EuroKids: યુરોકિડ્સે અમદાવાદમાં મહત્ત્વાકાંક્ષી ગ્રોથને ટાર્ગેટ કરતાં હાર્વર્ડ પ્રેરિત 'હ્યુરેકા' અભ્યાસક્રમ રજૂ કર્યો, ગુજરાતમાં કામગીરીનું કરશે વિસ્તરણ

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 18 Sep 2024 11:27 PM (IST)Updated: Wed, 18 Sep 2024 11:27 PM (IST)
eurokids-targets-ambitious-growth-in-ahmedabad-with-unveiling-of-harvard-inspired-heureka-curriculum

EuroKids: દેશની અગ્રણી પ્રિ-સ્કૂલ એક્સપર્ટ યુરોકિડ્સે ગર્વપૂર્વક તેના વિચારશીલ અભ્યાસક્રમની 8મી આવૃત્તિ ‘હ્યુરેકા’ રજૂ કર્યાંની જાહેરાત કરી છે, જે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020ના વ્યાપક વિકાસના વિઝન સાથે સંરેખિત અને હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોજેક્ટ ઝીરો દ્વારા પ્રેરિત હ્યુરેકા બાળકોની નિર્ણાયક અને સર્જનાત્મક વિચારસરણીના કૌશલ્યોમાં વધારો કરવાના હેતુ સાથે તૈયાર કરવામાં આવ્યો છે.

બાળકો માત્ર શાળા માટે જ નહીં પરંતુ જીવન માટે તૈયાર થાય
આ અભ્યાસક્રમ રજૂ કરવાની જાહેરાત પર લાઈટહાઉસ લર્નિંગના પ્રિ-કે ડિવિઝન (યુરોકિડ્સ)ના સીઈઓ કેવીએસ સેષસાઈએ જણાવ્યું હતું કે, યુરોકિડ્સમાં, અમે બે વર્ષના બાળકમાં જિજ્ઞાસા અને વિવેચનાત્મક વિચારસરણીને જાગૃત કરતાં જીવનભરના શિક્ષણનો પાયો નાખવામાં માનીએ છીએ.

કરિક્યુલમ ડેવપમેન્ટના હેડ ડો. અનિતા મદને પ્રારંભિક ધોરણે બાળપણની સંભાળ અને શિક્ષણ ક્ષેત્રે હ્યુરેકાને સૌથી વધુ ઈનોવેટિવ અભ્યાસક્રમ તરીકે હ્યુરેકા અભ્યાસક્રમ તૈયાર કર્યો છે. અમારો સર્વગ્રાહી અભિગમ એ સુનિશ્ચિત કરે છે કે બાળકો માત્ર શાળા માટે જ નહીં પરંતુ જીવન માટે તૈયાર થાય, તેઓ સતત વિકસતી દુનિયામાં નવી તકો શોધવાની કુશળતાથી સજ્જ છે. આ અભ્યાસક્રમ આવતીકાલના વિચારકો, સંશોધકો અને નેતાઓને કેવી રીતે આકાર આપશે તે જોવા માટે અમે ઉત્સાહિત છીએ. આ નવા અભ્યાસક્રમ સાથે, અમે અમદાવાદ અને સમગ્ર ગુજરાતમાં અમારી હાજરીને વધુ મજબૂત કરવા આતુર છીએ.

માનસિક રૂપે સશક્ત બનાવવા
યુરોકિડ્સના કરિક્યુલમ ડેવલપમેન્ટ હેડ ડો. અનિતા મદને જણાવ્યું હતું કે, પ્રારંભિક શિક્ષણમાં હ્યુરેકા એ પરિવર્તનશીલ અભિગમ છે. EPICS ફ્રેમવર્ક સાથે અમે બાળકોના આઈક્યુ (બુદ્ધિમતા)માં ફોકસ કરવા ઉપરાંત તેમનામાં લાગણીઓ, શારીરિક, સર્જનાત્મકતા, અને આધ્યાત્મિક જ્ઞાન સહિત સર્વાંગી વિકાસને વેગ આપીએ છીએ.

અમે બાળકોને જવાબોમાંથી સવાલ પૂછવા ઉપરાંત પ્રશ્નોના જવાબ આપવા પ્રોત્સાહિત કરવા માગીએ છીએ. આ પરિવર્તન જિજ્ઞાસા, વિવેચનાત્મક વિશ્લેષણ અને તેમની આસપાસની દુનિયા સાથે ઊંડું જોડાણ કેળવે છે. હ્યુરેકા શૈક્ષણિક તૈયારી કરતાં અલગ બાળકોને નવા સંબંધો બનાવવા, સમસ્યાઓ ઉકેલવા અને અર્થપૂર્ણ રીતે વિશ્વ સાથે જોડાવા કરવા માનસિક રૂપે સશક્ત બનાવે છે.

આગામી 5 વર્ષમાં રાજ્યમાં 150 નવા સેન્ટર શરૂ કરવાની યોજના
યુરોકિડ્સની મહત્વાકાંક્ષી ગ્રોથ વ્યૂહરચનાના ભાગરૂપે, પ્રિ-સ્કુલ નેટવર્કે અમદાવાદ અને સમગ્ર ગુજરાતમાં તેની ઉપસ્થિતિ વિસ્તારવાની યોજનાની પણ જાહેર કરી હતી. યુરોકિડ્સ આગામી 5 વર્ષમાં રાજ્યમાં 150 નવા સેન્ટર શરૂ કરવાની યોજના ઉપરાંત રાજ્યમાં પ્રારંભિક શિક્ષણની ગુણવત્તામાં વધારો કરતાં ગુજરાતમાં કુલ 200 સેન્ટર્સ સુધી પહોંચ બનાવવાનો લક્ષ્યાંક ધરાવે છે. પ્રારંભિક શિક્ષણમાં અગ્રણી યુરોકિડ્સ ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણની જરૂરિયાતોને ઓળખી પોતાના અભ્યાસક્રમમાં તે મુજબ ફેરફારો કરી રહી છે.

400 શહેરોમાં 1,600+ પ્રિ-સ્કૂલના નેટવર્ક
યુરોડકિડ્સે 23 વર્ષથી વધુના અનુભવ સાથે અને 400 શહેરોમાં 1,600+ પ્રિ-સ્કૂલના નેટવર્ક સાથે, આજ સુધીમાં 7,00,000 વિદ્યાર્થીઓને ઉછેર્યા છે, યુરોકિડ્સ ભવિષ્ય માટે બાળકોને શિક્ષણ માટે તૈયાર કરવામાં મોખરે છે. આ અભ્યાસક્રમ પ્રારંભિક બાળપણના શિક્ષણમાં અગ્રણી તરીકેની તેની સ્થિતિને પુનઃપુષ્ટ કરતાં જિજ્ઞાસુ, સારી રીતે અભ્યાસ કરનારાઓને આકાર આપવા માટેની યુરોકિડ્સની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે.