GPSC દ્વારા કરાયા આ ત્રણ મહત્વના નિર્ણયઃ અનુભવની જરૂર ન હોય એવી ભરતીમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરનાર પણ કરી શકશે અરજી

નિબંધલક્ષી પરીક્ષામાં સારા પરીક્ષક મળે તે માટે પ્રશ્નપત્ર તપાસવાનું મહેનતાણું આયોગ દ્વારા બમણું કરવામાં આવ્યું. આ કામ કરવાની ઈચ્છા ધરાવનાર પરીક્ષકો આયોગનો સંપર્ક કરી શકે છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 21 Jan 2025 11:19 AM (IST)Updated: Tue, 21 Jan 2025 11:19 AM (IST)
gpscs-3-big-decisions-for-examinees-final-year-students-can-apply-free-breakfast-lunch-for-interview-candidates-says-hasmukh-patel
HIGHLIGHTS
  • જીપીએસસીના નવા નિર્ણયોથી ઉમેદવારો અને પરીક્ષકોને સરળતા રહેશે

GPSC News: ગુજરાત જાહેર સેવા આયોગ(GPSC) દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માગતા ઉમેદવારો માટે કેટલાક મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે. જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલ દ્વારા આ અંગે ટ્વીટ(x) પર માહિતી આપવામાં આવી છે. નવા ત્રણ નિર્ણયોથી પરીક્ષકો અને ઉમેદવારોને સરળતા રહેશે. ટ્વીટમાં જણાવ્યા અનુસાર આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલી એવી ભરતીઓ કે જેમાં અનુભવની જરૂર નથી. તેમાં કોઇપણ ઉમેદવાર કે જે છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે તેઓ પણ અરજી કરી શકશે.

આ ત્રણ મહત્વના નિર્ણય કરવામાં આવ્યા

  1. આયોગમાં ઇન્ટરવ્યૂ આપવા આવનાર ઉમેદવારોને સવારે નાસ્તામાં ફળો તથા બપોરે જમવાનું આપવામાં આવશે.
  2. નિબંધલક્ષી પરીક્ષામાં સારા પરીક્ષક મળે તે માટે પ્રશ્નપત્ર તપાસવાનું મહેનતાણું આયોગ દ્વારા બમણું કરવામાં આવ્યું. આ કામ કરવાની ઈચ્છા ધરાવનાર પરીક્ષકો આયોગનો સંપર્ક કરી શકે છે.
  3. છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ પણ અરજી કરી શકે તેવી ગઈકાલની રજૂઆતને પગલે અનુભવ સિવાયની તમામ ભરતીમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા ઉમેદવારો અરજી કરી શકે તથા કેટેગરીનું પ્રમાણપત્ર ન હોય તેવા લોકો પણ કેટેગરી માં અરજી કરી શકે તેવો નિર્ણય આજે આયોગ લીધેલ છે.