ચાલી રહેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયાને કારણે હજારો મતદારો મૂંઝવણમાં છે. ઘણાંને ખબર નથી કે ફોર્મ કેવી રીતે ભરવું કે જમા કરાવવું. આથી લોકો ચિંતામાં છે કે તેમનું SIR ફોર્મ ખરેખર જમા થયું છે કે નહીં.

SIR એટલે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન – મતદારયાદીને સંપૂર્ણ અપડેટ કરવાની પ્રક્રિયા છે. આમાં જૂની ભૂલો દૂર થાય છે, ખોટી કે ડુપ્લિકેટ એન્ટ્રીઓ કાઢી નાખવામાં આવે છે.

SIR ફોર્મનું સ્ટેટસ ચેક કરવું શા માટે જરૂરી છે?

ઘણા લોકો BLOને ફોર્મ આપીને નિશ્ચિંત થઈ જાય છે, પણ જ્યાં સુધી ફોર્મ ઓનલાઈન સિસ્ટમમાં અપલોડ ન થાય ત્યાં સુધી તે સત્તાવાર રીતે જમા ગણાતું નથી. કેટલીક વાર અપલોડમાં વિલંબ થાય છે, જેના કારણે ડ્રાફ્ટ મતદારયાદીમાં તમારું નામ ન આવી શકે. એટલે ભૂલ કે વિલંબથી બચવા માટે ઓનલાઈન સ્ટેટસ ચેક કરવું અત્યંત જરૂરી છે.

ઘરે બેઠાં SIR ફોર્મનું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું?

ભારત ચૂંટણી પંચે આ મતદારોની આ મૂંઝવણ દૂર કરવા ખૂબ જ સરળ ઓનલાઈન સુવિધા શરૂ કરી છે. હવે તમે ઘરે બેઠાં બે-ચાર મિનિટમાં જાણી શકો છો કે તમારું ફોર્મ અપલોડ થયું છે કે હજુ પેન્ડિંગ છે.

સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા:

1). ચૂંટણી પંચની અધિકૃત વેબસાઈટ ખોલો: https://voters.eci.gov.in

  1. હોમપેજ પર “Fill Enumeration Form” અથવા “SIR Form Status” જેવો વિકલ્પ દેખાશે, તેના પર ક્લિક કરો.

3). લૉગિન કરવા માટે તમારો મોબાઈલ નંબર અથવા EPIC નંબર (વોટર આઈડી કાર્ડ નંબર) નાખો.

4). તમારા મોબાઈલ પર આવેલ OTP નાખીને લૉગિન કરો.

5). તમારું રાજ્ય પસંદ કરો અને ફરીથી EPIC નંબર નાખો.

6). સ્ટેટસ ચેક કરો:

જો BLOએ ફોર્મ અપલોડ કરી દીધું હોય તો સ્ક્રીન પર લખેલું આવશે: “તમારું ફોર્મ સફળતાપૂર્વક સબમિટ થઈ ગયું છે” અથવા તમારી ભરેલી વિગતો દેખાશે.
જો હજુ અપલોડ ન થયું હોય તો ખાલી ફોર્મ ખુલશે. એટલે તમારું ફોર્મ હજુ પેન્ડિંગ છે.

જો ફોર્મ અપલોડ ન દેખાય તો શું કરવું?

  • BLO ઘણી વાર બેચમાં ફોર્મ અપલોડ કરે છે, એટલે થોડા દિવસ રાહ જુઓ અને ફરી ચેક કરો.
  • જો 7 દિવસ પછી પણ સ્ટેટસ ન બદલાય તો સીધા તમારા વિસ્તારના BLOનો સંપર્ક કરો.
  • જો તમે ઑનલાઇન જાતે ફોર્મ ભર્યું હોય અને તેમ છતાં ખાલી ફોર્મ દેખાય તો ફરીથી ભરીને સબમિટ કરી દો – બે વાર ભરવાથી કોઈ નુકસાન નથી.
  • કોઈ ભૂલ કે ખોટી માહિતી દેખાય તો તરત BLOને જાણ કરો.