Ahmedabad News: દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે વતને જતાં મુસાફરોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. એસ.ટી નિગમ દ્વારા અમદાવાદથી 1800 જેટલી એક્સ્ટ્રા એસ.ટી બસો દોડાવવાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
તહેવારોને લઈને વિશેષ સુવિધા
આગામી તારીખ 2થી 8 નવેમ્બર દરમિયાન તહેવારોને લક્ષમાં રાખીને આ વિશેષ સંચાલન હાથ ધરાશે. આ સમયગાળા દરમિયાન જો કોઈ ગ્રુપ દ્વારા આખી બસ બુક કરાવવામાં આવશે અથવા એક બસ ભ.રાય તેટલા મુસાફરો એકત્ર કરાશે તો અમદાવાદમાં મુસાફરોને તેમના ઘર કે સોસાયટીટના નાકેથી જ બસમાં બેસવાની ખાસ પિકઅપ સુવિધા પૂરી પાડવામાં આવશે.
પંચમહાલ, દાહોદમાટે ખાસ વ્યવસ્થા
અમદાવાદમાં બાંધકામ ક્ષેત્રે પંચમહાલ અને દાહોદ જિલ્લાના લાખો શ્રમિકો કામ કરી રહ્યા છે. દિવાળી ટાણે વતન જતા આ શ્રમિકોની સુવિધા માટે દાહોદ, ઝાલોદ, ગોધરા અને પંચમહાલ તરફ વધુ સંખ્યામાં એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે. આ સિવાય, આખી બસ બુક થવાની સ્થિતિમાં જે-તે બાંધકામ સાઇટ પરથી જ સીધી એસ.ટી. બસ ઉપાડવાની પણ વ્યવસ્થા કરાઈ છે.
આ ઉપરાંત, સૌરાષ્ટ્ર તરફ જતા મુસાફરો માટે પણ વિશેષ બસોનું આયોજન કરાયું છે. જેનું સંચાલન મુખ્યત્વે અમદાવાદના બાપુનગર બસ ટર્મિનલ, કૃષ્ણનગર બસ ટર્મિનલ, ગીતામંદિર બસ ટર્મિનલ, રાણીપ બસ ટર્મિનલ
મગ્ર ગુજરાત માટે એક્સ્ટ્રા બસો
સૌરાષ્ટ્ર અને ઉત્તર અંકલેશ્વર/પંચમહાલ પટ્ટા સિવાય ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના તમામ રૂટો માટે પણ વધારાની બસો દોડાવવામાં આવશે. તહેવારોના દિવસોમાં મુસાફરોને ટિકિટ બુકિંગ અને મુસાફરીમાં સરળતા રહે તે માટે તમામ એસ.ટી. ડેપોના વિવિધ કાઉન્ટરો પર ખાસ સુવિધાઓ પણ ઉભી કરવામાં આવી રહી છે.
