Ahmedabad News: અમદાવાદ શહેરમાં એક 79 વર્ષીય વૃદ્ધા સાથે નાણાકીય ઉપાચતનો ચોંકાવનારો અને ગંભીર બનાવ પ્રકાશમાં આવ્યો છે. જ્યાં એક વહુએ પોતાની સાસુને જ ઘેનની દવાનો ઓવરડોઝ આપીને કુલ રુ. 1.84 કરોડ પડાવી લીધા હતા. દવાનો ઘેન એટલો કે, વૃદ્ધા પોતાની પુત્રીને પણ નહોતાં ઓળખી શક્યાં. જે મામલે ભાંડો ફૂટતાં આરોપી પુત્રવધુ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
પુત્રવધુએ કોરા ચેક પર સહીઓ કરાવી
પ્રાપ્ત માહિતી મુજબ, પાલડી વિસ્તારમાં રહેતા 79 વર્ષીય વૃદ્ધાના પુત્રનું વર્ષ 2024માં મોત થઈ ગયું હતું. આથી પુત્રની પત્ની પણ સાસુ સાથે રહેતી હતી. જોકે, થોડો સમય બાદ પુત્રવધુએ પોતાનો અસલી રંગ બતાવવાનુ શરુ કર્યું હતું. પુત્રવધુએ પોતાની સાસુ સાથે ઝઘડો કરીને બેન્કના સંયુક્ત ખાતામાં પોતાનું નામ દાખલ કરાવ્યું હતું. જે બાદ ઘરના ખર્ચ અને બીજા ખર્ચના નામે કોરા ચેક પર સહીઓ કરાવી હતી.
ઘેનની દવાઓ આપ્યાનો આક્ષેપ
વૃદ્ધા બીમાર રહેતા હોવાથી તેઓને અવારનવાર દવાઓની જરુરિયાત રહેતી હતી. આથી પુત્રવધુએ સાસુની કમજોરીનો લાભ ઉઠાવીને ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શનના આધારે દવાઓ મંગાવી હતી. ઘેનની દવાઓના લીધે વૃદ્ધા અર્ધબેભાન અવસ્થામાં રહેતા હતા. જેનો લાભ ઉઠાવીને પુત્રવધુએ કોરા ચેક પર સહીઓ કરાવીને તમામ નાણાં તેના બેન્ક એકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડમાં નાણા ટ્રાન્સફર કર્યા હતા. તેવો આક્ષેપ છે.
દિકરીને શંકા જતાં ભાંડો ફૂટ્યો
આ દરમિયાન વૃદ્ધાની પુત્રી અને જમાઈ ઘરે આવ્યા. પરંતુ વૃદ્ધા પુત્રીને ઓળખી ન શક્યા નહી. આથી પુત્રી-જમાઈને શંકા ઉપજતાં હોસ્પિટલ ખાતે જઈને વૃદ્ધાની દવા અને પ્રિસ્ક્રિપ્શનની સાથે લોહીની તપાસ કરાવી હતી. તો તપાસમા મોટી માત્રામાં ઘેનની દવા હોવાનો ખુલાસો થયો હતો. આ અંગે પાલડી પોલીસ મથકે સત્તાવાર FIR નોંધવામાં આવી છે. જે અંગે પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે.
