Ambaji Railway Project: આશરે 116 કિમી લાંબી તારંગા ટેકરી-અંબાજી-આબુ રોડ નવી રેલ્વે લાઇન પર કામ ચાલી રહી છે અને પ્રોજેક્ટના ભાગરૂપે પોશીના તાલુકાના ડુંગરાળ વિસ્તારમાં 1.3 કિમી લાંબી ટનલનું બાંધકામ શરૂ થઈ ગયું છે. આ ટનલ ગુજરાતની સૌથી મોટી ટનલ હશે જેની ઊંચાઈ 8 મીટર અને પહોળાઈ 10 મીટર હશે. કેન્દ્રીય રેલ્વે મંત્રાલય અને ગુજરાત સરકાર સંયુક્ત રીતે આ પ્રોજેક્ટને પાંચ તબક્કામાં પૂર્ણ કરી રહ્યા છે. આ પ્રોજેક્ટ પાછળ આશરે રૂપિયા 2,798.16 કરોડ થવા જઈ રહ્યો છે.
આ કામ આગામી 5 વર્ષમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. આ રેલ્વે લાઈન 6 નદી અને 60 ગામડામાંથી પસાર થશે, જેનો લાભ ગુજરાતના 3 જિલ્લાના 104 ગામડાને મળશે. આ રૂટ પર 11 ટનલ, 54 મોટા પુલ અને 151 નાના પુલ બનાવવામાં આવશે. આ લાઇનમાં ગુજરાતમાં 11 સ્ટેશન અને રાજસ્થાનમાં 4 સ્ટેશનનો સમાવેશ થશે. આ પ્રોજેક્ટ કે જે વર્ષ 2022ના ઉત્તરાર્ધમાં શરૂ થવાનો છે તેને 5 વર્ષમાં પૂરો કરવાનો લક્ષ્યાંક છે.
આ પણ વાંચો
ગુજરાતના શક્તિપીઠ અંબાજીમાંથી પસાર થતી આ રેલ્વે લાઇન પર 13 ટનલ બનાવવામાં આવશે, જેની લંબાઈ 13 કિમી હશે. આ રેલ્વે લાઇન પરનો સૌથી ઊંચો પુલ આબુ રોડ બ્લોકના સુરપાગલા ગામ નજીક બનાવવામાં આવશે, જેની ઊંચાઈ 80 મીટર હશે. આબુરોડ બ્લોકના કુઇ, ચંદ્રાવતી, સિયાવા વગેરે વિસ્તારોમાં રેલ્વે લાઇન નાખવા માટે તેને એકસમાન બનાવવા માટે જમીનનું સ્તરીકરણ કરવામાં આવશે, વૃક્ષો કાપવા અને માટી પરીક્ષણ વગેરે જેવા કામો ચાલી રહ્યા છે.
કુલ 15 સ્ટેશનો બનાવવામાં આવશે
આ રેલ્વે રૂટ પર આબુ રોડ સહિત કુલ 15 રેલ્વે સ્ટેશન હશે. સૌથી મોટું સ્ટેશન ગુજરાતના અંબાજી ખાતે હશે, જ્યાં મુસાફરો માટે આરામ કરવા માટે છ માળનો રેસ્ટ રૂમ બનાવવામાં આવશે.તેનાથી ધાર્મિક કાર્યક્રમોમાં આવતા લાખો ભક્તોને પણ સુવિધા મળશે.
આ પ્રોજેક્ટ હેઠળ રાજસ્થાનના સિરોહી જિલ્લાઓ અને ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાઓને આવરી લેવામાં આવશે. આ સાથે ગુજરાત અને રાજસ્થાનના ઘણા ધાર્મિક સ્થળો એકબીજા સાથે જોડાશે.
