Gujarat Police Recruitment 2026: ગુજરાત પોલીસ ભરતીની શારીરિક કસોટીનું પરિણામ જાહેર, 1.10 લાખથી વધુ ઉમેદવારોએ મેદાન માર્યું

ગત 21 જાન્યુઆરીએ PSIની 858 અને LRD કેડરની 12,733 જગ્યાઓ માટે ગુજરાતભરના 15 મેદાનોમાં શારીરિક કસોટી લેવામાં આવી હતી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 25 Feb 2026 10:58 PM (IST)Updated: Wed, 25 Feb 2026 10:58 PM (IST)
gujarat-police-recruitment-2026-psi-and-lrd-physical-test-results-declared-1-10-lakh-candidates-qualified
HIGHLIGHTS
  • આગામી 19 એપ્રિલના રોજ લેખિત પરીક્ષા લેવાઈ શકે છે
  • ફિઝિકલ ટેસ્ટમાં 74,591 પુરુષ અને 36,074 મહિલા સફળ

Gujarat Police Recruitment 2026: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ગત 21 જાન્યુઆરીએ પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) અને લોકરક્ષક (LRD) કેડરની શારીરિક કસોટી (ફિઝિકલ ટેસ્ટ) આપનારા ઉમેદવારોની આતુરતાનો આખરે અંત આવ્યો છે. હકીકતમાં પોલીસ ભરતી બોર્ડ દ્વારા શારીરિક કસોટીનું સત્તાવાર પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે.

13,591 જગ્યા પર સીધી ભરતી માટે શારીરિક કસોટી લેવાઈ હતી
ગત 21 જાન્યુઆરીના રોજ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ સબ ઈન્સ્પેક્ટરની 858 જગ્યા તેમજ લોકરક્ષક કેડરની 12,733 જગ્યા મળીને કુલ 13,591 પોસ્ટ પર ભરતી માટે અમદાવાદ સહિત ગુજરાતભરના 15 સ્થળોએ શારીરિક કસોટી લેવામાં આવી હતી.

જેનું આજે પોલીસ ભરતી બોર્ડ દ્વારા સત્તાવાર પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. જેમાં 74,591 પુરુષ અને 36,074 મહિલા મળીને કુલ 1,10,665 ઉમેદવારો સફળ થયા છે.

લેખિત પરીક્ષા 19 એપ્રિલના રોજ લેવાઈ શકે
ફિઝિકલ ટેસ્ટમાં પાસ થયેલા આ 1.10 લાખથી વધુ ઉમેદવારો હવે લેખિત પરીક્ષામાં બેસી શકશે. બોર્ડ દ્વારા લેખિત પરીક્ષા માટે 19 એપ્રિલ 2026ની સંભાવિત તારીખ આપવામાં આવી છે. આ સાથે જ ઉમેદવારોને અત્યારથી જ લેખિત પરીક્ષા માટે તૈયારી શરૂ કરવાની સૂચના અપાઈ છે. આ સંદર્ભે વધુ જાણકારી બોર્ડ સત્તાવાર વેબસાઈટ gprb.gujarat.gov.in પરથી મળી શકશે.

naidunia_image