ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓ સામે નવી રણનીતિ! જૂના કેસના આરોપીઓની સંપત્તિ પર પોલીસની નજર

ગુજરાત પોલીસે ડ્રગ્સના ગેરકાયદેસર કારોબારને નાબૂદ કરવા નવી રણનીતિ અપનાવી છે, જેમાં ડ્રગ્સના નાણાંથી ઊભી કરાયેલી મિલકતોને નિશાન બનાવવામાં આવશે..

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 25 Nov 2026 03:25 PM (IST)Updated: Wed, 25 Nov 2026 03:25 PM (IST)
gujarat-police-targets-drug-mafia-properties-ndps-act-action

Gujarat Police drug Action: ગુજરાતમાં ડ્રગ્સના ગેરકાયદેસર કારોબારને જડમૂળથી નેસ્તનાબૂદ કરવા માટે રાજ્ય પોલીસે કડક અને આક્રમક વલણ અપનાવ્યું છે. માત્ર ડ્રગ્સ પેડલરો કે તસ્કરોની ધરપકડ પૂરતી મર્યાદિત ન રહેતા, હવે પોલીસ ડ્રગ્સના નાણાંથી ઊભી કરાયેલી મિલકતો પર ત્રાટકવાની તૈયારીમાં છે. આ અંતર્ગત NDPS એક્ટ હેઠળ ભૂતકાળમાં નોંધાયેલા કેસના આરોપીઓની ગેરકાયદેસર સંપતિનો સઘન સર્વે હાથ ધરવામાં આવ્યો છે,

જૂના કેસોના આરોપીઓની મિલકતો રડારમાં

ગુજરાત પોલીસ દ્વારા હાથ ધરાયેલા આ સર્વેનો મુખ્ય ઉદેશ્ય એ શોધી કાઢવાનો છે કે, ડ્રગ્સના નેટવર્ક સાથે જોડાયેલા આરોપીઓ દ્વારા ગેરકાયદેસર કમાણીમાંથી કોઈ જમીન, મિલકત, મકાન કે અન્ય સંપતિ ખરીદી છે કે નહી. જો પોલીસને ડ્રગ્સની આવકમાંથી કોઈ મિલકત ખરીદી હોવાની જાણ થશે. તો તેની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેમજ જો ગેરકાયદેસર સંપતિને તોડી પાડવા સુધીના પગલાં પણ લેવામાં આવી શકે છે.

પોલીસે હાથ ધરી સંપતિની ચકાસણી

પોલીસ દ્વારા અગાઉ એનડીપીએસ એક્ટ હેઠળ જે પણ આરોપીઓ સામે ગુના નોંધાયા છે. તેમની સ્થાવર અને જંગમ મિલકતોની ચકાસણી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ડ્રગ્સના વેચાણ કે હેરાફેરીથી મળેલી આવક કયાં વપરાઈ છે. તેમજ કયા સ્વરુપે તેનું રોકાણ કરવામાં આવ્યું છે. તે દિશામાં પોલીસની ઉડાણપૂર્વકની તપાસ ચાલી રહી છે. આ ઉપરાંત પોલીસે એ પણ તૈયારી કરી લીધી છે કે, જો ડ્રગ્સના નાણાંથી કોઈ આરોપીઓએ મિલકતો ઉભી કરી છે તો તેના પર બુલડોઝર ફેરવી દેવાશે

સૌની નજર પોલીસ કાર્યવાહી પર

ટૂંક સમયમાં રાજ્યભરમાં ડ્રગ્સના આરોપીઓની સંપત્તિને લઈને મોટી કાર્યવાહી થાય તેવી શક્યતા છે. મિલકતોના સર્વે બાદ કયા નવા ખુલાસા બહાર આવે છે અને કોની સામે કયા પ્રકારના પગલાં લેવાય છે, તેના પર સૌની નજર રહેશે. આ કડક અભિયાનથી ડ્રગ્સના દૂષણને ડામવા માટે પોલીસની પ્રતિબદ્ધતા વધુ સ્પષ્ટ બની છે.