Ganesh Visarjan 2026: બોપલની દેવ 181 સોસાયટીમાં ધામધૂમથી ગણપતિ વિસર્જન, 50 કિલો ગુલાલથી રંગાયું વાતાવરણ

અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલી દેવ 181 સોસાયટીમાં ગણપતિ વિસર્જનનો ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવાયો હતો.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 25 Sep 2026 12:53 PM (IST)Updated: Fri, 25 Sep 2026 12:53 PM (IST)
ganpati-visarjan-2026-celebrated-with-great-fanfare-at-dev-181-society-in-bopal

Ahmedabad News: અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલી દેવ 181 સોસાયટીમાં ગણપતિ વિસર્જનનો ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવાયો હતો. સોસાયટીના ગણપતિજીની વિસર્જન યાત્રામાં મોટી સંખ્યામાં રહીશો જોડાયા હતા.

વિસર્જન યાત્રાને રંગીન બનાવવા માટે સોસાયટી દ્વારા ખાસ 50 કિલો ગુલાલ મંગાવવામાં આવ્યો હતો. ગણપતિજીની વિસર્જન યાત્રા દરમિયાન રહીશોએ એકબીજા પર ગુલાલ ઉડાવીને ઉત્સવની ઉજવણી કરી હતી.

ગણપતિજીની વિસર્જન પહેલાં યોજાયેલી અંતિમ આરતીમાં મોટી સંખ્યામાં સોસાયટીના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મહાપ્રસાદમાં શીરો રાખવામાં આવ્યો હતો.

ત્યારબાદ ગણપતિજીની વિસર્જન યાત્રા રાંચરડા તળાવ તરફ નીકળી હતી. યાત્રામાં બે ટ્રેક્ટર ઉપરાંત કાર અને બાઇક લઈને સોસાયટીના રહીશો જોડાયા હતા. ભક્તિમય વાતાવરણ વચ્ચે રાંચરડા તળાવ ખાતે ગણપતિજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું.