Ganesh Festival 2026: ગત 14 સપ્ટેમ્બરના ગણેશ ચતુર્થીથી શરૂ થયેલા ગણેશોત્સવનું આજે 25 સપ્ટેમ્બર, શુક્રવાર અનંત ચતુર્દશીએ સમાપન થઈ રહ્યું છે. જેના પગલે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ઠેર-ઠેર કૃત્રિમ તળાવો અને વિસર્જન કુંડ બનાવવામાં આવ્યા છે. જુઓ અમદાવાદના તમામ ઝોન વાઈઝ વિસર્જન સ્થળો, શુભ મુહૂર્ત અને પૂજા વિધિની સંપૂર્ણ વિગતો.
ગણેશ વિસર્જન અને અનંત ચતુર્દશી
ગણેશ ચતુર્થીથી શરૂ થયેલા 10 દિવસીય ગણેશોત્સવનું આજે 25 સપ્ટેમ્બર, 2026ને શુક્રવારે અનંત ચતુર્દશીએ સમાપન થઈ રહ્યું છે, રાજ્યભરમાં ઠેર-ઠેર નાની-મોટી ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે. આ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ઠેર-ઠેર કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે. તો આવો જાણીએ અમદાવાદમાં કયા કયા સ્થળે અને કયા મુહૂર્તમાં શ્રીજીની મૂર્તિનું વિસર્જન કરી શકાશે.
અમદાવાદમાં ક્યાં કરશો ગણેશ વિસર્જન?
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ ઝોન અને વોર્ડ મુજબ મૂર્તિ વિસર્જન કુંડની વ્યવસ્થા કરવામાં આવી છે:
પૂર્વ ઝોન
- વસ્ત્રાલ વોર્ડ: વસ્ત્રાલ ગામ મેટ્રો સ્ટેશનની બાજુમાં
- રામોલ વોર્ડ: વડું તળાવ પાસે
- નિકોલ વોર્ડ: શ્રીધર બંગલોની બાજુમાં
પશ્ચિમ ઝોન
- નારણપુરા વોર્ડ: પલ્લવ ચાર રસ્તા, સંસ્કાર ભારતી સોસાયટી પાસે
- સાબરમતી વોર્ડ: AUDA ગાર્ડન પાસે, મોટેરા તળાવ, સુરમ્ય હોમ્સ પાસે, અઘોર સ્મશાનગૃહ પાસે
- નવરંગપુરા-1 વોર્ડ: વલ્લભ સદન પાસે, સાહિત્ય પરિષદ પાસે
- રાણીપ વોર્ડ: કાળીગામ તળાવ પાસે, આધવાડિયા તળાવ પાસે
- પાલડી વોર્ડ: NID પાછળ, NID પાછળ ગ્રીપ લાઈન પાછળ
- ચાંદખેડા વોર્ડ: TP 75, ફા.પ્લોટ નંબર 78/79 પાસે, TP 44, ફા.પ્લોટ નંબર 248 પાસે
ઉત્તર ઝોન
- સૈજપુર વોર્ડ: સૈજપુર તળાવ
- સરદારનગર વોર્ડ: JP રિવર વ્યૂ સામે, મ્યુનિસિપલ પ્લોટમાં; ભદ્રેશ્વર સ્મશાન સાબરમતીના તટ પાસે; કોતરપુર જોગણી માતાના મંદિર સામે
દક્ષિણ ઝોન
- વટવા વોર્ડ: ભારત માતા ચોક સેંદગ હિલ પંપિંગ સામે ન્યુ વટવા
- મણિનગર વોર્ડ: કેન્કી ગાર્ડન પાર્કિંગ પ્લોટ ગેટ 4 સામે કાંકરિયા
- ખોખરા વોર્ડ: આવકાર હોલ કેનાલ પાસે
- લાંભા વોર્ડ: સ્વામી સમર્થ રોડ
મધ્ય ઝોન
- શાહપુર વોર્ડ: માસ્ટર કોલોની, દધિચી બ્રિજ પાસે
- શાહીબાગ વોર્ડ: દશા માતા મંદિર કેમ્પસ, ડફનાળા રોડ
- જમાલપુર વોર્ડ: લેમન ટ્રી હોટેલ, એલિસબ્રિજ નીચે, સરદાર બ્રિજ નીચે
ઉત્તર પશ્ચિમ ઝોન
- બોડકદેવ વોર્ડ: આઈકોન ટેન ટેન હોસ્પિટલની સામે પાર્કિંગ પ્લોટ, સિંધુ ભવન રોડ
- ચાંદલોડિયા વોર્ડ: શાયોના આગમનની બાજુમાં સેન્ટર પોઈન્ટ, વંદે માતરમ
- ગોતા વોર્ડ: આર.કે રોયલ હોલની બાજુમાં, ગોતા ગામ TP 32 દેવનગર
- થલતેજ વોર્ડ: હેતલપુર ફાટક પાસે
દક્ષિણ પશ્ચિમ ઝોન
- જોધપુર વોર્ડ: વ્રજધામ હવેલીની સામેનો પ્લોટ, આશીર્વાદ સોસાયટી પાસેનો પ્લોટ
- સરખેજ વોર્ડ: ITI પાસેનો પ્લોટમાં સરખેજ ગામ, સીમંધર ટેનામેન્ટ ની સામેના પ્લોટમાં મકરબા
ગણેશ વિસર્જન માટે શુભ મુહૂર્ત (ચોઘડિયા મુજબ)
ગણેશજીની મૂર્તિનું વિસર્જન ચોઘડિયા મુજબ નીચે દર્શાવેલ શુભ મુહૂર્તમાં કરી શકાશે:
- ચલ: સવારે 6:28 વાગ્યાથી 7:59 વાગ્યા સુધી
- શુભ: બપોરે 1:34 વાગ્યાથી 2:05 વાગ્યા સુધી
- ચલ: સાંજે 5:08 વાગ્યાથી 6:39 વાગ્યા સુધી
- લાભ: સાંજે 7:59 વાગ્યાથી 9:31 વાગ્યા સુધી
- અમૃત: રાત્રે 9:31 વાગ્યાથી 11:02 વાગ્યા સુધી
ગણેશ પૂજા અને વિસર્જન દરમિયાન શું ધ્યાન રાખવું?
ગણેશ પૂજા અને વિસર્જન દરમિયાન નીચે મુજબની બાબતોનું વિશેષ ધ્યાન રાખવું:
ગણપતિ બાપ્પાને 21 દુર્વા અર્પણ કરો.
ગણેશોત્સવ દરમિયાન જાણતા-અજાણતા થયેલી ભૂલો માટે માફી માંગો.
આ 6 મંત્રોનો 108 વાર જાપ કરો: ૐ મોદાય નમઃ, ૐ પ્રમોદાય નમઃ, ૐ સુમુખાય નમઃ, ૐ દુર્મુખાય નમઃ, ૐ અવિત્યનાય નમઃ અને ૐ વિઘ્નાકરો નમઃ
મહામંત્રનો જાપ: 'વક્રતુંડ મહાકાય સુર્યકોટી સમપ્રભઃ નિર્વિઘ્ને કુરુમેદેવ સર્વકાર્યેષુ સર્વદા'
