Gujarat Rain Report: ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ યથાવત, અમદાવાદ શહેરમાં 2 કલાકમાં 2.40 ઈંચ વરસાદ ખાબક્યો

અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકામાં 30 મીમી (1.18 ઈંચ) વરસાદ ખાબક્યો હતો.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 18 Sep 2026 11:46 AM (IST)Updated: Fri, 18 Sep 2026 11:46 AM (IST)
gujarat-morning-2-hours-rain-report-18-september-2026-ahmedabad-highest-rainfall-monsoon-2026
Gujarat Rain Report Today

Gujarat Rain Report Today, 18 September: આજે 18 સપ્ટેમ્બર, શુક્રવારે સવારથી જ ગુજરાતના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર આજે સવારે 8:00 વાગ્યાથી 10:00 વાગ્યા સુધી માત્ર બે કલાકમાં જ અમદાવાદ શહેરમાં 2.40 ઈંચ વરસાદ નોંધાયો છે.

અમદાવાદ અને ગાંધીનગરમાં મેઘમહેર યથાવત

આજે સવારે 8:00 વાગ્યાથી 10:00 વાગ્યા સુધીના બે કલાક દરમિયાન અમદાવાદ અને ગાંધીનગર સહિતના જિલ્લામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. આ બે કલાકના સમયગાળામાં અમદાવાદ શહેર 61 મીમી (2.40 ઈંચ) વરસાદ સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યો છે. જ્યારે બીજા ક્રમે ગાંધીનગર તાલુકામાં 33 મીમી (1.30 ઈંચ) વરસાદ નોંધાયો છે. અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકામાં 30 મીમી (1.18 ઈંચ) વરસાદ ખાબક્યો હતો.

સૌથી વધુ વરસાદ ધરાવતા Top 10 સ્થળો

જિલ્લો

તાલુકો

 કુલ વરસાદ (mm)

 કુલ વરસાદ (inch)

Ahmadabad

Ahmedabad City 

61

2.40

Gandhinagar

Gandhinagar

33

1.30

Ahmadabad

Daskroi

30

1.18

Mahisagar

Kadana

28

1.10

Gandhinagar

Dehgam

27

1.06

Ahmadabad

Viramgam

27

1.06

Vadodara

Desar

25

0.98

Kheda

Kathlal

23

0.91

Panchmahals

Jambughoda

21

0.83

Vav-Tharad

Deodar

20

0.79

(નોંધ: તમામ આંકડા સવારે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધીના છે.)

આ ઉપરાંત મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં 28 મીમી (1.10 ઈંચ), ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં 27 મીમી (1.06 ઈંચ), અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં 27 મીમી (1.06 ઈંચ), વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાં 25 મીમી (0.98 ઈંચ) વરસાદ નોંધાયો છે. વધુમાં, ખેડા જિલ્લાના કઠલાલમાં 23 મીમી (0.91 ઈંચ), પંચમહાલ જિલ્લાના જાંબુઘોડામાં 21 મીમી (0.83 ઈંચ) તથા દિયોદર, કડી અને કપડવંજ તાલુકામાં 20-20 મીમી વરસાદ વરસ્યો હતો.

મહીસાગર અને પંચમહાલ જિલ્લામાં પણ પધરામણી

આ ઉપરાંત સવારે 8 વાગ્યાથી 10 વાગ્યા વચ્ચે ખેડા જિલ્લાના માતર અને ફાગવેલ, પંચમહાલ જિલ્લાના ગોધરા અને શહેરા, તેમજ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી અને કડવાલમાં 18-18 મીમી વરસાદ નોંધાયો છે. ગાંધીનગર જિલ્લાના કલોલમાં 16 મીમી, પાટણના ચાણસ્મામાં 15 મીમી અને ખેડા જિલ્લાના મહેમદાવાદમાં 15 મીમી વરસાદ પછડાટ થયો છે.