અમદાવાદીઓ માટે ખુશખબર: શહેરના 7 બ્રિજ નીચે શરૂ થશે આધુનિક ફિટનેસ અને સ્પોર્ટ્સ ઝોન

અમદાવાદ મનપા દ્વારા 7 બ્રિજ નીચે PPP ધોરણે સ્પોર્ટ્સ અને ફિટનેસ ઝોન તૈયાર કરાશે. પિકલબોલ, બેડમિન્ટન અને બોક્સ ક્રિકેટ રમવા મહિલાઓ, વિદ્યાર્થીઓ અને વડીલોને 2 કલાક મફત કે અડધી ફીમાં પ્રવેશ મળશે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Mon, 19 Oct 2026 08:42 AM (IST)Updated: Mon, 19 Oct 2026 08:42 AM (IST)
ahmedabad-sports-zone-under-seven-bridges-amc-ppp-model-fitness-courts

Ahmedabad News: અમદાવાદ શહેરના નાગરિકો અને સ્પોર્ટ્સપ્રેમી લોકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ મનપા દ્વારા શહેરના 7 મુખ્ય બ્રિજ નીચે પીપીપી ધોરણે આધુનિક સ્પોર્ટ્સ અને ફિટનેસ ઝોન તૈયાર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સુવિધા અંતર્ગત શહેરીજનોને પિકલબોલ, બેડમિન્ટન અને બોક્સ ક્રિકેટ જેવી રમતો રમવા મળશે.

કોને મળશે વિશેષ છૂટછાટ

મનપા સંચાલિત શાળાઓના વિદ્યાર્થીઓ, મહિલાઓ અને વડીલો માટે આ સુવિધા ખાસ બનવાની છે. તેઓને દરરોજ 2 કલાક માટે તદ્દન મફત અથવા અડધી ફીમાં સ્પોર્ટ્સ કોર્ટ ઉપલબ્ધ કરાવવામાં આવશે, આ પ્રોજેક્ટ આગામી 1 વર્ષની અંદર પૂર્ણ કરીને નાગરિકો માટે ખુલ્લો મૂકવામાં આવશે.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે જણાવ્યું હતું કે, આ 2 કલાકના સમયગાળા દરમિયાન મહિલાઓ કોઈપણ પ્રકારના સંકોચ વિના પોતાના ગ્રૂપ સાથે વિવિધ રમતો રમી શકશે. અમારો મુખ્ય ઉદ્દેશ્ય વડીલો અને મહિલાઓ રમતગમત પ્રત્યે જાગ્રત થાય અને શારીરિક પ્રવૃત્તિઓ દ્વારા સામાજિક રીતે જોડાયેલા રહે તે છે.

આ 7 બ્રિજ નીટે આકાર પામશે સ્પોર્ટ્સ ઝોન

શહેરના વિવિધ વિસ્તારોને આવરી લેતા નીચે મુજબના 7 ફ્લાયઓવર અને બ્રિજ નીચે સ્પોર્ટ્સ એક્ટિવિટી વિકસાવવામાં આવશે,

  • મુમદપુરા ફ્લાયઓવર
  • સત્તાધાર બ્રિજ
  • પાંજરાપોળ બ્રિજ
  • દહેગામ જંકશન
  • ઝુંડાલ ક્રોસ રોડ
  • સાયન્સ સિટી - ભાડજ સર્કલ
  • દિનેશ ચેમ્બર