Farmers Protest: અમદાવાદ શહેરના ધોળકા તાલુકાના ગામોમાં જમીન પ્રદૂષણ અને કેમિકલવાળા કચરાને લીધે ઉજ્જડ થઈ રહી છે. તેના વિરોધમાં ધોળકાના વિવિધ ગામના ખેડૂતોએ હવે મોરચો મા્ંડ્યો છે. ખેડૂતોના વિરોધ પ્રદર્શનને હવે 34 દિવસ પૂરા થઈ જવા આવ્યા છે. ત્યારે શહેરના જૂના શાક માર્કેટથી તાલુકા પ્રાંત કચેરી સુધી વિશાળ રેલીમાં ખેડૂતો જોડાયા હતા. ઉપરાંત વહીવટ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતાં ખેડૂતોએ આ આંદોલન જારી રાખવાનું નક્કી કર્યું છે.
ધોળકાના ગામના ખેડૂતોનો વિરોધ
આ પણ વાંચો
તાલુકાના પીસાવાડા, ત્રાસદ, પાલડી અને આંબારેલી જેવા ગામના આગેવાનો અને ખેડૂતો મોટી સંખ્યામાં ધોળકા એપીએમસી ખાતે ભેગા થયા હતા. ઉલ્લેખનીય રીતે આ આંદોલનમાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. તેમજ મહિલાઓ પણ હાથમાં બેનરો લઈને વિરોધ પ્રદર્શનમાં ઉતરી હતી. પરંતુ મહિલા સરપંચના પતિએ અલગ રીતે વિરોધ નોંધાવ્યો જે ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો હતો.
મહિલા સરપંચના પતિનો વિરોધ
મહિલા સરપંચના પતિએ ગળામાં કેમિકલવાળું પાણી ભરેલી બોટલોનો હાર પહેરીને આકરો વિરોધ નોંધાવ્યો. આ રેલી જૂના બસ સ્ટેન્ડથી થઈને પ્રાંત કચેરી એકઠી થઈ હતી. શહેરમાં રેલી દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે હેતુથી ધોળકાના ડીવાયએસપી સહિત કુલ 200 પોલીસ કર્મીઓનો સ્ટાફ ખડેપગે રહ્યો હતો.
ખેડૂતોએ લીધી ગંભીર પ્રતિજ્ઞા
ખેડૂતોની મિટીંગ નિષ્ફળ જતાં વડગામ ધારાસભ્યની હાજરીમાં ખેડૂતોએ આજીવન વોટ ન આપવાની ગંભીર પ્રતિજ્ઞા લીધી હતી. આ મામલે જિગ્નેશ મેવાણીએ આકરા પ્રહારો કર્યા જણાવ્યું કે, ગામડે ગામડે જાગૃતિ બેઠકોમનું આયોજન કરવાનું ખેડૂતોને આહ્વાન કર્યું હતું. ખેડૂતોની જમીનને પ્રદૂષિત થવા મામલે ખેડૂતો આંદોલનાં મૂડમાં છે.
ધોળકા પ્રાંત અધિકારી એસ.બી દેસાઈના જણાવ્યા મુજબ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જમીનના સેમ્પલો લેવાય છે. જેનો રિપોર્ટ નિયમિત ધોરણે જમા કરવામાં આવે છે. ખેડૂતોની જમીન પર ગંદા પાણીના નિકાલ મામલે જીયુડીસી સાથે સંકલન સાધીને સિવિલ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તૈયાર કરવાનો પ્રસ્તાવ ગુજરાત સરકારને મોકલી દેવાયો છે. જે આગામી ડિસેમ્બર 2027મા પૂર્ણ થઈ જશે.
