Gujarat Rain Forecast Today and Tomorrow | આજનું અને આવતીકાલનું હવામાન: ગુજરાતમાં ચોમાસાની સક્રિયતા વચ્ચે હવામાન વિભાગ (IMD) દ્વારા રાજ્યભરમાં આજે 12 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર 2026 સુધી ભારેથી અત્યંત ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના આગાહી અનુસાર, આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં અત્યંત ભારેથી ભારે વરસાદ પડવાની શક્યતા છે, જ્યારે સપ્તાહના મધ્ય અને અંતિમ ભાગમાં રાજ્યભરમાં સાર્વત્રિક હળવાથી મધ્યમ વરસાદી માહોલ રહેવાનું અનુમાન છે. ચાલો જાણીએ આજે 12 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી રાજ્યના કયા કયા વિસ્તારોમાં વરસાદ વરસશે.
12 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર
હવામાન વિભાગની આગાહી મુજબ, આજે 12 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર યથાવત રહેવાની શક્યતા છે. નવસારી, ડાંગ, વલસાડ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા-નગર હવેલીના છૂટાછવાયા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત અને તાપી જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.
13 સપ્ટેમ્બરે નવસારી-વલસાડમાં અત્યંત ભારે વરસાદનું એલર્ટ
13 સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં વરસાદનું જોર વધવાની ધારણા છે. નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા અને નગર હવેલીના છૂટાછવાયા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે સાથે અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના છે. આ સાથે જ ડાંગ, તાપી, સુરત, ભરૂચ તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલી જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદનું અનુમાન છે. આ ઉપરાંત આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, પંચમહાલ, દાહોદ, અમદાવાદ, બોટાદ, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.
14 સપ્ટેમ્બરે ગુજરાતમાં વરસાદનું જોર યથાવત રહેશે
હવામાન વિભાગની આગાહી મુજબ, 14 સપ્ટેમ્બરના રોજ નવસારી, વલસાડ, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, દીવ, દમણ તથા દાદરા અને નગર હવેલીના છૂટાછવાયા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની ચેતવણી છે. આ ઉપરાંત ભરૂચ, ડાંગ, તાપી, સુરત, બોટાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, મોરબી, અમરેલી, જામનગર, દેવભૂમિ દ્વારકા અને કચ્છના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની શક્યતા છે.
15 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રના 5 જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ
હવામાન વિભાગની આગાહી મુજબ, 15 સપ્ટેમ્બરના રોજ સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર જોવા મળી શકે છે. જામનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ અને દીવના છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની ચેતવણી આપવામાં આવી છે.
16-17 સપ્ટેમ્બરે ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની શક્યતા
હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, 16 અને 17 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના તમામ જિલ્લાઓમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. કચ્છથી લઈને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત સુધીના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ અને મહીસાગર સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર અને બોટાદ તેમજ દક્ષિણ ગુજરાતમાં વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં પણ વરસાદની સંભાવના છે.
18 સપ્ટેમ્બરે ગુજરાતમાં વરસાદની આગાહી
હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, 18 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી સહિત ઉત્તર ગુજરાતમાં તેમજ દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદ સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
ગાંધીનગર, અમદાવાદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચ સહિત મધ્ય તથા પૂર્વ ગુજરાતમાં કેટલાક સ્થળોએ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં પણ કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
