Gujarat Rain Update: બપોર બાદ અમદાવાદમાં મેઘો વરસ્યો, એસજી હાઇવે સહિતના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Thu 01 Aug 2024 03:34 PM (IST)Updated: Thu 01 Aug 2024 04:42 PM (IST)
gujarat-rain-update-84-talukas-recieved-rainfall-till-2-pm-1-6-inches-in-khergam-and-1-4-inches-waghai-372687

Gujarat Rain: બપોર બાદ અમદાવાદમાં મેઘ મહેર જોવા મળી છે. અમદાવાદમાં ભારે પવન સાથે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેરના એસજી હાઇવે, પ્રહલાદનગર સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે.

ગુજરાતમાં આજે સવારથી અમુક જિલ્લાઓમાં મેઘાવી માહોલ જોવા મળ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મેહુલિયો વરસ્યો છે. સવારે 6થી બપોરે બે વાગ્યા સુધીમાં રાજ્યના 84 તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો છે. જેમાં ખેરગામમાં પોણા બે ઇંચ અને વઘઇમાં 1.4 ઇંચ વરસાદ વરસ્યો છે.

8 જિલ્લામાં 20 મિ.મી.થી 1.6 ઇંચ વધુ વરસાદ
રાજ્યના 8 તાલુકામાં 20 મિ.મી.થી 1.6 ઇંચ વધુ વરસાદ વરસ્યો છે. જેમાં ખેરગામમાં 1.6 ઇંચ, વઘઇમાં 1.3, આહવામાં 1.2, વલસાડમાં 1.2, વાંસદામાં 1.2 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે વ્યારામાં 23 મિ.મી., ડોલવણમાં 21 મિ.મી., ધરમપુરમાં 20 મિ.મી. વરસાદ વરસ્યો છે.

12 તાલુકામાં 10થી 20 મિ.મી. વચ્ચે વરસાદ
12 તાલુકામાં 10થી 20 મિ.મી. વચ્ચે વરસાદ વરસ્યો છે. જેમાં ચીખલીમાં 19 મિ.મી., બારડોલીમાં 18 મિ.મી., નખત્રાણામાં 17, સુબીરમાં 17, સોનગઢમાં 17, પલસાણામાં 13, અબડાસામાં 12, ઉમરપાડામાં 12, ગણદેવીમાં 10, ઉચ્છલમાં 10 અને વાલોડમાં 10 મિ.મી. વરસાદ વરસ્યો છે.

64 તાલુકામાં 10 મિ.મી. કરતા ઓછો વરસાદ
64 તાલુકામાં 10 મિ.મી. કરતા ઓછો વરસાદ વરસ્યો છે. જેમાં વાપીમાં 9 મિ.મી., દાંતામાં 8, ડેડિયાપાડામાં 8, જેતપુર પાવીમાં 8, મુંદ્રામાં 7, કડીમાં 7, સુરત શહેરમાં 7, નવસારીમાં 7, જલાલપોરમાં 7, માળિયામાં 7, ધોરાજીમાં 6 અને સાગબારામાં 6 મિ.મી. વરસાદ વરસ્યો છે.