લાલ દરવાજામાં નકલી CISF અધિકારી બનીને ફરતો હતો પંજાબનો યુવક, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યો

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે લાલ દરવાજા સરદારબાગ પાસેથી એક યુવકની અટકાયત કરી હતી. આ યુવક પાસેથી CISFના DSPનું આઇકાર્ડ મળી આવ્યું હતું.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 11 Oct 2026 11:43 AM (IST)Updated: Sun, 11 Oct 2026 11:43 AM (IST)
fake-cisf-officer-arrested-in-ahmedabads-lal-darwaja-area

Ahmedabad News: અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં પોતે CISFના ઉચ્ચ અધિકારી હોવાનો રોફ જમાવતા પંજાબના એક યુવકની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા આરોપી પાસેથી CISFના DSPનું આઇકાર્ડ મળી આવ્યું છે. આરોપીની ધરપદડ કરી કાંરજ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે એક યુવક પોતે CISFનો ઉચ્ચ અધિકારી ગણાવીને રોફ જમાવી રહ્યો છે. બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે લાલ દરવાજા સરદારબાગ પાસેથી એક યુવકની અટકાયત કરી હતી. આ યુવક પાસેથી CISFના DSPનું આઇકાર્ડ મળી આવ્યું હતું. યુવકની પૂછપરછ કરવામાં આવતા તેણે પોતાનું નામ અઝમા એ સિકંદર કમ્બોઝ અને પોતે પંજાબનો હોવાનું જણાવ્યું હતું. તપાસ કરતા આ કોઇ અધિકારી ન હતો પરંતુ માત્ર રોફ જમાવવા માટે આ પ્રકારે આઇકાર્ડ લગાવીને ફરતો હતો.

આરોપી યુવકની ધરપકડ કરીને તેની વિરુદ્ધ કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી નકલી અધિકારી બનીને લાલ દરવાજા જેવા ભીડભાડવાળા વિસ્તારમાં ફરી રહ્યો હતો. જેથી તેણે કોઇની પાસેથી પૈસા પડાવ્યા છે કે નહીં અથવા તો કોઇ ઘટના બની છે કે નહીં તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. નકલી અધિકારી બનીને ફરતા યુવકની પૂછપરછની કાર્યવાહી હાથ ધરાઈ છે.