GPSC Bharti 2024: લેક્ચરર પોસ્ટ માટે ભરતી જાહેર, પગાર 2 લાખ રૂપિયા સુધી મળશે; મેળવી લો સંપૂર્ણ જાણકારી

GPSC Recruitment 2024, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતીઃ ગુજરાતમાં સરકારી નોકરી મેળવવા માગતા ઉમેદવારો માટે સારા સમાચાર સામે આવ્યા છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળની લેક્ચરર (સિલેક્શન સ્કેલ), ગુજરાત નર્સિગ સેવા, વર્ગ-1ની કુલ 5 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Wed 21 Aug 2024 01:47 PM (IST)Updated: Thu 22 Aug 2024 08:17 AM (IST)
gpsc-gpsc-recruitment-2024-exam-rules-qualification-selection-process-how-to-apply-and-last-date-of-gpsc-bharti-383827

GPSC Recruitment 2024, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતીઃ ગુજરાતમાં સરકારી નોકરી મેળવવા માગતા ઉમેદવારો માટે સારા સમાચાર સામે આવ્યા છે. હાલમાં જ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ પોસ્ટ માટે 450 ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત હેઠળ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળની લેક્ચરર (સિલેક્શન સ્કેલ), ગુજરાત નર્સિગ સેવા, વર્ગ-1ની કુલ 5 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે.

આ આર્ટિકલમાં અમે તમને જણાવીશું ગુજરાત નર્સિગ સેવા, વર્ગ-1 ભરતી વિશેની તમામ જાણકારી.

GPSC Bharti 2024 - મહત્વપૂર્ણ જાણકારી

GPSC Bharti 2024 - શૈક્ષણિક લાયકાત

  • ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમ દ્વારા અથવા તે હેઠળ સ્થાપિત અથવા સમાવિષ્ટ કોઈપણ યુનિવર્સિટીઓમાંથી પ્રાપ્ત કરેલ વિજ્ઞાન (નર્સિંગ) માં માસ્ટર ડિગ્રી; અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન એક્ટ, 1956 ની કલમ 3 હેઠળ યુનિવર્સિટી તરીકે માન્યતા પ્રાપ્ત અથવા ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્યતા પ્રાપ્ત અન્ય કોઈપણ શૈક્ષણિક સંસ્થામાંથી માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરેલી હોવી જોઈએ.

GPSC Bharti 2024 - અનુભવ

  • વિજ્ઞાન (નર્સિંગ) માં માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી ઓછામાં ઓછો દસ વર્ષનો અનુભવ હોવો જોઈએ, ભારતીય નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય નર્સિંગ કૉલેજ, નર્સિંગ સ્કૂલ અથવા નર્સિંગની તાલીમ સંસ્થાઓનો અધ્યાપનનો 7 વર્ષનો અનુભવ હોવો જોઈએ.
  • ભારતીય નર્સિંગ કાઉન્સિલ અથવા સંબંધિત કાયદા હેઠળ સ્થાપિત ભારતમાં કોઈપણ રાજ્ય નર્સિંગ કાઉન્સિલમાં નામ નોંધાયેલું હોવું જોઈએ.

આ પણ વાંચો - GPSC Recruitment 2024: ગુજરાત જાહેર સેવા આયોગ કરશે 450 જગ્યાઓ પર ભરતી, જાણો સંપૂર્ણ અરજી પ્રક્રિયા

GPSC Bharti 2024 - આ રીતે કરો ઓનલાઈન અરજી

  • સૌ પ્રથમ ઓફિશિયલ વેબસાઈટ https://pgsc-ojas.gujarat.gov.in પર જાઓ.
  • અહીં ઓનલાઇન એપ્લિકેશન ઓપ્શન પર ક્લિક કરતા જ વિવિધ પોસ્ટની જાહેરાત જોવા મળશે.
  • ઉમેદવારે જે પોસ્ટ માટે અરજી કરવાની છે એ પોસ્ટની સામે એપ્લાયના ઓપ્શન પર ક્લિક કરો.
  • ફોર્મ ખુલ્યા બાદ માંગવામાં આવેલ તમામ વિગતો ભરીને ફોર્મ સબમિટ કરો.
  • ભવિષ્યના રેફરન્સ માટે પ્રિન્ટ લઈ લો.

GPSC Bharti 2024 - લેક્ચરર વર્ગ 1 ભરતીનું નોટિફિકેશન

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલ ભરતીની તમામ જાણકારી ઉમેદવારને આ નોટિફિકેશન મળી રહેશે. અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો નોટિફિકેશન.

GPSC Bharti 2024 - મહત્વપૂર્ણ સૂચના

ઉમેદવારોએ આ પોસ્ટ માટે ઓનલાઈન અરજી કરતા પહેલા ઓફિશિયલ નોટિફિકેશન ધ્યાન પૂર્વ વાંચી લેવું.

સંસ્થાગુજરાત જાહેર સેવા આયોગ - GPSC
પોસ્ટલેક્ચરર
વર્ગવર્ગ-1
જગ્યા5
નોકરીનો પ્રકારસરકારી
વય મર્યાદા47 વર્ષથી વધારે નહીં
પગાર₹ 78,800 – ₹ 2,09,200/ (પે મેટ્રિક્સ લેવલ-12)
અરજી કરવાની છેલ્લી તારીખ31 ઓગસ્ટ 2024
અરજી ફી₹ 100