ડાર્ક વેબ અને સોશિયલ મીડિયા પર થતી ડ્રગ્સ ડીલ્સ પર હવે 'સાયબર વોચ': CID ક્રાઈમની એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ સજ્જ

ગુજરાતમાં ટેલિગ્રામ, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ડાર્ક વેબ પર કોડવર્ડ તથા ક્રિપ્ટો પેમેન્ટથી થતા ડ્રગ્સના સોદા પકડવા CID ક્રાઈમની એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સે ૮ વિશેષ યુનિટ અને ઈથિકલ હેકર્સની મદદથી સાયબર વોચ શરૂ કરી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Tue, 17 Nov 2026 09:45 AM (IST)Updated: Tue, 17 Nov 2026 09:45 AM (IST)
gujarat-cid-crime-anti-narcotics-task-force-cyber-watch-dark-web-social-media-drug-deals

Anti Narcotics Task Force Gujarat: ગુજરાતમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સને ઘૂસાડવા માટે હવે ડ્રગ્સ પેડલરો હવે નવી નવી અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવા લાગ્યા છે. જેમાં ટેલિગ્રામ, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ડાર્ક વેબના માધ્યમથી ડ્રગ્સ માફિયાઓ કોડવર્ડની ભાષાનો ઉપયોગ કરીને ડ્રગ્સની મોટી ડીલ્સને અંજામ આપે છે. તેમની સામે કડક પગલાં લેવા માટે CID ક્રાઈમની એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ ઓનલાઈન સુસજ્જ બની છે.

એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની વિશેષ ઝુંબેશ

આજકાલ સોશિયલ મીડિયાનો યુગ છે. આથી ડ્રગ્સ માફિયાઓ અને પેડલરો મોટા ભાગના સોદા ઓનલાઈન જ કરતા હોય છે. ફેસબુક, વોટ્સએપ અને ડાર્ક વેબ સૌથી સરળ પ્લેટફોર્મ છે. આથી નાર્ટોટિક્સ ટીમ દ્વારા વિવિધ પ્લેટફોર્મ્સ પર થનારા કરોડોના ડ્રગ્સના સોદા પર બાજ નજર રાખશે. સીઆઈડી ક્રાઈમની વિશેષ ઝુંબેશ હેઠળ ડાર્કવેબ અને ઈથિકલ હેકિંગ હેકિંગ એક્સપર્ટની મદદ લેવાશે. તેમજ તેમની ગતિવિધિઓ પર વોચ રખાશે. જેમાં ડાર્ક વેબ પર થતાં ડ્રગ્સના સોદા ક્રિપ્ટો પેમેન્ટથી થતા હોવાની વિગતોને આધારે કાર્યવાહી કરવામાં આવશે.

આઠ યુનિટોનું ગઠન કરવામાં આવ્યું

ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી સિન્થેટિક ડ્રગ્સનું વેચાણ અને સેવન વધી રહ્યું છે. આ ગેરકાયદેસર પ્રવૃતિને ડામવા માટે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સનું ગઠન કરવામાં આવ્યું છે. સીઆઈડી ક્રાઈમના નેતૃત્વ નીચે કુલ આઠ જેટલા યુનિટો તૈયાર કરવામાં આવ્યા છે. ટાસ્ક ફોર્સની મદદથી ગુજરાતના ખૂણે ખૂણે સંતાઈને બેઠેલા ડ્રગ્સ પેડલરોનું પગેરુ શોધવામાં આવશે. તેમજ ઓનલાઈન ગેરકાયદેસર થઈ રહેલી ગતિવિધિઓ પર સીધી નજર રાખવામાં આવશે.

ટાસ્ક ફોર્સનો માસ્ટર પ્લાન

ઓનલાઈન ડ્રગ્સ માફિયાઓને પકડવા માટે ટાસ્ક ફોર્સે પોતાનો એક્શન પ્લાન પણ રજૂ કર્યો છે. જે મુજબ, ઈથિકલ હેકર્સની મદદથી ડાર્ક વેબ પર થનારા કોઈ પણ ડ્રગ્સ ડિલ્સ પર સતત વોચ રખાશે, તે બાદ સાયબર ટૂલ્સની મદદથી ક્રિપ્ટો કરન્સીના વ્યવહારોને ટ્રેસ કરીને અસલી ખરીદદાર અને વેચનારની ઓળખ કરાશે. તેમજ સોશિયલ મીડિયા પર કોડવર્ડમાં થતી ડીલ્સને ટ્રેક કરવામાં આવશે. ઉપાંત ઇથિકલ હેકર્સે કબજે કરેલા ડિવાઈસમાંથી ડેટા મેળવીને અસલી આઈપી એડ્રેસની શોધ કરીને ડ્રગ્સના આકાઓને ઝડપી લેવામાં આવશે.