Gujarat News Live Updates (March 13): ધોરણ 12ની બોર્ડની પરીક્ષા દરમિયાન કરમસદ પરીક્ષા કેન્દ્રમાં માસ કોપી કેસની ઘટના સામે આવી છે. જિલ્લા શિક્ષણ અધિકારીની મુલાકાત દરમિયાન સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો. સરદાર પટેલ વિદ્યા મંદિર સેન્ટરમાં બારીમાંથી કોઇ જવાબ લખાવી રહ્યું હોવાનું સામે આવ્યું હતું. શિક્ષણ અધિકારીને જોઇને આ અજાણ્યો યુવક ત્યાંથી ભાગી ગયો હતો. જિલ્લા શિક્ષણ અધિકારીએ આ સમગ્ર મામલે કાર્યવાહી કરતા પરીક્ષા કેન્દ્રના 50 વ્યક્તિના સ્ટાફને સામુહિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ધોરણ 12ની બોર્ડની પરીક્ષા દરમિયાન કરમસદ પરીક્ષા કેન્દ્રમાં માસ કોપી કેસની ઘટના સામે આવી છે. જિલ્લા શિક્ષણ અધિકારીની મુલાકાત દરમિયાન સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો. સરદાર પટેલ વિદ્યા મંદિર સેન્ટરમાં બારીમાંથી કોઇ જવાબ લખાવી રહ્યું હોવાનું સામે આવ્યું હતું. શિક્ષણ અધિકારીને જોઇને આ અજાણ્યો યુવક ત્યાંથી ભાગી ગયો હતો. જિલ્લા શિક્ષણ અધિકારીએ આ સમગ્ર મામલે કાર્યવાહી કરતા પરીક્ષા કેન્દ્રના 50 વ્યક્તિના સ્ટાફને સામુહિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આજે ધોલેરા અને સાણંદ ખાતે સેમી કન્ડક્ટર પ્લાન્ટનું ભૂમિપૂજન કરવામાં આવનારું છે. 1.25 લાખ કરોડના પ્રોજેક્ટનું ખાતમૂહુર્ત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રિયમંત્રી અશ્વિની વૈષ્ણવ ઉપસ્થિત રહેશે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી આ કાર્યક્રમમાં હાજરી આપશે.
ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના તમામ કેન્દ્ર CCTVથી સજ્જ કરાયા છે. બોર્ડ દ્વારા તમામ જિલ્લા કક્ષાએ બુધવારથી CCTV ફૂટેજની ચકાસણી શરૂ કરાશે. અમદાવાદની વાત કરવામાં આવે તો શહેર વિસ્તારમાં 3 અને ગ્રામ્યમાં 2 મળી કુલ પાંચ સેન્ટર પર આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. CCTV ફૂટેજની ચકાસણી માટે 80થી વધુ કર્મચારીની ફાળવણી કરવામાં આવી છે. મહત્વનું છે કે, CCTV ફૂટેજની ચકાસણી દરમિયાન પણ કોઈ વિદ્યાર્થી ગેરરીતિ કરતાં ઝડપાશે તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.