PM Awas Yojana 2025: ગુજરાત હાઉસિંગ બોર્ડની જાહેરાત, અમદાવાદ સહિત 13 શહેરોમાં માત્ર 9 લાખમાં પોતાનું ઘર મેળવવાની સોનેરી તક

અરજદારો આગામી 25 ઓગસ્ટથી ગુજરાત હાઉસિંગ બોર્ડની સત્તાવાર વેબસાઈટ (gujarathousingboard.gujarat.gov.in) પર અરજી કરી શકશે.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Fri 15 Aug 2025 08:55 PM (IST)Updated: Fri 15 Aug 2025 08:58 PM (IST)
gujarat-housing-board-announce-pm-awas-yojana-2025-urban-586069
HIGHLIGHTS
  • અરજી કરતી વખતે અરજદારે 7500 રૂપિયા ભરવા પડશે
  • મકાનનો કાર્પેટ એરિયા બાલ્કની સહિત 41.00 ચો.મી. રહેશે

PM Awas Yojana 2025 | Ahmedabad: દેશમાં અર્થિક રીતે નબળા વર્ગના લોકો પોતાના ઘરનું સપનું સાકાર કરી શકે, તે માયે કેન્દ્ર સરકાર દ્વરા મહત્વકાંક્ષી 'પ્રધાનમંત્રી આવાસ યોજના' શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત દેશમાં કરોડો લોકોને આવાસ ફાળવવામાં આવ્યા છે. એવામાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ મિશન (GUDM)ની સફળતાના 20 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં મોટી જાહેરાત કરવામાં આવી છે.

હકીકતમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા શહેરી વિકાસ હેઠળ પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) 2.0 અંતર્ગત ગુજરાતના 13 શહેરોમાં 20 સ્થળોએ આવાસ મેળવવા અંગે જાહેરાત કરવામાં આવી છે.

ક્યા-ક્યા મકાન ફાળવાશે અને તેની વિશેષતા
આ યોજના અંતર્ગત વડોદરા ગોરવા, ગોત્રી, અટલાદરા, પાદરા, ખેડાના મહેમદાવાદ, અમદાવાદના હાથીજણ અને ધોળકા, ભાવનગરના તરસમિયા, શાસ્ત્રીનગર, મહુવા, ભરુચના અંકલેશ્વર, નવસારી, સુરતના છપરાભાઠા, કોસાડ, અમરોલી, સચિન-કનસાડ તેમજ રાજકોટના ઉપલેટા, જેતપુર અને અમરોલી જેવા સ્થળોએ વ્યાજબી દરે મકાન ફાળવવામાં આવશે.

આ મકાનની વિશેષતા અંગે વાત કરીએ તો, માત્ર 9 લાખ રૂપિયામાં 41.00 ચો.મીટર કાર્પેટ એરિયામાં 1.5 બેડરૂમ, હોલ અને કિચન આપવામાં આવશે.આ યોજના અંતર્ગત મકાન મેળવવા માંગતા અરજદારો આગામી 25 ઓગસ્ટથી ગુજરાત હાઉસિંગ બોર્ડની સત્તાવાર વેબસાઈટ (gujarathousingboard.gujarat.gov.in) પર અરજી કરી શકશે. આ માટે અરજી કરતી વખતે અરજદારોએ 7500 રૂપિયા ભરવા પડશે.