Ahmedabad: પવિત્ર શ્રાવણ મહિનામાં ગુજરાત સરકાર દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતુ. જે અંતર્ગત સોમનાથના ચોક્કસ વિસ્તારમાં નોન વેજના વેચાણ અને સંગ્રહ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જો કે સરકારના આ જાહેરનામાને સોમનાથના નોન વેજ રેસ્ટોરન્ટ ધરાવતા માલિકોએ હોઈકોર્ટમાં પડકાર્યું હતુ, જેના ચુકાદામાં આ જાહેરનામાને આખરે રદ્દ કરી દેવામાં આવ્યું છે.
ગુજરાત હાઈકોર્ટમાં સિંગ જજ દ્વારા રેસ્ટોરન્ટ માલિકોની અરજી પર ચુકાદો આપવામાં આવ્યો છે. અગાઉ સરકાર દ્વારા અપીલમાં જવા માટે 7 દિવસનો સ્ટે માંગ્યો હતો, પરંતુ કોર્ટે સ્ટે આપવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો.
આ પણ વાંચો
હાઈકોર્ટે પોતાના અવલોકનમાં ટાંક્યું કે, આ અરજદારોની રોજીનો પ્રશ્ન છે. સિંગલ જજના આદેશ સામે સરકારી વકીલ દ્વારા ડબલ જજની બેંચ સમક્ષ તાત્કાલિક સુનાવણીની માંગ કરવામાં આવી છે.
સરકારી વકીલ તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે, અરજદારોની રેસ્ટોરન્ટ સોમનાથ મંદિર તરફ જતાં રોડ પર આવેલા છે. શ્રદ્ધાળુંઓની ભાવનાને ઠેસ ના પહોંચે તે માટે સોમનાથ મંદિરની આસપાસના 6 વિસ્તારોમાં નોન વેજ ફૂડ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
બીજી તરફ અરજદારો તરફથી વકીલે દલીલ કરી હતી કે, સત્તાધીશોએ હોટલો બંધ કરવા મજબૂર કર્યાં હતા. તેમજ અધિકારીઓ સતત હેરાન કરી રહ્યા છે. સરકારનો આ નિર્ણય બંધારણ હેઠળ આપવામાં આવેલા અધિકારોનું ઉલ્લંઘન કરે છે.
આ સમગ્ર કેસ સંદર્ભે 7 ઓક્ટોબરે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. આ સમયે મામલતાદરે 6 અરજદારો પાસે ભવિષ્યમાં માત્ર વેજ ફૂડનું જ વેચાણ કરશે, તેવા કબુલાતનામા પર સહીઓ કરાવી લીધી હતી. જેથી હાઈકોર્ટે સરકારને પણ પ્રશ્ન પૂછ્યો હતો કે, આ કેસની સુનાવણી ચાલી રહી છે, ત્યારે મામલતદારે રેસ્ટોરન્ટ માલિકો પાસેથી કબુલાતનામામાં સહીઓ કેમ લીધી?
