ED Arrests Journalist Mahesh Langa: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મની લોન્ડરિંગ કેસમાં ગુજરાત સ્થિત પત્રકાર મહેશ લંગાની ધરપકડ કરી છે. આ વર્ષે જાન્યુઆરીમાં ગુજરાત પોલીસે લંગા વિરુદ્ધ એક રિયલ એસ્ટેટ એજન્ટની છબી ખરાબ કરવાની અને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપીને 40 લાખ રૂપિયા પડાવવાનો કેસ નોંધ્યાના થોડા દિવસો બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદની કોર્ટ દ્વારા ઇડીની મહેશ લાંગાની ચાર દિવસની કસ્ટડી મંજૂર કરી છે.
અમદાવાદ ઇડી દ્વારા PMLA, 2002ની જોગવાઈઓ હેઠળ મહેશ લાંગાની ધરપકડ કરી છે. મહેશ લાંગેને મિર્ઝાપુર કોર્ટના જજ (PMLA) સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા અને સ્પેશિયલ જજ દ્વારા 28 ફેબ્રુઆરી સુધીની 4 દિવસની ઇડી કસ્ટડી મંજૂર કરવામાં આવી હોવા અંગેની વિગતો ઇડી દ્વારા એક્સ(ટ્વીટર) પર પોસ્ટ કરીને જણાવવામાં આવી છે.
ED, Ahmedabad has arrested Mahesh Prabhudan Langa under the provisions of PMLA, 2002 in the case of Mahesh Prabhudan Langa & others. Mahesh Prabhudan Langa was produced before the Hon’ble Special Judge (PMLA), Mirzapura Court, Ahmedabad and the Hon’ble Special Judge (PMLA) has…
— ED (@dir_ed) February 25, 2025
મહેશ લંગા હાલમાં અમદાવાદ, ગાંધીનગર અને રાજકોટ પોલીસે નોંધેલા ચાર અગાઉના કેસમાં જેલમાં છે. ગુજરાત પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 308 હેઠળ મહેશ લાંગા વિરુદ્ધ નવી FIR નોંધી હતી. જે ખંડણી સાથે સંબંધિત છે. અમદાવાદ શહેરના સેટેલાઇટ પોલીસ સ્ટેશન દ્વારા 23 જાન્યુઆરીએ રિયલ એસ્ટેટ એજન્ટ અને સામાજિક કાર્યકર જનક ઠાકોરની ફરિયાદ પર આ કેસ નોંધવામાં આવ્યો હતો.
નોંધનીય છેકે, ગયા વર્ષે ઓક્ટોબરમાં કથિત ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કૌભાંડમાં અમદાવાદ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવ્યા બાદ, મહેશ લાંગા સામે ગુજરાત પોલીસે અત્યાર સુધીમાં કુલ પાંચ FIR નોંધી છે. છેતરપિંડીભર્યા વ્યવહારો દ્વારા બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવીને સરકાર સાથે છેતરપિંડી કરવાના ઇરાદા સાથે ફ્લોટિંગ બોગસ કંપનીઓના કથિત કૌભાંડ અંગે કેન્દ્રીય GST વિભાગની ફરિયાદ પર ગયા વર્ષે ઓક્ટોબરમાં મહેશ લંગા અને અન્ય લોકો સામે પહેલી FIR નોંધવામાં આવી હતી.
23 ઓક્ટોબરના રોજ, કથિત GST છેતરપિંડીના સંદર્ભમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલા દરોડા દરમિયાન મહેશ લાંગાના પરિસરમાંથી સત્તાવાર દસ્તાવેજો મળી આવ્યા બાદ, ગાંધીનગર પોલીસે મહેશ લંગા અને ગુજરાત મેરીટાઇમ બોર્ડ (GMB) ના એક કર્મચારી પર ચોરીના આરોપસર ગુનો નોંધ્યો હતો. એ જ મહિનામાં, અમદાવાદ પોલીસે મહેશ લંગા વિરુદ્ધ એક ઉદ્યોગપતિ સાથે રૂ. 28.86 લાખની છેતરપિંડીનો કેસ નોંધ્યો હતો. ગયા મહિને ડિસેમ્બરમાં, રાજકોટ પોલીસે સાબરમતી જેલમાંથી મહેશ લંગાની કસ્ટડી લીધી હતી અને GST ચોરીના બીજા કેસમાં ઔપચારિક રીતે તેની ધરપકડ કરી હતી.
