EuroKids: યુરોકિડ્સ પ્રીસ્કૂલની વધતી માંગ વચ્ચે ગુજરાતમાં જોઈ રહી છે વૃદ્ધિની વ્યાપક સંભાવના

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Wed 20 Mar 2024 11:28 PM (IST)Updated: Wed 20 Mar 2024 11:28 PM (IST)
eurokids-is-seeing-huge-growth-potential-in-gujarat-amid-growing-demand-for-preschools-302407

EuroKids In Gujarat: દેશમાં પ્રીસ્કૂલ ક્ષેત્રમાં અગ્રણી યુરોકિડ્સ (EuroKids) દ્વારા ગુજરાત રાજ્યમાં ખૂબ જ સારો અને ઝડપી વિકાસ દર્શાવ્યો છે, લાઈટહાઉસ લર્નિંગના પ્રિ-કે ડિવિઝનના સીઈઓ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે યુરોકિડ્સ રાજ્યભરમાં 73 જેટલી પ્રીસ્કૂલ સાથે મજબૂતપણે કામગીરી કરી રહી છે.

આ સાથે યુરોકિડ્સ ફ્રેન્ચાઈઝી મૉડલ પણ ગુજરાતમાં ઉભરી રહેલા ઉદ્યોગ સાહસિકોને એક મજબૂત અને આધારભૂત સમર્થન આપી રહ્યું છે. પ્રીસ્કૂલ્સની જે પ્રમાણે સતત માંગ વધી રહી છે તેને ધ્યાનમાં રાખી યુરોકિડ્સ આગામી 2થી 3 વર્ષમાં રાજ્યમાં પોતાની પ્રીસ્કૂલની વર્તમાન સંખ્યાને વધારીને 150-200 કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.

ગુજરાતી જાગરણ સાથેની ખાસ મુલાકાતમાં લાઈટહાઉસ લર્નિંગ (યુરોકિડ્સ)ના પ્રિ-કે ડિવિઝનના CEO કેવીએસ શેષાસાઈએ છેલ્લા બે દાયકામાં ધ પ્રીસ્કૂલ એક્સપર્ટ” તરીકે એક વિશ્વસનિય અને મજબૂત બ્રાન્ડ તરીકે સ્થાપિત થઈ તે યાત્રા અંગે માહિતી આપી હતી. તેમણે ખાસ કરીને ગુજરાત જેવા વિકસિત રાજ્યમાં તેમની આ વિકાસ યાત્રામાં વિસ્તરણ યોજના અંગે વિશેષ માહિતી આપી હતી.

38 પ્રીસ્કૂલ્સ સાથે ગુજરાતમાં અભૂતપૂર્વ વૃદ્ધિ
છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન યુરોકિડ્સે અમદાવાદમાં 38 પ્રીસ્કૂલ્સ સાથે ગુજરાતમાં અભૂતપૂર્વ વૃદ્ધિ નોંધાવ્યાનો અનુભવ કર્યો છે. માંગમાં સતત વધારો થવાની અપેક્ષા વચ્ચે યુરોકિડ્સ આગામી છ મહિનામાં અમદાવાદમાં 50 પ્રીસ્કૂલ્સની સંખ્યા પાર કરવાનો ઉમદા લક્ષ્યાંક ધરાવે છે. યુરોકિડ્સની આ પહેલ બાળકોના શરૂઆતી શિક્ષણની વધતી માંગને પ્રતિબિંબિત કરે છે. વડોદરામાં યુરોકિડ્સની 12 પ્રીસ્કૂલ છે, સુરતમાં 3 સેન્ટર ધરાવે છે. આ બાબત ગુજરાતના મુખ્ય શહેરોમાં વ્યૂહાત્મક ઉપસ્થિતિને દર્શાવે છે.

ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ
ઉચ્ચ ગુણવત્તાયુક્ત પ્રારંભિક શિક્ષણ ઉપલબ્ધ કરાવવા પ્રત્યેની યુરોકિડ્સની કટિબદ્ધતાને રજૂ કરતાં શેષાસાઈએ ગુજરાતમાં ટિયર 2 શહેરો તથા ગ્રામીણ વિસ્તારોમાં પણ આગળ વધવાને લગતી યોજના જાહેર કરી હતી.ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ લોકતાંત્રિક બનાવવાના અભિયાન સાથે યુરોકિડ્સ તમામ ભૌગોલિક વિસ્તારોમાં તથા સમાજના તમામ વર્ગોના બાળકોને પ્રારંભિક શિક્ષણની સમાન તક પૂરી પાડવાની બાબતને સુનિશ્ચિત કરવા સ્થાનિક ઉદ્યોગ સાહસિકો સાથે સહયોગ કરવાની શક્યતાને તપાસી રહી છે. કોઈ બાળક શિક્ષણથી વંચિત ન રહે તેવી આ પહેલ પાછળનો ઉદ્દેશ છે.

ફી માળખુ
યુરોકિડ્સનું ફી માળખુ એ બાબતને દર્શાવે છે કે તે આર્થિક રીતે પરવડે તેવું અને સમાવેશી છે. યુરોકિડ્સ દરેક શહેરમાં આર્થિક બાબતોના માપદંડને અનુરૂપ હોય તેવું ફી માળખુ નક્કી કરેલ છે. શેષાસાઈએ આ અંગે વધુમાં માહિતી આપતા જણાવ્યું કે આ બાબતને સુનિશ્ચિત કરવા અમારી પ્રીસ્કૂલ સૌને પરવડે તથા અનુકૂળ રહે તે માટે અમે સૌથી પહેલા કોઈ ચોક્કસ વિસ્તારમાં માતાપિતાની ફી ચુકવવાની ક્ષમતા અંગે સારી રીતે સમજણ કેળવી છે.

જેમ કે અમે અમદાવાદમાં એક પ્રીમિયમ વિસ્તારમાં છીએ તો ફીનું પ્રમાણ વાર્ષિક રૂપિયા 40 હજારથી 50 હજાર સુધી હોઈ શકે છે, પણ જો અમે ગુજરાતના એક નાના શહેરમાં કામગીરી ધરાવી છીએ તો ત્યાં આ ફી રૂપિયા 20 હજાર સુધી હોઈ શકે છે. શિક્ષણના ક્ષેત્રમાં યુરોકિડ્સ એક પ્રીસ્કૂલથી પણ વિશેષ બનવાનો પ્રયત્ન કરી રહ્યું છે, તે વિવિધ સમુદાયોના બાળકોને માટે ગુણવત્તાયુક્ત શિક્ષણની એક સમાન તક ઉપલબ્ધ કરાવવાનો ઉમદા લક્ષ્યાંક ધરાવે છે.

બાળકોની સુરક્ષા હંમેશા સર્વોપરી
જ્યારે બાળપણના પ્રારંભિક શિક્ષણની વાત આવે છે ત્યારે બાળકોની સુરક્ષા હંમેશા સર્વોપરી હોય છે. શેષાસાઈએ સુરક્ષા પ્રત્યે યુરોકિડ્સના સક્રિય દ્રષ્ટિકોણ પર ભાર આપ્યો હતો, તમામ સેન્ટર ટીયુવી નોર્ડ જેવી પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સંસ્થા દ્વારા થર્ડ પાર્ટી મૂલ્યાંકનના માધ્યમથી પ્રમાણિત કરવામાં આવે છે. આ બ્રાન્ડે તેની સ્થાપના થઈ ત્યારથી જ સુરક્ષાની બાબતોને પ્રાથમિકતા આપી છે, જે બાળકો તથા કર્મચારીઓ માટે એક સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

અભ્યાસક્રમ
વૈશ્વિક વિકાસની સાથે તાલ મિલાવવા માટે શેષાસાઈએ માહિતી આપી કે દરેક ત્રણ વર્ષે યુરોકિડ્સ બાળકોના શરૂઆતી શિક્ષણને વધુ આધુનિક બનાવે છે અને એક નવો અભ્યાસક્રમ રજૂ કરે છે. વર્તમાન સમયમાં યુરોકિડ્સ દ્વારા તેના અભ્યાસક્રમનું સાતમું વર્જન ધરાવે છે, જે EUNOIAના માઈન્ડફુલનેસની અવધારણા પર આધારિત છે. તેમાં યુરોફિટ, યોગાકિડ્સ, મેથલેબ, સાયન્ટીફિક સ્પાર્ક તથા અન્ય ઘણાબધા રોચક કાર્યક્રમોનો સમાવેશ ધરાવે છે.

શિક્ષકો પસંદગીની પ્રક્રિયા
EUNOIA જેવા બાળક કેન્દ્રીત અભ્યાસક્રમોને લાગુ કરવા માટે સારા તાલીમ પામેલ અને સ્નેહપૂર્ણ શિક્ષકોની જરૂરિયાત હોય છે. યુરોકિડ્સની મજબૂત શિક્ષક પસંદગીની પ્રક્રિયા આ બાબતને સુનિશ્ચિત કરે છે કે સૌથી વધારે સમર્પિત તથા લાગણીસભર એવા યંગ માઈંડને આકાર આપવાની કામગીરી સોંપવામાં આવે. વ્યાપક દ્રષ્ટિકોણ પ્રત્યે ધ્યાન આપવા તથા બાળકો પ્રત્યે પ્રેમ સાથે યુરોકિડ્સ એવા શિક્ષકોને શોધે છે કે જે 2થી 6 વર્ષની વયના બાળકો સાથે કામ કરવામાં વ્યાપક રસ ધરાવતા હોય અને શિક્ષણના ઉચ્ચ માપદંડોને પ્રદાન કરવા કટીબદ્ધતા ધરાવતા હોય.

350થી વધારે શહેરોમાં 7,00,000થી વધુ બાળકો
બાળકો પર યુરોકિડ્સના વ્યાપક સકારાત્મક પ્રભાવને દર્શાવતા શેષાસાઈએ બાળકોના શરૂઆતી શિક્ષણ સાથે સંકળાયેલા ઉદ્યોગમાં પ્રીસ્કૂલ બ્રાંડ એક્સપર્ટ તરીકે પ્રીસ્કૂલ બ્રાન્ડની સ્થિતિ અંગે માહિતી આપી હતી. આ ક્ષેત્ર ભારતમાં 350થી વધારે શહેરોમાં 7,00,000થી વધારે બાળકોની શરૂઆતી શિક્ષણની જરૂરિયાતોને પૂરી કરી રહેલ છે. અલબત યુરોકિડ્સે આ વર્ષે પોતાની પ્રીસ્કૂલ્સમાં એક લાખ વિદ્યાર્થીઓના એનરોલમેન્ટના આંકડાને પાર કરી લીધો છે,જે બાળકોના પ્રારંભિક શિક્ષણ પ્રત્યેની અતૂટ વચનબદ્ધતાને પ્રતિત કરે છે.

સ્પર્ધાત્મક સ્થિતિ
બ્રાન્ડની સ્પર્ધાત્મક સ્થિતિ અંગે શેષસાઈએ પ્રીસ્કૂલ માર્કેટમાં જે વિશાળ તકો રહેલી છે તે અંગે ભાર આપતા બ્રાન્ડ દ્વારા ઝડપી વૃદ્ધિ દર્શાવવામાં આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે આપણા દેશમાં શરૂઆતી શિક્ષણના ક્ષેત્રમાં વિશાળ પ્રમાણમાં બજાર તક ઉપલબ્ધ છે અને અમારા ભવિષ્યને લઈ અમે ખૂબ જ ઉત્સાહિત છીએ.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.