LIVE BLOG

Gujarat News Live:  સાર્વત્રિક વરસાદના પરિણામે રાજ્યના 113 ડેમ હાઈએલર્ટ પર, 82 ડેમ 100 ટકા ભરાયા

ગુજરાતમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકાર દ્વારા લેવામાં આવતા મહત્વના નિર્ણયો અને મહત્વના સમાચારોથી અવગત રહેવા માટે રિફ્રેશ કરતા રહો...

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Thu 04 Sep 2025 07:19 AM (IST)Updated: Thu 04 Sep 2025 11:59 AM (IST)
gujarat-latest-and-breaking-news-live-today-04-september-weather-updates-top-headlines-and-taaja-samachar-in-gujarati-596989

Gujarat News Today Live: સાર્વત્રિક વરસાદના પરિણામે સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ 206 ડેમમાંથી 113 ડેમ હાઈએલર્ટ પર મુકવામાં આવ્યા છે. જેમાં 82 ડેમ 100 ટકા, 68 ડેમ 70 થી 100 ટકા વચ્ચે, 24 ડેમ 50 થી 70 ટકા વચ્ચે જ્યારે 17 ડેમ 25 થી 50 ટકા વચ્ચે ભરાયા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલમાં તેની કુલ ક્ષમતાના 89 ટકાથી વધુ જળસંગ્રહ ઉપલબ્ધ છે.

4-Sep-2025, 11:59:41 AMસાર્વત્રિક વરસાદના પરિણામે રાજ્યના 113 ડેમ હાઈએલર્ટ પર

સાર્વત્રિક વરસાદના પરિણામે સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ 206 ડેમમાંથી 113 ડેમ હાઈએલર્ટ પર મુકવામાં આવ્યા છે. જેમાં 82 ડેમ 100 ટકા, 68 ડેમ 70 થી 100 ટકા વચ્ચે, 24 ડેમ 50 થી 70 ટકા વચ્ચે જ્યારે 17 ડેમ 25 થી 50 ટકા વચ્ચે ભરાયા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલમાં તેની કુલ ક્ષમતાના 89 ટકાથી વધુ જળસંગ્રહ ઉપલબ્ધ છે.

4-Sep-2025, 11:12:44 AM‘બોઇલર તંત્ર’ દ્વારા નોંધાયેલા કાર્યરત બોઈલરોનું 100 ટકા નિરીક્ષણ

ગુજરાત આજે અનેક મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગોનું હબ છે. આ ઉદ્યોગોમાં વપરાતા બોઇલરોના ઉપયોગ દરમિયાન એક્સપ્લોઝન-વિસ્ફોટની ઘટના અટકાવીને જાનમાલ-મિલકતનું રક્ષણ કરવા રાજ્ય સરકારનો ટેકનોક્રેટ વિભાગ એટલે ‘બોઇલર તંત્ર’. શ્રમ આયુક્તની સીધી દેખરેખ હેઠળ ચાલતા આ બોઇલર તંત્ર દ્વારા અત્યારસુધીમાં રાજ્યમાં નોંધાયેલા તમામ કાર્યરત બોઈલરોનું 100 ટકા નિરીક્ષણ કરવામાં આવ્યું છે. આમ, આ કચેરી થકી કરવામાં આવતી અસરકારક કામગીરીના પરિણામે છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્યમાં એકપણ પ્રાણઘાતક અકસ્માત નોંધાયા નથી.

4-Sep-2025, 07:51:27 AMડીસામાં ડુપ્લીકેટ નોટોની ફેક્ટરી ઝડપાઈ, બે આરોપી ઝડપાયા

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના મહાદેવીયા ગામેથી ગત મોડી રાત્રે એલસીબીએ બાતમીના આધારે દરોડો પાડી 40 લાખ રૂપિયાથી વધુની ડુપ્લીકેટ નોટો છાપતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો હતો. આ કાર્યવાહીમાં બે આરોપીઓને ઝડપી પાડીને ડુપ્લીકેટ નોટોનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જેણે જિલ્લામાં ચકચાર જગાવી છે.

4-Sep-2025, 07:19:32 AMહવામાન વિભાગની આગાહી ત્રણ કલાકની આગાહી

મોડી રાત્રે અમદાવાદ સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગ દ્વારા આજે સવારે 7 વાગ્યે જારી કરવામાં આવેલા મોનસુન વેધર નોટિફિકેશન અનુસાર આગામી ત્રણ કલાકમાં એટલે કે 10 વાગ્યા સુધીમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમ વરસાદ થઈ શકે છે. જ્યારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, વડોદરા, આણંદ, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ અને બોટાદ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થવાની સંભાવના છે.