Fresh Yes Food Plaza in Maninagar: અમદાવાદ શહેરની હોટેલ, રેસ્ટોરાના ફૂડમાંથી જીવાત નીકળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. હજુ એક દિવસ પહેલાં જ નિકોલ ખાતે આવેલા ખાઉધરા પોઇન્ટ રેસ્ટોરાંના સાંભારમાંથી જીવાત મળી આવી હતી ત્યારે ફરી મણિનગર રેલવે સ્ટેશન, પ્લેટફોર્મ નંબર 1 ઉપર આવેલા ફેશ ફ્રેશ ફૂડ પ્લાઝાના ભાજી પાઉંમાંથી મચ્છર જેવી જીવવા નીકળવાનો વીડિયો વાઇરલ થયો છે.
જીવાત નિકળતા સીલ કરાયું
AMC ફૂડ વિભાગની ટીમે ફરિયાદના આધારે રેસ્ટોરાંને સીલ મારી દીધું હતું. દૂધેશ્વર રોડ પર દરિયાખાન ઘુમ્મટ પાસે ગવર્મેન્ટ- એ કોલોનીમાં એ- 1 બોમ્બે ભઠીયારા, ચીનીસ્ટોલ નંબર 21 ને અને હાઈજેનિક કન્ડિશનને કારણે સીલ કરવામાં આવ્યું છે.
