Gujarat Marriage Registration Rules Amendment: ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા લગ્ન નોંધણીના નવા નિયમો જાહેર કર્યા હતા. આ માટે તેમણે એક સુચિત લગ્ન નોંધણી પદ્ધતિ પણ જાહેર કરી હતી. જે આગામી દિવસોમાં રાજ્યમાં લાગુ કરવામાં આવશે. જોકે તેમાં કોઇ સુધારો-વધારો નાગરિકો કરાવવા ઇચ્છતા હોય તો એ માટે રાજ્યના સરકારની આરોગ્ય શાખાની વેબસાઇટ પરથી એ સંદર્ભે પોતાના ફીડબેક મોકલી શકાય છે. જો તમે નવા લગ્ન નોંધણી નિયમોમાં કોઇ સુધારો કરાવવા માગતા હોવ તો અહીં જણાવવામાં આવેલી સરળ પ્રોસેસથી તમે તમારો ફિડબેક રાજ્ય સરકાર સુધી મોકલી શકો છો.
ગુજરાત લગ્ન નોંધણી નિયમો પ્રસ્તાવિત સુધારા માટે ફીડબેક મોકલવાની રીત
- આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની વેબસાઇટ https://gujhealth.gujarat.gov.in/index.htm પર જાઓ.
- આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની વેબસાઇટ થયા બાદ Click to make suggestion / objection regarding the draft notification પર ક્લિક કરો. અથવા આ લિંક પર https://gogservices.gujarat.gov.in/healthfeedback.html ક્લિક કરો.
- જેને ઓપન કરતા જ ઉપરના ભાગે હાલનો નોંધણી-લગ્ન-અધિનિયમ-2006-નિયમો, નોંધણી-લગ્ન-અધિનિયમ-2006 અને ગુજરાત લગ્ન નોંધણી નિયમો 2006 માં સુધારો કરવા માટે ડ્રાફ્ટ સૂચના વાંચવા મળી રહેશે અને નીચે ફીડબેક આપવા માટેનું ફોર્મ હશે.
કેવી રીતે ભરશો ફીડબેક ફોર્મ
- Full Name of individual / Organization: તમારું નામ અથવા સંસ્થાનું નામ લખો.
- Email Addres: તમારું ઇમેઇલ એડ્રેસ લખો.(Gmail, Yahoo, Outlook/Hotmail, iCloud, ProtonMail, Zoho જેમાં પણ તમારું ઇમેઇલ હોય તે લખી શકો.)
- Mobile Number: તમારો મોબાઇલ નંબર લખો.
- District: તમે જે જિલ્લામાંથી આવો છો તે જિલ્લો સિલેક્ટ કરો.
- Taluka: તમારો જે તાલુકો હોય એ તાલુકો સિલેક્ટ કરો.
- Address: તમારું એડ્રેસ લખો.
- Pin Code: તમારો પીનકોડ લખો.
- Category: અહીં સજેશન(Suggestion), ઓબ્જેક્શન (Objection), સજેશન એન્ડ ઓબ્જેક્શન (Suggestion and Objection) અથવા અધર્સ(Others) તેમાંથી તમે તમારો ફીડબેક શેના માટે છે ત સિલેક્ટ કરો.
- Feedback Note: ગુજરાત લગ્ન નોંધણી નિયમો પ્રસ્તાવિત સુધારામાં તમારો જે પ્રતિભાવ હોય તે લખો.
- Consent: ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ફોલો-અપ માટે મારી વિગતો શેર કરવા સંમત છું. તેના પર ક્લિક કરો.
- Captcha: જે પ્રશ્ન પૂછ્યો હોય તેનો જવાબ લખો.
આટલી પ્રોસેસ કર્યા બાદ નીચે આપવામાં આવેલા સબ્મિટ બટન પર ક્લિક કરીને તમે ગુજરાત લગ્ન નોંધણી નિયમો પ્રસ્તાવિત સુધારા માટે ફીડબેક મોકલી શકો છો.
