Mahesh Langa Case: આ કેસમાં રાજકોટ પોલીસ અમદાવાદની સાબરમતી જેલમાં સજા કાપી રહેલા કૌભાંડના સૂત્રધાર મહેશ લાંગાને ટ્રાન્સફર વોરંટના આધારે અમદાવાદથી રાજકોટ લાવી હતી. મહેશ લાંગાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
રાજકોટ શહેર પોલીસે GST કૌભાંડમાં 3 અઠવાડિયા પહેલા નોંધાયેલી ફરિયાદ સંદર્ભે મહેશ લાંગાની સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી અટકાયત કરી હતી. EOW શાખાએ મહેશ લગાને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરી હતી. પોલીસે મહેશ લાંગાના 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, પરંતુ કોર્ટે મહેશ લાંગાના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
આ GST કૌભાંડમાં 12 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. રાજ્યભરમાં ચકચાર મચાવનાર મહેશ લાંગા દ્વારા બનાવાયેલી પરમાર એન્ટરપ્રાઇઝ નામની નકલી પેઢી દ્વારા રૂપિયા 61.38 લાખનું જીએસટી કૌભાંડ આચરવામાં આવ્યું હતું અને જીએસટી કૌભાંડમાં ફસાયા હતા.
