Gujarat Rain Forecast: સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદનું રેડ અને ઓરેન્જ એલર્ટ, જાણો હવામાન વિભાગની શું છે આગાહી

મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ જિલ્લામાં અત્યંત ભારે જ્યારે અમદાવાદ, પાટણ, વાવ-થરાદ, બનાસકાંઠા, મહેસાણા, આણંદ, ભરૂચ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતા છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Mon, 14 Sep 2026 01:30 PM (IST)Updated: Mon, 14 Sep 2026 01:30 PM (IST)
gujarat-rain-forecast-imd-issues-red-and-orange-alert-for-heavy-rain-in-saurashtra-and-north-gujarat

Gujarat Rain Forecast Today and Tomorrow | આજનું અને આવતીકાલનું હવામાન: ગુજરાતમાં આજે સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી 48 કલાક રાજ્ય માટે ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર, આજે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદ થઇ શકે છે. રાજકોટ, મોરબી સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યંત ભારે વરસાદની શક્યતાને પગલે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જ્યારે જૂનાગઢ, જામનગર, દેવભૂમિ દ્વારકા, મહેસાણા, બનાસકાંઠા અને અમદાવાદ સહિતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર, આજે 14 સપ્ટેમ્બર 2026ના રોજ મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ જિલ્લામાં અત્યંત ભારે જ્યારે અમદાવાદ, પાટણ, વાવ-થરાદ, બનાસકાંઠા, મહેસાણા, આણંદ, ભરૂચ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતા છે. સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, વડોદરા, સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદ થઇ શકે છે. ઉપરાંત, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

15 સપ્ટેમ્બરે ભારે વરસાદની શક્યતા

15 સપ્ટેમ્બર 2026ના રોજ કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, પાટણ, વાવ-થરાદ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

16 અને 17 સપ્ટેમ્બર હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે

16 અને 17 સપ્ટેમ્બર 2026ના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, પાટણ, વાવ-થરાદ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ જિલ્લામાં કેટલાક સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

18થી 20 સપ્ટેમ્બર કેવો રહેશે વરસાદી માહોલ

18થી 20 સપ્ટેમ્બર 2026 દરમિયાન પાટણ, વાવ-થરાદ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.