Gujarat Board GSEB SSC (Class 10th) Supply (Purak Pariksha) Result 2025: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા જૂન-જુલાઈ 2025 દરમિયાન લેવાયેલી ધોરણ 10 (SSC) ની પૂરક પરીક્ષાનું રીઝલ્ટ ટૂંક સમયમાં જાહેર થવાની સંભાવના છે. જે વિદ્યાર્થીઓ માર્ચમાં યોજાયેલી મુખ્ય પરીક્ષામાં એક કે તેથી વધુ વિષયમાં અનુત્તીર્ણ થયા હતા, તેમનું શૈક્ષણિક વર્ષ ન બગડે તે હેતુથી 23 જૂન, 2025 થી 3 જુલાઈ, 2025 દરમિયાન આ પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત બોર્ડ ધોરણ 10 પૂરક પરીક્ષાનું રીઝલ્ટ જુલાઈ 2025 માં જાહેર થવાની અપેક્ષા છે. રીઝલ્ટ જાહેર થયા બાદ, વિદ્યાર્થીઓ તેમના રોલ નંબર દ્વારા સત્તાવાર વેબસાઇટ gseb.org પર લોગિન કરીને રીઝલ્ટ જોઈ શકશે તથા માર્કશીટ ડાઉનલોડ કરી શકશે.
GSEB SSC પૂરક પરીક્ષા રીઝલ્ટ 2025 ચેક કરવાના સ્ટેપ્સ
ગુજરાત બોર્ડના SSC રીઝલ્ટ સત્તાવાર વેબસાઇટ gseb.org પર જાહેર કરવામાં આવશે. ગુજરાત ધોરણ 10 રીઝલ્ટ ડાઉનલોડ કરવા માટે, વિદ્યાર્થીઓએ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી અને GSEB રોલ નંબરનો ઉપયોગ કરીને લોગિન કરવું જરૂરી છે. વિદ્યાર્થીઓ માર્કશીટ 2025 ડાઉનલોડ કરવા માટે અહીં આપેલા સ્ટેપ્સ ફોલો કરો.
- સ્ટેપ 1: GSEB ની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લો.
- સ્ટેપ 2: ગુજરાત SSC રીઝલ્ટ લિંક પર ક્લિક કરો.
- સ્ટેપ 3: રીઝલ્ટ લિંકમાં રોલ નંબર એન્ટર કરો.
- સ્ટેપ 4: GSEB માર્કશીટ જોવા મળશે.
- સ્ટેપ 5: ભવિષ્યના સંદર્ભ માટે ગુજરાત ધોરણ 10ની માર્કશીટ ડાઉનલોડ કરો.
વોટ્સએપ દ્વારા GSEB SSC ધોરણ 10 પૂરક પરીક્ષા રીઝલ્ટ 2025 ચેક કરવાના સ્ટેપ્સ
વિદ્યાર્થીઓ વોટ્સએપ (Whatsapp) દ્વારા સીધા તેમના ફોન પર પણ પોતાનું રીઝલ્ટ મેળવી શકશે. વિદ્યાર્થીઓ તેમના GSEB SSC ધોરણ 10 રીઝલ્ટ 2025 WhatsApp દ્વારા 6357300971 પર તેમનો સીટ નંબર મોકલીને મેળવી શકે છે.
ગુજરાત બોર્ડ ધોરણ 10 પૂરક પરીક્ષાનું રીઝલ્ટ 2025 જાહેર થયા પછી શું?
ગુજરાત બોર્ડ ધોરણ 10 પૂરક પરીક્ષાનું રીઝલ્ટ 2025 જાહેર થયા પછી, ધોરણ 10 ની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓએ સંબંધિત શાળા અધિકારીઓ પાસેથી તેમની મૂળ માર્કશીટ એકત્રિત કરવાની રહેશે. ઓનલાઈન માર્કશીટ મૂળ પ્રમાણપત્ર તરીકે કામ કરતી નથી તેથી તે ફરજિયાત છે. ત્યારબાદ જે વિદ્યાર્થીઓ ધોરણ 10 કે હાઈસ્કૂલની પરીક્ષા પાસ કરશે તેમને ધોરણ 11 માં બઢતી આપવામાં આવશે. તેઓ ઉપલબ્ધ કોઈપણ પ્રવાહ પસંદ કરી શકે છે: કલા, વાણિજ્ય, અથવા વિજ્ઞાન.
ગુજરાત બોર્ડ રીઝલ્ટ 2025 પુનઃતપાસ અને પુનઃમૂલ્યાંકન
ગુજરાત બોર્ડ ધોરણ 10 પૂરક પરીક્ષાના રીઝલ્ટની જાહેરાત પછી, બોર્ડ ઉત્તરવહીઓની પુનઃતપાસણી અને પુનઃમૂલ્યાંકન અંગે એક સૂચના બહાર પાડશે. ચકાસણી પ્રક્રિયા પછી માર્ક્સમાં થયેલા ફેરફારો વિદ્યાર્થીઓની માર્કશીટમાં અપડેટ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2025 માં ધોરણ 10 નું કુલ 83.08 ટકા પરિણામ નોંધાયું હતું. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) માધ્યમિક શાળા પ્રમાણપત્ર (SSC) અને ઉચ્ચતર માધ્યમિક (શાળા) પ્રમાણપત્ર (SSC) સ્તરે પરીક્ષાઓનું આયોજન કરે છે. દર વર્ષે, લાખો વિદ્યાર્થીઓ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા લેવામાં આવતી ગુજરાત માધ્યમિક શાળા પ્રમાણપત્ર (SSC) અને ઉચ્ચતર માધ્યમિક (શાળા) પ્રમાણપત્ર (SSC) સ્તરની પરીક્ષાઓ આપે છે. તે રાજ્યમાં એન્જિનિયરિંગ પ્રવેશ માટે GUJCET પ્રવેશ પરીક્ષા પણ લે છે.