Gujarat Elections Schedule 2025: ગુજરાતમાં આગામી ચૂંટણી ટૂંક સમયમાં જોવા મળશે. આ ચૂંટણીઓ સ્વ-શાસનની સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી માટે સ્થાનિક ચૂંટણીઓ હશે. આ વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં ચૂંટણી થવાની સંભાવના છે.
ગુજરાતમાં આગામી ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી શકે છે. ગયા વર્ષે 19 ડિસેમ્બર 2024ના રોજ સ્વરાજ્યની ચૂંટણી માટે પ્રાથમિક મતદાર યાદી જાહેર કરી હતી અને હવે આજે વધુ એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જેમાં રાજ્યમાં 73 નગરાપાલિકાઓની સામાન્ય ચૂંટણી ઉપરાંત, 24 નગરપાલિકા, 92 તાલુકા પંચાયત સહિત અમદાવાદ, ભાવનગર અને સુરત મહાનગર પાલિકાની પેટા ચૂંટણીની એક યાદી જાહેર કરવામાં આવી છે.
જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી અને પેટા ચૂંટણીની વિગતો

નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી અને પેટા ચૂંટણીની વિગતો



મહાનગર પાલિકાની સામાન્ય ચૂંટણી અને પેટા ચૂંટણીની વિગતો

તાલુકા પંચાયતની પેટા ચૂંટણીની વિગતો



