GSEB SSC Time Table 2025: ધોરણ-10 (SSC)ની પરીક્ષાનો સંપૂર્ણ કાર્યક્રમ અને પરીક્ષાર્થીઓ માટે અગત્યની સૂચનાઓ, અહીં મેળવી લો તમામ જાણકારી

GSEB SSC Time Table 2025: આ આર્ટિકલમાં જાણો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ-10 (SSC)ની પરીક્ષાનો સંપૂર્ણ કાર્યક્રમ અને પરીક્ષાર્થીઓ માટે અગત્યની સૂચનાઓ.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Wed, 16 Oct 2024 09:59 AM (IST)Updated: Wed, 16 Oct 2024 10:24 AM (IST)
gseb-ssc-time-table-2025-gujarat-board-announced-class-10th-exam-date-from-february-27-check-schedule-pdf-download-here-direct-link-gseb-org

Gujarat Board SSC Exam Time Table 2025 (ધોરણ 10 પરીક્ષાનો કાર્યક્રમ): ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-10 (SSC), સંસ્કૃત પ્રથમા અને ધોરણ-12 (HSC) વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત માધ્યમના ઉમેદવારોની ફેબ્રુઆરી-માર્ચ-2025માં લેવાનાર મુખ્ય પરીક્ષાની તારીખની જાહેરાત કરી દેવામાં આવી છે. આ પરીક્ષાઓ તા.27/02/2025 થી તા.13/03/2025 દરમિયાન લેવામાં આવશે.

આ આર્ટિકલમાં જાણો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ-10 (SSC)ની પરીક્ષાનો સંપૂર્ણ કાર્યક્રમ અને પરીક્ષાર્થીઓ માટે અગત્યની સૂચનાઓ.

ધોરણ-10 (SSC)ની પરીક્ષાનો સંપૂર્ણ કાર્યક્રમ

naidunia_image

પરીક્ષાર્થીઓ માટે અગત્યની સૂચનાઓ.

  • ધો. 10ના વોકેશનલ કોર્સ સિવાયના તમામ વિષયોના પ્રશ્નપત્રો 80 ગુણના રહેશે. ઉક્ત પ્રશ્નપત્રોનો સમય 10-00 થી 10-15 કલાક વાંચવા માટે અને ઉત્તરવહી પરની વિગતો ભરવા માટે તથા 10-15 થી 13-15 કલાક ઉત્તરો લખવા માટેનો રહેશે.
  • વોકેશનલ કોર્સના વિષય કોડ 41, 42, 43, 44, 49, 50, 76, 78, 80, 82, 84, 86, 88, 90, 92 ने 94 વિષયના પ્રશ્નપત્રો 30 (ત્રીસ) ગુણના રહેશે. ઉક્ત પ્રશ્નપત્રનો સમય 10:00 થી 10:15 કલાક પ્રશ્નપત્ર વાંચવા માટે અને ઉત્તરવહી પરની વિગતો ભરવા માટે તથા 10:15 થી 11:15 કલાક સુધી ઉત્તરો લખવા માટેનો રહેશે.
  • પરીક્ષાર્થીઓએ પોતે જે માધ્યમમાં ઉત્તરો લખવાનાં છે તે ભાષાના કોડ નંબર તેમજ લીધેલા વિષયોના કોડ નંબર તથા તે વિષયોની પરીક્ષાની તારીખ, વાર, સમય બાબતે પોતાની શાળામાંથી સંપૂર્ણ માર્ગદર્શન મેળવી લેવું.
  • પરીક્ષાર્થીએ પોતાની મુખ્ય ઉત્તરવહી ઉપર વિષયના નામની આગળ પ્રશ્નપત્રમાં દર્શાવેલ વિષય કોડ નંબર અવશ્ય લખવો, પરંતુ ઉત્તરવહીના મુખ્ય પાના ઉપર કોઈ પણ પ્રકારની ઓળખ નિશાની કરવી નહીં.
  • પરીક્ષાના પ્રથમ દિવસે પરીક્ષાર્થીઓએ પરીક્ષા શરૂ થવાના 30 મિનિટ અગાઉ પરીક્ષા સ્થળે અચૂક પહોંચી જવું. બાકીના દિવસોએ પરીક્ષા શરૂ થવાના 20 મિનિટ અગાઉ હાજર રહેવું.
  • પ્રશ્નપત્રને લગતું કોઈ પણ સાહિત્ય, પુસ્તક, ગાઈડ, ચાર્ટ તેમજ મોબાઇલ ફોન, ડિજિટલ ઘડિયાળ જેવા ઇલેક્ટ્રોનિક સાધનો વગેરે પરીક્ષા સ્થળ અને પરીક્ષાખંડમાં લઈ જવાની મનાઈ છે. પરંતુ માત્ર ધોરણ 12 માટે સાદુ કેલ્ક્યુલેટર સાથે લઈ જવાની છૂટ રહેશે. તેમ છતાં પરીક્ષાર્થી પાસે પરીક્ષા શરૂ થયા બાદ નિરીક્ષણ દરમિયાન કોઈ પણ સાહિત્ય મળશે, તો તેમની સામે ગેરરીતિનો કેસ નોંધવામાં આવશે અને શિક્ષાને પાત્ર જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. પરીક્ષાખંડમાં પ્રવેશિકા સિવાય કોઈપણ પ્રકારનું હાથે લખેલું કે છાપેલું સાહિત્ય પરીક્ષાર્થી પાસેથી મળશે તો ગેરરીતિનો કિસ્સો નોંધવા માટે તેને પૂરતા પુરાવા માનવામાં આવશે તેની ખાસ નોંધ લેવી.
  • પરીક્ષાના આ કાર્યક્રમમાં જે વિષય/વિષયોનો સમાવેશ કરેલ છે તે પૈકી શાળાના કોઈ વિદ્યાર્થીને 3 કલાકના નક્કી કરેલ એક જ સમયે (એક જ સેશનમાં) એક કરતાં વધુ વિષયોની પરીક્ષા આપવાની થતી હોય અથવા કોઈ વિષય વિષયોનો આ કાર્યક્રમમાં સમાવેશ થયેલ ન હોય તો આ બાબતની શાળાના રેકર્ડ સાથે ચકાસણી કરી શાળાએ જૂથ યોજના મુજબના જ વિષયો આવેદનપત્રોમાં દર્શાવલ હોય તો બોર્ડની કચેરીને તાત્કાલિક લેખિત જાણ કરવી. પરીક્ષા બાદ કોઈ રજૂઆત ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
  • તમામ પ્રવાહોના કમ્પ્યૂટર અધ્યયન વિષયની પ્રાયોગિક પરીક્ષા સંબંધિત શાળા દ્વારા લેવામાં આવશે. શાળાઓએ તેની જાણ વિદ્યાર્થીને કરવાની રહેશે. તેના ગુણ પણ શાળાઓએ ON LINE તા. 21-02-2025 સુધીમાં બોર્ડને મોકલી આપવાના રહેશે.
  • દરેક પ્રશ્નપત્રમાં 15 મિનિટનો સમય વધુ ફાળવવામાં આવશે. જે દરમિયાન ઉમેદવારે ઉત્તરવહી ઉપરની વિગતો ભરવા માટે શરૂઆતની 05 મિનિટ અને 10 મિનિટ પ્રશ્નપત્ર વાંચવા માટે ફાળવવામાં આવશે અને ઉત્તરો લખવા માટે નિયમોનુસાર સમય 1 કલાક / 2 કલાક / 3 કલાક આપવામાં આવશે.